ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

દિલીપ ધોળકિયા, Dilip Dholakia


તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો .

આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો.

એક અભ્યાસપૂર્ણ લેખ – શ્રી. બીરેન કોઠારી

સાંભળો …. ઢગલાબંધ ગીતો

જીવન ઝરમર

તેમને હાલતા ચાલતા દર્શાવતી વિડિયો નિહાળો

જીવન વિશે વેબ સાઈટ

—————————————————

જન્મ

  • ૧૫ ઓક્ટોબર, ૧૯૨૧, જૂનાગઢ

અવસાન

  • ૨, જાન્યુઆરી, ૨૦૧૧, અમદાવાદ

કુટુમ્બ

  • માતા – મુક્તાબેન; પિતા – ભોગીલાલ ( ઈજનેર)
  • પત્ની –  ધ્રુમનબેન, પુત્રો – કંદર્પ, રજત( સંગીતકાર)

શિક્ષણ

  • પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ – જૂનાગઢની બહાદૂરખાનજી હાઈસ્કૂલમાં
  • ૧૯૪૨ – જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ.

વ્યવસાય

  • મુંબાઈ રાજ્યમાં ગૃહખાતા, પ્રેસ એડ્વાઈઝરી બોર્ડ, પરિવહન વિભાગ અને છેલ્લે એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં ઓડિટર તરીકે નોકરી
  • ૧૯૪૫ – ૧૯૮૮ મુંબાઈના ચલચિત્ર ઉદ્યોગ અને અન્ય માટે  સંગીતકાર

તેમના વિશે વિશેષ

  • ચલચિત્ર અને રંગભૂમિનાં ખ્યાતનામ કલાકાર દીના ગાંધી તેમનાં સહાધ્યાયી.
  • સાત વર્ષના હતા, ત્યારથી દાદા મણિશંકર સાથે સ્વામીનારાયણ મંદિરમાં ભજન ગાવા જતા.
  • પિતાની પ્રેરણાથી વાંસળી અને પખાવજ વગાડતાં શીખ્યા.
  • બાળપણમાં તેમનો અવાજ કર્કશ હતો, અને યુવાનીમાં આવ્યા બાદ, તેમાં સુધારો થયો.
  • 1942 – મુંબાઈ સ્થળાંતર
  • ભિંડી બજાર ઘરાનાના અમાનલીખાં સાહેબના શિષ્ય પાંડુરંગ આંબેકર પાસેથી શાસ્ત્રીય સંગીત અને કંઠ્ય સંગીતની તાલીમ
  • મુંબાઈની એક જાણીતી બનેલી મંડળીમાં ગાયક તરીકે શરૂઆત( જેમાંથી અવિનાશ વ્યાસ, નીનુ મજુમદાર, આશા  ભોંસલે જેવા કલાકારોએ શરૂઆત કરી હતી.
  • ૧૯૪૪- આકાશવાણીમાં અનિયમિત કલાકાર તરીકે ગાવાનું શરૂ કર્યું.
  • આ જ ગાળામાં ‘કિસ્મતવાલા’ ફિલ્મમાં પાર્શ્વસંગીત અને ત્રણ ગીતોની સ્વરરચના કરી.
  • રામચન્દ્ર પાલ સાથે કાયમી ધોરણે પાર્શ્વગાયક તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને સરકારી નોકરી છોડી. પણ સ્વતંત્રતાની ચળવળને કારણે ફિલ્મ ઉદ્યોગ પર થયેલી માઠી અસરના કારણે અમૂક સમય બેકાર રહેવું પડ્યું.
  • આ સમયમાં ‘ કરિયાવર’ , ‘ શેણી વિજાણંદ’ ,’વીણાવેલી’ ચલચિત્રોમાં ગીતો ગાયાં.
  • ૧૯૪૮ – અજિત મર્ચન્ટ ના ‘ દીવાદાંદી’ ચલચિત્ર માં મદદનીશ સંગીતકાર તરીકે  કામ કર્યું ; જેમાં  ‘તારી આંખનો અફિણી’ રચાયું.
  • ૧૯૫૦ – તારી આંખનો અફિણીની રેકર્ડ બહાર પડી અને મશહૂર બની ગયા.
  • ૧૯૫૬- ૫૭ થી સ્વતંત્ર રીતે સંગીતકાર તરીકે શરૂઆત. લતા મંગેશકર, આશા ભોંસલે, મહમ્મદ રફી, જેવા અનેક મશહૂર ગાયકોએ એમની તર્જો પર ગીતો ગાયાં.
  • સત્યવાન સાવિત્રી, કંકુ, મોટા ઘરની દીકરી, મેના ગુર્જરી, સતનાં પારખાં, ડાકુરાણી ગંગા વિ, ગુજરાતી ચલચિત્રોમાં પૂર્ણ કક્ષાએ સંગીત આપ્યું.
  • એસ,એન, ત્રિપાઠી, લક્ષ્મીકાન્ત પ્યારેલાલ, હૃદયનાથ મંગેશકર સાથે પણ સંગીતકાર તરીકે કામ આપ્યું છે. એમાં ‘જા જા રે ચંદા’, ‘ મિલે નૈન ગયા ચૈન’, ‘ જા રે બેઈમાન’ ગીતોની ધૂન બહુ પ્રખ્યાત બની છે.  
  • ૧૯૮૫- લન્ડનમાં યોજાયેલ ભારત મહોત્સવમાં સંગીતકાર તરીકે ભાગ લીધો હતો.  
  • મીરાં ભજન, ભગવદ ગીતા, જ્ઞાનેશ્વરી ગીતા જેવાં અનેક આલ્બમોમાં સંગીત આપ્યું છે.
  • આકાશવાણી અને દૂર દર્શન પર અનેક જીવંત કાર્યક્રમો આપ્યા છે.
  • તેમણે ગાયેલાં ગીતોનાં અનેક આલ્બમો બહાર પડ્યાં છે.
  • દૂર દર્શનની શ્રેણી ‘સરસ્વતીચન્દ્ર’ નાં ૨૧ ગીતોની સ્વર રચના કરી છે.
  • ગુજરાતી ફિલ્મોની પરિક્ષણ સમિતીના સભ્ય પણ રહી ચૂક્યા છે.  
  • જીવનના છેવટના વીસેક વર્ષ અમદાવાદમાં નિવાસ

સન્માન

  • ગુજરાત રાજ્યનો ગૌરવ પુરસ્કાર
  • સુગમ સંગીત ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ

સાભાર

  • ગુજરાતી વિશ્વકોશ, શ્રી. રાસબિહારી દેસાઈ, શ્રી. બીરેન કોઠારી

7 responses to “દિલીપ ધોળકિયા, Dilip Dholakia

  1. dhavalrajgeera સપ્ટેમ્બર 12, 2011 પર 3:20 પી એમ(pm)

    Dear Bhai Suresh,

    Getting a details from Rasbhai beside Biren Kothari and ગુજરાતી વિશ્વકોશ has put Dilipbhai in akshar Life and His singing bring surfers close to Nadbhrama.

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org

  2. સુરેશ સપ્ટેમ્બર 12, 2011 પર 4:22 પી એમ(pm)

    અમદાવાદમાં સુગમ સંગીતના કાર્યક્રમમાં બે ત્રણ વખત તેમને સાંભળવાનો લ્હાવો મળેલ છે. સપ્તકના સંગીત સમારોહમાં તો એમને બાજુએ બેઠેલા જોઈ અહોભાવ અનુભવ્યો હતો.

  3. sanjay chaudhari જાન્યુઆરી 25, 2013 પર 1:36 એ એમ (am)

    sureshbhai please contect me 9426123257 sanjay chaudhari

  4. Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: