ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ભૂપત વડોદરિયા,Bhupat Vadodariya


ઉતાવળ એ હકીકતે આપણા ગુપ્ત અહંકારનો જ વલવલાટ છે. એક દિવસમાં આપણે ભૂગોળ કે ઈતિહાસ શીખી લેવાં છે. એક અઠવાડિયામાં આપણે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ હાંસલ કરી લેવું છે.

___

મોટા માણસોની વાત સૌ કોઈ કરે, મોટા માણસો વિષે આપણને જાણવા-સમજવાનું પણ ગમે, પણ ખરેખર મોટા માણસોની સંખ્યા કોઈ પણ સમયે કેટલી હોઈ શકે ? 

વેબ સાઇટ

રચના –  ૧ 

નામ

 • ભૂપતભાઇ છોટાલાલ વડોદરિયા

જન્મ

 • 19 ફેબ્રુઆરી – 1929; ધ્રાંગધ્રા; મુળ ગામ પાળિયાદ

કુટુમ્બ

 • માતા – ચતુરાબેન ; પિતા – છોટાલાલ; ત્રણ વર્ષે પિતાની ચિરવિદાય
 • પત્ની – ભાનુબેન ; લગ્ન– 1951

અભ્યાસ

 • બી.એસસી – શામળદાસ કૉલેજ ; ભાવનગર
વ્યવસાય
 • ‘લોકશક્તિ’માં પત્રકાર,’ફૂલછાબ’ના મુખ્ય તંત્રી
 • ‘સંદેશ’માં સમાચાર સંપાદક,’ગુજરાત સમાચાર’માં સહાયક તંત્રી
 • ‘સમભાવ’ના તંત્રી
 • ગુજરાત રાજ્યના માહિતી નિયામક, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ

જીવન ઝરમર

 • ગુજરાતના એક શીર્ષસ્થ પત્રકાર અને સાહિત્યકાર
 • પચાસથી વધુ પુસ્તકોના સિધ્ધહસ્ત લેખક
 • દૈનિકો – સમભાવ, જનસત્તા  લોકસત્તા, સમાંતર ;   સાપ્તાહિક – અભિયાન ના તંત્રી
 • ગુજરાત સાહિત્ય અકાદમીના ભૂતપુર્વ પ્રમુખ
 • ગુજરાતના અનેક અખબારોમાં તેમની નામના અને ખાસ કરીને ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્યભાસ્કર, ગુજરાત ટાઇમ્સ (ન્યુ યોર્ક) માં તેમના લેખ છપાયા છે અને હજુ ઘણાં અખબારોમાં નિયમિત છપાય છે
 • તેમની કટારો લગ્નમંગલ, ઘરેબાહિરે અને પંચામૃત દ્વારા ગુજરાતના ઘરેઘરમાં તેમણે અભૂતપુર્વ સ્થાન મેળવ્યું છે
પ્રદાન
 • મૈત્રી, પ્રણય, પરિણય અને મધ્યમવર્ગીય જીવનસંઘર્ષનું વર્ણન
 • લગ્ન અને દાંપત્યજીવન પ્રિય વિષયો
રચનાઓ
 • નવલકથા – સત્તર પંચા પંચાણું, ખાલી ખિસ્સે મેળામાં,  નિસ્બત, જુની છબીમાં એક અજાણ્યો ચહેરો, અગનબિંદુ, આંસુમાં ડુબી એક નૌકા, ઉઘાડી આંખનું સપનું, કાંચનમૃગ, સોનાના પિંજરે તરસ્યાં પંખી, પ્રેમપંથ શૂરાનો, નહીં સુખ, નહી દુ:ખ, અજાણી રેખાઓ
 • વાર્તાઓ  –  ચિંતન,  પંચામૃત આચમન, અંતરની વાત, સો વાતની એક વાત- જિંદગી, જિંદગી જિંદાદિલીનું નામ, જિંદગી એક સફર
 • વિવેચન –  પરખ
 • લગ્નવિષયક – દર્પણ, લગ્નમંગલ
 • અન્ય લેખકોના તેમને  લગતા પુસ્તક – શ્રી. ભૂપત વડોદરિયા : વ્યક્તિત્વ અને વાડમય – સૂર્યકાંત દવે ; પુરુષાર્થ અને શ્રધ્ધાનો સંગમ: ભૂપતભાઇ વડોદરિયા – દિનકર પંડયા

સન્માન

 •  અનેક પુરસ્કારો અને એવોર્ડથી સન્માનિત
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  –  ખંડ ૬
 • ઇલાક્ષી પટેલ

 

5 responses to “ભૂપત વડોદરિયા,Bhupat Vadodariya

 1. સુરેશ ઓગસ્ટ 1, 2011 પર 7:45 પી એમ(pm)

  મારા બહુ જ પ્રિય લેખક.
  તેમના લેખોના સંગ્રહનો એક સરસ બ્લોગ …ઢગલાબંધ લેખો અહીં મળશે. તેમનાં સંબંધી ઈલાક્ષીબેન પટેલ આ બ્લોગનું સંચાલન કરે છે.

  http://shabdpreet.blogspot.com/

 2. manvant Patel ઓગસ્ટ 1, 2011 પર 8:25 પી એમ(pm)

  Shree Sureshbhaino khoob aabhar …..
  Guj.Timesmaa emnaa lekho aave chhe.
  temnaa jeevan vishe vaachi anand thayo.
  Abhinandan sah Shubhechchha !

 3. Pingback: અનુક્રમણિકા – ભ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: