ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ધર્માનંદ કોસંબી, Dharmanand Kosambi


નામ

ધર્માનંદ કોસંબી

જન્મ

ઓક્ટોબર ૯, ૧૮૭૬ ; સંખવાલ, ગોવા

અવસાન

૨૪ જૂન, ૧૯૪૭

કુટુંબ

  • પિતા – દામોદર કોસંબી
  • પત્ની – બાલાબાઇ
  • પુત્રી – માણિક
  • પુત્ર – દામોદર
અભ્યાસ
  • કાશી, નેપાલ, કલકત્તા, શ્રીલંકા (વિદ્યોદયા યુનિવર્સીટી) , રંગૂન
વ્યવસાય
  • કોલકાતા યુનિવર્સીટીમાં રીડર તરીકે
  • સંશોધન ફેલો તરીકે વડોદરામાં
  • પ્રાધ્યાપક – ફર્ગ્યુસન કૉલેજ, પુણે
  • હાવર્ડ યુનિવર્સિટી તથા લેનીનગ્રાડ યુનિવર્સિટી (રશિયા) ખાતે પ્રાધ્યાપક
  • ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક તરીકે

જીવનઝરમર

  • મૂળ ગોવાના વતની એવા ધર્માનંદ કોસંબીની માતૃભાષા ગુજરાતી ન હોવા છતાં ગુજરાતી ભાષાની અનન્ય સેવા કરી છે.
  • તેઓ ગાંધીવિચારના રંગે રંગાયેલા હતાં.
  • સત્ય, અહીંસા, અસ્તેય, અપરિગ્રહ વગેરે તત્ત્વો પર આધારીત પાર્શ્વનાથ ચાતુર્યામનો તેમના પર પ્રભાવ હતો. પાછળથી રંગૂન જઇને બૌદ્ધ સંપ્રદાયની દીક્ષા લીધી.
  • પાલીના ઉત્તમ અધ્યાપક તથા બૌદ્ધ ધર્મશાસ્ત્રના મર્મજ્ઞ તરીકે તેઓ પ્રકીર્તીત છે.
  • ઇ.સ. ૧૯૨૨માં અમેરીકાથી પાછા ફર્યા તથા ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વ મંદિરમાં જોડાયા.
  • આ સમયગાળા દરમિયાન લેખનકાર્ય દ્વારા લેખક તરીકે નામના મેળવી.
  • ગુજરાતી ભાષામાં બૌદ્ધ સંપ્રદાયના સિદ્ધાંતો, નીલશાસ્ત્ર, સાહિત્ય વગેરે રજૂ કરવામાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે.
  • ત્યારબાદ તેઓ અમેરિકા અને રશિયા પણ ગયા.
  • ઇ.સ. ૧૯૩૦માં તેમણે દાંડીયાત્રામાં પણ ભાગ લીધો.
  • ઇ.સ. ૧૯૪૭માં સેવાગ્રામ આશ્રમમાં એમનું અવસાન થયું.
રચના
  • બુદ્ધ, ધર્મ અને સંઘ, બુદ્ધલીલા, બુદ્ધલીલાસારસંગ્રહ, ધમ્મપદ (રા.વિ. પાઠક સાથે), બૌદ્ધસંધનો પરિચય, સમાધિમાર્ગ, જાતકકથાસંગ્રહ, પચાસ ધર્મસંવાદો, સુત્તનિપાત, હિન્દી સંસ્કૃતિ, બુદ્ધચરિત્ર, અભિધર્મ, શ્રી શાંતિદેવાચાર્યકૃત બોધિચર્યાવતાર, બોધિસત્ત્વ, ધર્મચક્રપરિવર્તન, આત્મકથા.
  • આત્મકથા – આપવીતી
સંદર્ભ
  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪
  • the full wiki

2 responses to “ધર્માનંદ કોસંબી, Dharmanand Kosambi

  1. સુરેશ જાની જૂન 28, 2011 પર 11:55 પી એમ(pm)

    સાવ નવો જ પરિચય. અમદાવાદમાં વતન હોવા છતાં એમની કશી ખબર જ ન હતી.
    ફુલ વિકી વિશે આજે જ જાણ્યું . આભાર.
    નેટ તો મહાન ખજાનો છે.

  2. Pingback: અનુક્રમણિકા – ધ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: