સ્વામીસેવા વિસરિ, મહિમાભ્રષ્ટ થૈ, કોઈ યક્ષ,
કાન્તાત્યાગે વિષમ, ધણિનો વર્ષનો પામિ શાપ;
સીતાસ્નાને પુનિત જળના, મીઠડી છાંયવાળા,
રામાદ્રિમાં, વિચરિ વસિયો, આશ્રમોમાં રૂપાળા
___
નિશ્ચે એની રડી રડી હશે આંખ સૂજી ગયેલી,
ફીકા લૂખા અધર અરુણા ઉષ્ણ નિશ્વાસ નાખી;
હાથે ટેક્યું મુખ જરી જરી કેશમંથી જણાતું
મેઘે છાયું કલુષિત દિસે બિંબ શું ચન્દ્રમાનું
____
નામ
કિલાભાઇ ઘનશ્યામ ભટ્ટ
જન્મ
ઇ.સ. ૧૮૬૯ ઃ ભુવાલડી, તા – દસક્રોઇ
અવસાન
ઇ.સ. ૧૯૧૪
અભ્યાસ
પ્રદાન
- જ્ઞાતિએ રાયકવાડ બ્રાહ્મણ.
- અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય પ્રત્યે ગાઢપ્રીતિ
- કાલિદાસની સંસ્કૃત રચનાઓને ગુજરાતીમાં રજૂ કરી.
- મેઘદૂતનો સમશ્લોકી અનુવાદ અતિ પ્રસિદ્ધ
રચનાઓ
- બાણકૃત ‘પાર્વતિપરિણય’, કાલિદાસકૃત ‘વિક્રમોવર્શીય’, ‘કુમારસંભવ’, ‘મેઘદૂત’ના ભાષાંતરો
- ‘મેઘદૂત’નો સમશ્લોકી અનુવાદ.
સંદર્ભ
Like this:
Like Loading...
Related
એક જમાનામાં સંસ્કૃત સાહિત્ય પર પ્રીતિ ઊભરાતી’તી.
પરિચય માણ્યો.
Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય