ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
નારાયણ ઠક્કુર,Narayan Thakkur
Posted by
કૃતેશ on
જૂન 25, 2011
નામ
નારાયણ વિસનજી ઠક્કુર
જન્મ
ઇ.સ. ૧૮૮૪
અવસાન
ઇ.સ. ૧૯૩૮
ઉપનામ
ગુજરાતના વૉલ્ટર સ્કૉટ
પ્રદાન
- ગુજરાતીમાં ઐતિહાસિક નવલકથાઓને વિશિષ્ટ અને વિપુલ રૂપ આપનાર લેખક.
- ઐતિહાસિક નવલકથાઓનું આકર્ષણ ઇતિહાસ નહીં, પણ એમાં નિરૂપાતું પરાક્રમી, રોમાંચક કે ઘટનાભરપૂર માનવજીવન છે એ વાતની તેમણે પ્રતિતિ કરાવી.
- તેઓ ઇતિહાસ જાણે છે, પણ ઇતિહાસ સાથે ખુબ છૂટછાટ લે છે.
- ઉત્તર હિન્દના વિલાસી જીવનનો પરિચય આપવા માટે સુરૂચીનો ભંગ થાય તેવા કેટલાક લેખન માટે વિચારશીલ વર્ગની નારાજગી વ્હોરી લીધી.
- ઇતિહાસને ઓઠા તરીકે વાપરી સોથી વધુ નવલકથાઓ લખી છે.
- દરેક નવલકથાને બબ્બે નામ રાખવાની તેમની વૃત્તિ હતી.
- સંખ્યાની વિપુલતા અને લોકપ્રિયતા એ તેમનું જમાપાસું પણ ગુણવત્તા, સર્જકતા કે કલાત્મક્તાનો અભાવ.
રચનાઓ
- નવલકથાઓ – માધવી કંકણ અથવા શાહજહાનના છેલ્લા દિવસો, ચાણક્યનીતિ અથવા ચચ્ચ સુંહધી, પદ્મિની અથવા ભસ્મીભૂત ચિત્રો, ભદ્રકાળી અથવા પાવાગઢનો પ્રલય, ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન, મહારાણી મયણલ્લા અથવા ગુજરાતની માતા, નાનાસાહેબ અથવા સ્વધર્મ માટે પ્રાણાર્પણ, અનારકલી અથવા અપરાધી અકબર, અનંગભદ્રા અથવા વલ્લભીપુરનો વિનાશ, દિલ્હીની સુલતાના – રઝીયા બેગમ, કુસુમ કંટક અથવા રમણી કે રાક્ષસી, વિલાયતી વિલાસમાં ફેશનબાઇ, ચુડેલનો વાંસો.
- નાટક – માધવકેતુ, માલવકેતુ, માયામોહિની, ગર્વખંડન, દગાબાજ, બેધારી તલવાર
- કૃષ્ણભક્ત બોડાણાના પદોનું સંપાદન
- અનુવાદ – આનંદાશ્રમ
- કાવ્યસંગ્રહ – કાવ્યકુસુમાકર
સંદર્ભ
- ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઃ ગ્રંથ ૪
Like this:
Like Loading...
Related
આ પહેલાં કદી તેમના વિશે સાંભળ્યૂં ન હ્તું. સ્કૂલ કોલેજ કાળમાં ઘણી ઐતિહાસિક નવલકથાઓ વાંચી હતી; પણ એમની એક પણ ન વાંચ્યાનો અફસોસ થાય છે.
Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય