ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

અવિનાશ વ્યાસ, Avinash Vyas


“પંખીડાને   આ   પીંજરુ   જૂનું   જૂનું   લાગે.
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે.”

“ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.”

“તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું.”

“મારા ભોળા દિલનો હાયે રે શિકાર કરીને
ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બિમાર કરીને.”

આવાં ઢગલાબંધ ગીતો વાંચો અને સાંભળો ( સૌજન્ય – માવજીભાઈનો બ્લોગ )
————————————–

“સંગીત જેનો પ્રાણ છે એવા સંગીતકમમાં ડગલે ને પગલે શિષ્ટ કાવ્યત્વ શોધવાનું આપણા કવિવરો માંડી વાળે.” – અવિનાશ વ્યાસ

“જે વસ્તુ કવિતા પચાવી શકતી ન હોય ત્યાં કવિતાને સ્થાનભ્રષ્ટ કરવાનો મ્હને અધિકાર શો છે?” – અવિનાશ વ્યાસ    ( ફિલ્મી ગીતો તરફ સૂગ ધરાવતા આ પ્રામાણિકતાને બીરદાવશે.)

જેના આધાર પરથી આ પરિચય બનાવ્યો છે – તે શ્રી.બીરેન કોઠારીનો અભ્યાસપૂર્ણ અને વિગતોથી ભરપૂર લેખ અહીં વાંચો.

——————————————————————–

જન્મ

  • ૧૯, જુલાઈ- ૧૯૧૧, અમદાવાદ; મૂળ વતન – વીસનગર

અવસાન

  • ૨૦મી ઓગસ્ટ, ૧૯૮૪, મુંબાઈ

કુટુમ્બ

  • માતા– મણીબેન  પિતા – આનંદરાય
  • પત્ની -વસુમતીબેન ; લગ્ન ૧૯૩૫?; પુત્ર  -ગૌરાંગ ( જન્મ – ૧૯૩૮)
  • ૫૫-૫૬? – બીજાં લગ્ન – સુલોચના ચોણકર સાથે ( મરાઠી રંગભૂમિનાં જાણીતાં કલાકાર)

શિક્ષણ

  •  ?

વ્યવસાય

  • ૧૯૪૦ પહેલાં – ?
  • ૧૯૪૦ પછી – મુંબાઈમાં સંગીતકાર

જીવન ઝરમર

  • ૧૯૪૦ – મુંબાઈમાં આગમન. ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં પાસે શાસ્ત્રીય સંગીતની તાલિમ લીધી. એચ.એમ.વી. તેમજ યંગ ઈન્ડીયા કંપનીમાં વાદક તરીકે તે જોડાયા. અહીં તેમનો પરીચય થયો અલ્લારખાં કુરેશીનો, જે આગળ જતાં તબલાંવાદક ઉસ્તાદ અલ્લારખાંના નામે વધુ જાણીતા થયા.
  • સનરાઈઝ પિક્ચર્સની‘મહાસતી અનસૂયા’માં તેમને તક તો મળી, પણ સફળતા હજી દૂર હતી. અમુક કારણોસર આ ફિલ્મમાં અલ્લારખાં, શાંતિકુમાર અને ત્રીજા સંગીતકાર તરીકે અવિનાશ વ્યાસ-એમ ત્રણ સંગીતકારનાં બનાવેલાં ગીતો હતાં.
  • ત્યાર પછી જે.બી.એચ.વાડિયાની ફિલ્મ‘કૃષ્ણભક્ત બોડાણા’માં અવિનાશભાઈને ફરી તક મળી, અને ફરી નિષ્ફળતા
  • તેમને બીજી તક આપી ‘હીરાલાલ ડૉક્ટર’ નામના સજ્જને, જે અવિનાશભાઈના મામા ઈશ્વરલાલ મહેતાના મિત્ર હતા. ગુજરાતી ફિલ્મ ‘જીવનપલટો’ માટે. આ ફિલ્મ પણ નિષ્ફળ નિવડી. પણ એમાં અવિનાશ વ્યાસે લખેલું પહેલું ગુજરાતી ગીતનું સ્વરાંકન વપરાયું.
  • ૧૯૪૮માં આવેલી ‘ગુણસુંદરી’ ફિલ્મથી અવિનાશ વ્યાસની ગાડી એવી સડસડાટ ચાલી કે પાછું વાળીને જોયું જ નહીં.
  • અવિનાશભાઈએ પોતે ગાયેલું અને સ્વરબદ્ધ કરેલું ફિલ્મ ‘કૃષ્ણ સુદામા’ (૧૯૪૭)નું એક દુર્લભ ગીત‘તારો મને સાંભરશે સથવારો’
  • ૧૯૦ ગુજરાતી ફિલ્મોમાં તેમનું સંગીત ગૂંજ્યું.
  • તેમનાં પત્ની વસુમતીબેન પણ જાણીતાં ગાયિકા હતાં. તેમણે ગાયેલું બહુ જાણીતું ગીત – ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ’
  • ૬૨ હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું.( નૌશાદની કુલ ફિલ્મોની સંખ્યા ૬૫ હતી, હેમંતકુમારે સંગીતબદ્ધ કરેલી ફિલ્મોની સંખ્યા હતી ૫૪, જ્યારે રોશનની કુલ ફિલ્મોની સંખ્યા હતી ૫૭.)
  • સંગીતબદ્ધ કરેલાં હિન્દી ગીતો – ૪૩૬
  • ૧૯૪૭માં ‘એન.એમ.ત્રિપાઠીની કંપની’ દ્વારા પ્રકાશિત અને અવિનાશભાઈ લિખીત પુસ્તક ‘મેંદીના પાન’
  • તેમનાં ગીતોમાં સાહિત્યિકતા કદાચ ઓછી જણાય પણ, વાર્તાને અનુરૂપ, ગીતલેખનની સૂઝને ગુજરાતી ફિલ્મોમાં તેમણે બરાબર અમલમાં મૂકી. તેને લઈને ગુજરાતી ગીતોમાં અવિનાશભાઈની કલમ બરાબર નીખરી. ગુજરાતના લોકજીવન, સંસ્કારજીવનને ઉજાગર કરતા અનેક ગીતો તેમણે લખ્યાં અને સંગીતબદ્ધ કર્યાં.
  • હિંદી ફિલ્મોમાં તેમણે સરસ્વતીકુમાર‘દીપક’, રમેશ ગુપ્તા, ભરત વ્યાસ, કમર જલાલાબાદી, પ્રદીપ, અન્જાન, ઈન્દીવર, પ્રેમ ધવન, પી.એલ. સંતોષી, રાજા મહેંદી અલી ખાં જેવા પ્રતિભાશાળી ગીતકારોએ લખેલાં ગીતો સ્વરબદ્ધ કર્યાં છે,
  • ઘેર ઘેર મળી જાય એવું અવિનાશ વ્યાસનાં ગીતોનું આલ્બમ.

  • યાદગાર ગીતો
    • ‘તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમી જાય રે..(ગીતારોય, ફિલ્મ: મંગલફેરા)’
    • ‘નૈન ચકચૂર છે’(મહંમદ રફી- લતા, ફિલ્મ: મહેંદી રંગ લાગ્યો),
    • ‘પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે (મુકેશ, બિનફિલ્મી)’
    • ‘પિંજરું તે પિંજરું’ (મન્નાડે, બિનફિલ્મી)
    • ‘માડી તારું કંકુ ખર્યું’ (આશા ભોંસલે, બિનફિલ્મી),
    •  ‘આવને ઓ મનમાની’ (હેમંતકુમાર, ફિલ્મ: હીરો સલાટ),
    • ‘હું અમદાવાદનો રીક્ષાવાળો’(કિશોરકુમાર, ફિલ્મ: માબાપ)
    • ‘રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે..’ (ફિલ્મ: મંગલફેરા- ૧૯૪૯) ગીત તો એટલું લોકપ્રિય થયેલું કે તેમને એ ગીતની રોયલ્ટી પેટે વીસેક હજાર રૂપિયા જેવી માતબર રકમ એ જમાનામાં મળેલી.
  • ઉપેન્દ્ર ત્રિવેદી – “ અવિનાશભાઈની વ્યાવસાયિક સૂઝ જબરદસ્ત એટલે બરાબર જાણે કે નિર્માતાને નુકસાન ન જવું જોઈએ. કોઈ ફિલ્મમાં સંગીત એ આપે એટલે બે-ત્રણ લોકગીતો એમાં લે, એના શબ્દોમાં ફિલ્મની જરૂર મુજબ ફેરફાર કરે અને બાકીનાં બે-ત્રણ ગીતોમાં પોતાને ગમતા પ્રયોગો કરે. એટલે માનો કે, પ્રયોગવાળાં ગીતો ન ચાલે તો પણ લોકગીતોને કારણે ફિલ્મનું સંગીત ચાલે જ અને નિર્માતાને નુકસાન ન જાય.”
  • એક અંદાજ મુજબ અવિનાશભાઈની કલમમાંથી સર્જાયેલાં ગીતોની સંખ્યા પાંચ આંકડે પહોંચે છે.
  • સુરેશ દલાલ દ્વારા તેમનાં ગીતોનું સંપાદન ‘પાંદડું લીલું ને રંગ રાતો’

સન્માન 

  • ૧૯૭૦ – સંગીતમાં તેમના પ્રદાન બદલ પદ્મશ્રીનું સન્માન

સાભાર

14 responses to “અવિનાશ વ્યાસ, Avinash Vyas

  1. સુરેશ જુલાઇ 29, 2011 પર 12:15 એ એમ (am)

    ખુટતી વિગતો આપી અને વિગત સભર પ્રતિભાવો આપી , ગુજરાતના આ બહુ મૂલ્યવાન રત્નને વાચકો બિરદાવે એવી અભ્યર્થના …..

  2. સુરેશ જુલાઇ 29, 2011 પર 12:19 એ એમ (am)

    ‘અમર સદા અવિનાશ’ આલ્બમનું કર્ણાવતી ક્લબ – અમદાવાદ માં રિલિઝ ,એ મારે માટે જીવનભરનું સંભારણું છે. એમાં ગુજરાતના લગભગ બધા ટોચના ગાયકો, સુગમ સંગીતકારોને મંચ પર જોવા , સાંભળવા મળ્યા હતા.
    હર્શિદાબેન રાવળ, તેમની દિકરી, અને તેનીય દિકરીએ એક ગીતની ત્રણ કડીઓ અલગ અલગ ગાઈ હતી, અને ચોથી ત્રણેયે સાથે – એ યાદગાર ઘડી ભૂલી શકાય એમ નથી.

    એ અમર ગીત …
    મારી વેણીમાં ચાર ચાર ફૂલ , અંબોડલે ….

  3. dhavalrajgeera જુલાઇ 29, 2011 પર 8:41 એ એમ (am)

    Avinashbhai Lived in Gotini Sheri,Khadia,Amadavad later they moved to Mumbai.
    His Son Gaurang Vyas is living in Amadavad,Good friend and Music Composer Director beside Educated as an Engineer.

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org

  4. manvant Patel જુલાઇ 29, 2011 પર 9:34 એ એમ (am)

    AABHAR Do.TRIVEDI ANE SURESHBHAI
    TEMAJ AVINASHBHAINO.GEET-MAHITI
    SUNDAR AAPI CHHE.LAABH LIDHO.

  5. Capt. Narendra જુલાઇ 29, 2011 પર 11:44 એ એમ (am)

    Avinashbhai was by far one of the most prolific and gifted artist. He made us proud.

  6. chandravadan જુલાઇ 29, 2011 પર 2:39 પી એમ(pm)

    Avinash Vyas…was a Jewel of Gujarat..His Rachanao are rememered always by all….He is Amar in these Memories.
    Nice to know of his Life.
    I hope someone who reads this Post will add MORE Personal Info which are missing in the Profile published
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Sureshbhai Hpoe to see you & others on Chandrapukar !

  7. girishparikh જુલાઇ 30, 2011 પર 7:38 એ એમ (am)

    Please read આજનો પ્રતિભાવઃ ગીત સંગીત … અવિનાશ વ્યાસ ! on http://www.girishparikh.wordpress.com and give your comments. Thanks.

  8. Pingback: ગૌરાંગ વ્યાસ, Gaurang Vyas | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. skhdev patel જાન્યુઆરી 17, 2012 પર 11:50 પી એમ(pm)

    Avinash Vyas , Gujarat nee “Wankee re Paaghaladi ” nu Varnagee Fumatu chhe.

  10. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

  11. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  12. Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય

  13. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  14. ભીખુભાઈ ડિસેમ્બર 31, 2017 પર 1:54 પી એમ(pm)

    ગુજરાતી પ્રતિભા….
    ખુબ સરસ લેખ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: