“ લઘુકથા જીવનના એક જ સંદર્ભને સ્પર્શે છે, જે એના કેન્દ્રરૂપ પેલા સિચ્યુએશન સાથે સીધો સંકળાય છે; અને બીજા સંદર્ભો તો સિચ્યુએશનના પૂરક અંશો જ હોય છે.”
પ્રેરક અવતરણ……. “ મન તણો ગુરુ મન કરશે, તો સાચી વસ્તુ જડશે.”
“To start a story still scares me to death.” – Steinbeck
“… પ્રોફેસર થવાની મોહિની ખંખેરી નાંખી, પોતાના સમાજમાં ઊછરતાં બાળકો વચ્ચે જઈને તેઓ બેઠા છે.” – ઉમાશંકર જોશી.
( રીડ ગુજરાતી પર ) – ૧ – ; – ૨ –
કનકપાત્ર( અક્ષરનાદ પર )
લઘુકથા અને તેમના વિશે બહુ જ સરસ લેખ (પ્રેમજી પટેલ)
સમ્પર્ક
- ૫૦૧/૨૧, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ રોડ, અમદાવાદ, ૩૮૦ ૦૫૪
જન્મ
અવસાન
- ૧૩, માર્ચ , ૨૦૨૦, અમદાવાદ
કુટુમ્બ
- માતા- જેઠીબેન, પિતા – બાબાઈદાસ
- પત્ની- હીરાબેન ( લગ્ન- ૧૯૪૫, કહોડા- સિદ્ધપુર)
- સંતાન – ચાર
શિક્ષણ
- ૧૯૪૩ – મેટ્રિક
- ૧૯૪૭ – ઈતિહાસ અને અર્થ શાસ્ત્ર સાથે મુંબાઈ યુનિ.માંથી બી.એ.
- ૧૯૫૫ – ગુજરાત. યુનિ.માંથી બી.એડ
- ૧૯૬૧ – ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમ.એ.
- રાષ્ટ્રભાષા રત્ન
વ્યવસાય
- અધ્યાપન,ખાસ તો કડીના સર્વ વિદ્યાલયમાં.

જીવન ઝરમર
- ૧૯૫૦ માં અમદાવાદની સાહિત્યિક આબોહવા અને ૧૯૬૧માં અમદાવાદની આર્ટ્સ કોલેજમાં અધ્યાપન કાર્ય છોડી કડીની શાળામાં પુનરાગમન.
- ઉમાશંકર જોશી સાથે ગાઢ મૈત્રી
- ભોળાભાઈ પટેલ એમના શિષ્ય હતા. – “નો સ્ટડી વિધાઉટ કડી!”
- કડીના સર્વ વિદ્યાલયના વડા તરીકે નિવૃત્ત
- ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના પ્રખર પુરસ્કર્તા.
- નેશનલ જ્યોગ્રોફિક મેગેઝિનના આશક
- સર્વપ્રથમ ટૂંકી વાર્તા ‘બહાદર’ ૧૯૪૯, સપ્ટેમ્બરના ‘નવચેતન’માં પ્રકાશિત થઈ.
- પ્રિય ફિલ્મ ‘Blood and sand’ ; પ્રિય નાટક ‘ અમે બરફનાં પંખી’
- આકાશવાણી પર ઘણા કાર્યક્રમો આપ્યા છે.
- ભારત ઉપરાંત અમેરિકા, કેનેડામાં ઘણી વખત પ્રવાસ કર્યો છે.
અન્ય શોખ
- ચિત્રકળા, શાસ્ત્રીય વાદ્યસંગીત
રચનાઓ
- નવલકથા– હેતનાં પારખાં, અંતિમ દીપ, સાંજ ઢળે, નયન શોધે નીડ, શમણાં ન લાગે હાથ, ટહૂકે પંખી કોઈ ઘટામાં, રણમાં છાઈ શ્યામ ઘટા, ભાસ- આભાસ
- વાર્તાસંગ્રહ – હવા તુમ ધીરે બહો, વિધિનાં વર્તુળ, ટૂંકા રસ્તા, મોટી વહુ, પ્રત્યાલેખન, ક્રોસરોડ
- લઘુકથા સંગ્રહ – ઝાકળમાં સૂરજ ઊગે
- વિવેચન– ટૂંકી વાર્તા – મીમાંસા
સન્માન
- ૧૯૮૪- શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ગુજરાત રાજ્યનો એવોર્ડ
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર – ભાગ -૨ ,રાધેશ્યામ શર્મા
Like this:
Like Loading...
Related
મારી લઘુકથાઓ …
http://gadyasoor.wordpress.com/category/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/%E0%AA%B2%E0%AA%98%E0%AB%81%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE/
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય