સંગીતરચનાઓ
“હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક,
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.”
___
“એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ…..”
___
“પરેશ જીવનરસનો ધોધ હતો, ઊર્મિલ હતો, સ્નેહાળ હતો, નિખાલસ હતો. ગુજરાતનું બેનમૂન મોતી હતો.” – રમેશ પારેખ
“મંચ ઉપર વાદ્ય સાથે ઉભેલા પરેશની સૂરધારા ધસમસતી આવી. એમાં માર્દવ હતું, દર્દ હતું, શ્રદ્ધાની ખુમારી હતી, કર્મયોગના ખમીરનો રણકો હતો.” – ઉમાશંકર જોશી.
નામ
પરેશ ચુનીલાલ ભટ્ટ
જન્મ
૨૪ જૂન ૧૯૫૦ – જાંબાળા, જિ. જૂનાગઢ
અવસાન
૧૪ જુલાઇ ૧૯૮૩ – રાજકોટ

કુટુંબ
પિતા – ચૂનીલાલ ભટ્ટ
માતા – કમલાબહેન ભટ્ટ
પત્ની – નીતા ભટ્ટ
પુત્રી – કૃતિ ભટ્ટ
ભાઇઓ – પ્રહલાદ અને પ્રકાશ ભટ્ટ
બહેનો – ભારતી, ધર્મિષ્ઠા અને તૃપ્તિ
અભ્યાસ
- ધોરણ ૧ થી ૪ – બાર્ટન ટ્રેઇનિંગ કૉલેજ – રાજકોટ
- ધોરણ ૫ થી એસ.એસ. સી. – હરિપરા સાર્વજનિક હાઇસ્કુલ – સૂરત
- ૧૯૬૭ – પ્રી સાયન્સ – સર પી. ટી. સાયન્સ કૉલેજ – સૂરત
- બી. એસસી (ઝુઓલોજી) – બી. પી. બારિઆ કૉલેજ, નવસારી
- એમ. એસસી (ઝુઓલોજી) – અમદાવાદ
- બી. ઍડ. – વી. ટી. ચોક્સી કોલેજ
સંગીતની તાલીમ
- શ્રી વિશ્વનાથભાઇ વ્યાસ (રાજકોટ) અને વિજયાબેન ગાંધી પાસે સંગીતની પ્રાથમિક તાલીમ લીધી.
- શ્રી રાસબિહારી દેસાઇ સંચાલીત ‘ભવન્સ સંગીત’ના વર્ગમાં દાખલ થયા.
- સને ૧૯૮૦ સયાજીરાવ યુનિર્વસિટીમાંથી ‘ગાયનકલા’માં સ્નાતક થયા.
જીવનઝરમર
- શાળાકાળથિ જ સંગીત અને અભિનય પ્રત્યે રૂચિ. અનેક પારિતોષિકો મેળવ્યા.
- કૉલેજમાં યુનિવર્સિટીના યુવામહોત્સવમાં નાટ્ય અને ગાયન ક્ષેત્રે અનેક પારિતોષિક મેળવ્યાં.
- સને ૧૯૭૩થી આકાશવાણી અમદાવાદ-વડોદરા ઉપર કાર્યક્રમ આપવાનિ શરુઆત કરી.
- સૂરતની જીવનભારતી સ્કુલમાં શિક્ષક તરીકે જોડાયા.
- આકાશવાણી વડોદરા અને રાજકોટ ના ટ્રાન્સમિશન એક્ઝ્યુટિવ તરીકે કામગીરી બજાવી. યુવાવાણી અને શૈક્ષણીકક્ષેત્રને લગતાં અનેક કાર્યક્રમનું સંચાલન.
- ઇ.સ. ૧૯૮૦માં આકાશવાણીના સહકાર્યકર નીતા ભટ્ટનાગર સાથે પ્રણયલગ્ન.
- વડોદરામાં ‘ગીતાંજલી’ અને રાજકોટમાં ‘સ્વરમાધુરી’ વગેરે સુગમસંગીતની સંસ્થાની સ્થાપનામાં ભાગ ભજવ્યો.
- સંગીતકાર તરીકે ભારતીય શાસ્ત્રીય બંદિશો અને પાશ્ચાત બંદિશોનો અદભૂત સૂમેળ સાધિને આગવી શૈલી વિકસાવી. અનેક અગેય મનાતી રચનાઓને બંદિશોમાં બાંધી લઇ પોતાનિ ક્ષમતાનો પરિચય આપ્યો.
- રાજકોટમાં નિવાસ્થાને વીજળીનો કરંટ લાગતા ફક્ત ૩૩ વર્ષની નાની વયે અવસાન થયું.
સંદર્ભ
- ‘પરેશ ભટ્ટ – સ્મૃતિ ગ્રંથ’ (આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રી રાસબિહારી દેસાઇનો ખુબ ખુબ આભાર.)
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અભિનેતાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય