નામ
પીતાંબર પટેલ
ઉપનામ
પિનાકપાણી, રાજહંસ, સૌજન્ય
જન્મ
૧૦ ઑગસ્ટ ૧૯૧૮ ; શેલાવી જિ. મહેસાણા
અવસાન
૨૪ મે ૧૯૭૭ ; અમદાવાદ
અભ્યાસ
- પ્રાથમિક શિક્ષણ – શેલાવી અને પાનસર
- માધ્યમિક શિક્ષણ – સર્વવિદ્યાલય, કડી. મેટ્રિક (૧૯૩૬)
- બી.એ. – એલ.ડી. આર્ટ્સ કૉલેજ ; અમદાવાદ
- એમ.એ. – ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્ર
વ્યવસાય
- ૧૯૫૬ થી ૧૯૫૯ – આકાશવાણી, અમદાવાદ
- ‘સંદેશ’ના તંત્રીવિભાગમાં
- ‘આરામ’ માસિકના સંપાદક
- ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૬ વર્ષો સુધી મંત્રી
- ગુજરાત રાજ્યના પંચાયત સેવા કમિશનના સભ્ય તથા અધ્યક્ષ
જીવનઝરમર
- રા.વિ પાઠક, રસિકભાઇ પરીખ, કે.કા. શાસ્ત્રી અને ઉમાશંકર જોશીના વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય મળ્યું.
- ઉત્તર ગુજરાતનું લોકજીવન એમનિ નવલકથાઓમાં પટ્ટણી બોલીના એક પ્રભેદના માધ્યમથી નિરૂપાયું છે.
- સાત પુસ્તકો ગુજરાત રાજ્ય અને બે પુસ્તકો ભારત સરકાર દ્વારા પુરસ્કૃત.
રચનાઓ
- નવલકથા – રસિયો જીવ, પરિવર્તન, ઊગ્યું પ્રભાત, તેજરેખા, ખેતરને ખોળે (ભાગ ૧ અને ૨), આશાભરી, અંતરના અજવાળાં, ધરતીનાં અમી (ભાગ ૧ અને ૨), ચિરંતન જ્યોત, કેવડિયાનો કાંટો, ઘરનો મોભ,
- નવલિકા – વગડાનાં ફૂલ, ખોળાનો ખૂંદનાર અને બીજી વાતો, મિલાપ, શ્રદ્ધાદીપ, કલ્પના, છૂટાછેડા, શમણાંની રાખ, સોનાનું ઇંડું, કેસૂડાનાં ફૂલ, કર લે સિંગાર, નીલ ગગનનાં પંખી, રૂડી સરવરિયાની પાળ, ઝૂલતા મિનારા, કીર્તિ અને કલદાર
- વાર્તાસંપાદનો – પીતાંબર પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, પીતાંબર વાર્તાવૈભવ (ભાગ ૧ અને ૨)
- વ્યક્તિચિત્રો-પ્રસંગકથા – રાખનો ઢગલો, ધરમ તારો સંભાળ રે, ગામડાનિ કેડીએ, વીરપસલી, નવો અવતાર, લીંબડાની એક ડાળ મીઠી, સર્વોદયપાત્ર, સૌભાગ્યનો શણગાર, સતનો દીવો, ધરતીનો જાયો, રામનામની પરબ.
- પ્રવાસનિબંધ – નૂતન ભારતના તીરથ (ભાગ ૧ થી ૫)
- સંપાદન – મંગલ વાતો, માણસાઇનિ વાતો.
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય