ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

*પ્રતિભા પરિચયનાં નવાં ઘરેણાં


આ બે સમાચાર અહીં મૂકતાં હું રોમાંચ અનુભવું છું. 

  • ઘણા વખતથી ગુજરાતી બ્લોગોમાં સાવ જૂદી ભાત પાડતા, મારા આ પહેલા બ્લોગને ઉચિત ચહેરો આપવાનું મન થતું હતું. આજે નવા મુખડાથી આ ઇચ્છા સંતોષાઈ છે.
  • ‘ગુજરાતી પ્રતિભા પરિચય’માં સ્વેચ્છાએ અનુદાન આપવા કટિબદ્ધ બનેલા કૃતેશ પટેલે આ બ્લોગને પરિચયોથી ભરપૂર કરવા – ૧૦૦૦ ના આંકડાને  અતિક્રમી જવા –  કમર કસી છે. એના આગમન બાદ આ બ્લોગનો વધેલો વપરાશ આ ચિત્ર વધારે સારી રીતે કહી જાય છે  –

માર્ચ-૨૦૧૧થી સતત વર્ધમાન

અલબત્ત અમે જાતે જ અમારો જ ખભો થાબડીએ, એવી આ અનધિકાર ચેષ્ઠા તો છે જ. પણ ઉદાર મનના વાચકો અમારો આ હરખ ઊછાળો જીરવી લેશે; એવી શ્રદ્ધા છે. નહિંતર એમના વિના થોડા જ ત્રણ લાખ મુલાકાતીઓના આંકડે પરિચયો પહોંચી શકશે? 

અને

અંતરની એક ઇચ્છા…….

થોડીક મહેનત કરવા તૈયાર હોય એવા સ્વયંસેવકો માટે ટહેલ છે –

ગુજરાતનાં પનોતાં સંતાનો કે, જેમના જીવન અને કવનથી ગુજરાતીતા ઊજળી છે; એમનો પરિચય આમ નેટ ઉપર પ્રકાશિત કરવા કમર કસે તેવાં ઉત્સાહી ભાઈ-બહેનોને……

અમારાં સાથી બનવા. 

7 responses to “*પ્રતિભા પરિચયનાં નવાં ઘરેણાં

  1. dhavalrajgeera જૂન 24, 2011 પર 3:58 પી એમ(pm)

    અંતરની એક ઇચ્છા… સંતોષાઈ છે.

  2. chandravadan જૂન 24, 2011 પર 11:36 પી એમ(pm)

    ALL the BEST Always !
    Chandravadan ( CM)
    http://www.chandrapukar.wordpress.com
    Tame Chaandrapukar Par Aavjo…

  3. સુરેશ જાની જૂન 25, 2011 પર 9:43 એ એમ (am)

    આજે ફરી વાર મુખડાને નવો ઓપ આપ્યો.
    ખાસ નોંધવા જેવી વાત…
    સૌથી વધારે મોટું ચિત્ર છે – દેલવાડાનાં દહેરાંની કલા.
    આશય…
    અદના, અનામી, ખમતીધર વ્યક્તિઓ ગુજરાતની સાચી પ્રતિભા, સાચી ઓળખ છે.

  4. કૃતેશ જૂન 25, 2011 પર 11:00 એ એમ (am)

    ગુજરાતી સંસ્કૃતિનો સમગ્ર ઇતિહાસ મને આજે પ્રતિભા પરિચયના મુખડામાં દેખાય છે. ગુજરાતીને મહાજાતિના દરજ્જા સુધી પહોંચાડનાર યુગના દરેક પ્રતિનિધિ આજે અત્રે છે. આપણી સંસ્કૃતિના અડીખમ સ્તંભ જેવું સોમનાથપાટણનું મંદિર અદભૂત શોભે છે, તો ગીરના સિંહો પણ ગજવે છે.

    સહુથી અગત્યની વાત એ છે દેલવાડાંના દેરાં, ગુજરાતી સંસ્કૃતિની વિશ્વ સંસ્કૃતિને અપ્રતિમ ભેટ. નાનપણમાં એક વાક્ય વાંચેલું, ‘ગુજરાત એ જીવંત અને જાગ્રત વ્યક્તિ છે’. ગુજરાતીના સીમાડા ભારતના નકશામાં આંકેલી રેખા પૂરતાં મર્યાદિત નથી, પણ એ સીમા ઓળંગીને પ્રસરેલા છે. ગુજરાતને આટલું સુંદર રીતે રજૂ કરવા બદલ ખુબ ખુબ આભાર.

  5. Pingback: અનુક્રમણિકા – પ્રકીર્ણ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: