ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મણિલાલ ત્રિવેદી ‘પાગલ’, Manilal Trivedi ‘Pagal’


વિકિપિડિયા પર

નામ

મણિલાલ ત્રિભુવન ત્રિવેદી

ઉપનામ

પાગલ

જન્મ

ઇ.સ. ૧૮૮૯

અવસાન

ઇ.સ. ૧૯૬૬

પ્રદાન

 • રંગભૂમી પર ‘પાગલ’ નામે પ્રસિદ્ધ એવા આ કવિએ ૧૨૫થી વધારે નાટકો રચ્યા છે. 
 • લગભગ વીસ વર્ષ સુધી દરેક મોટા નગરમાં બે-ત્રણ નાટ્યમંડળીઓ જેના નાટકો ભજવતી હોય, જે નાટકોને ધૂમ પૈસા અને પ્રેક્ષકો મળતાં હોય તેવું એક જ નામ કવિ પાગલ તેવું પ્રસિદ્ધ હતું.
 • તેમના વિશે અનેક દંતકથાઓ પ્રસિદ્ધ છે. એક જ વિષય પર એક નાટક એક રીતે લખી બતાવે અને એજ વિષયનું ઉપેક્ષિત પાસુ લઇને એક નવું નાટક લખી બતાવે, અને બન્ને નાટકો પ્રેક્ષકો ઝીલી લે તે પાગલનિ સિદ્ધિ છે.
 •  એકવીસ બાવિસ દ્રશ્યોવાળા ત્રિઅંકી નાટકો તથા જુદાંજુદાં સેટીંગ્સ અને ગાયનોનાં મનોરંજક નાટકો તેઓ આલેખતા.
 • તેમના નાટકો સમાજનું પ્રતિબિંબ હતા.
 • નાટકોમાં પરાકાષ્ઠા વખતે બેતબાજીનો ઉપયોગ અને ઉક્તિઓનું આદાનપ્રદાન ચડતીઉતરતી ભાંજણીની જેમ ઘણી કુશળતાથી તેઓ રચી શકતા.
 • તેમના સામાજિક નાટકોમાં સ્ત્રીપાત્રો સવિશેષ સબળ રહેતા.
 • ધનિકોના દંભ, કારકુન, વેપારી અને મધ્યમવર્ગના માણસોનિ બેહાલ થતી જતી પરિસ્થિતિ પર તેમણે ઘણી અસરકાર શૈલીમાં આલેખન કર્યું છે.
 • તેમની શૈલી પર મરાઠી અને ઉર્દુની સ્પષ્ટ અસર હતી.
નાટકો
 • સંસારલીલા, કોની મહત્તા, સર વસંતકુમાર, કુલીન કન્યા, શ્રીમંતલીલા, સજ્જન કોણ?, વારસદાર, અધિકારી, દગાબાજ દોસ્ત, રૂઢિબંધન, સળગતો સંસાર, વિલાસપંથે, સરજનહાર, દિલનાં દાન, જાગીરદાર, વીરનાં વેર, વીર રમણી, ન્યાયી નરેશ, સુખી સંસાર, લક્ષ્મીના લોભે, અમર આશા, સૌભાગ્યવાન, હૈયાનાં હેત, હિંદ માતા, સાચો સજ્જન, ગરીબ કન્યા, પતિના વાંકે, હીપો ખુમાણ, અધૂરો સંસાર, સ્નેહસુધા, સતી ઉજળી, બાજીરાવ પેશ્વા, બંગાળનો નવાબ, રણસંગ્રામ, રૂપકુમારી, લોહીની અસર
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ખંડ ૪

7 responses to “મણિલાલ ત્રિવેદી ‘પાગલ’, Manilal Trivedi ‘Pagal’

 1. Batuk Sata જૂન 20, 2011 પર 12:01 પી એમ(pm)

  કવિશ્રી પાગલ વિષે બહુજ સુંદર માહિતી.

 2. ashvin mavani જૂન 26, 2011 પર 2:06 એ એમ (am)

  સરસ માહિતી સભર બ્લોગ છે…

 3. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: