ઈ-વિદ્યાલય, નવી સામગ્રી
- ઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021
- મીરની કળા મે 12, 2021
- પોષણવાડી મે 6, 2021
- મશીનરી – ૧ એપ્રિલ 26, 2021
- ધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021
મુલાકાતીઓની સંખ્યા
- 3,706,464 વાચકો
નવા પરિચય
- સ્વ. ડો. કનક રાવળ
- દાઉદભાઈ ઘાંચી
- રમાબહેન મહેતા
- ગુજરાત છે અમરતધારા
- આદર્શઘેલી બેલડી, તુલા – સંજય (વિશ્વ ગ્રામ)
- દેવયાની ડંગોરિયા – તેલંગણાનાં ગુજરાતી અમ્મા
- ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ
- ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે
- કેલેન્ડર – ૨૦૨૨
- સાહિત્યકાર કેલેન્ડર
- નામ/ ઉપનામ
- ૫૦ પ્રેરક જીવન ચરિત્રો
- અંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai
- વેદિક વિજ્ઞાન
- ગુજરાતી સાહિત્ય
વિભાગો
વાચકોના પ્રતિભાવ
Prajapati umakant પર કલાપી, Kalapi | |
વિજયકુમાર જમનાદાસ થા… પર લતા હીરાણી, Lata Hirani | |
Rajendra mehta પર યાસીન દલાલ, Yasin Dalal | |
nabhakashdeep પર સ્વ. ડો. કનક રાવળ | |
pragnaju પર સ્વ. ડો. કનક રાવળ | |
nabhakashdeep પર સ્વ. ડો. કનક રાવળ | |
અક્ષયપાત્ર/Axaypatra પર સ્વ. ડો. કનક રાવળ | |
Deepika Dhimmar પર હોમી ભાભા, Homi Bhabha | |
Harishbhai Motibhai… પર ઉત્તમ ગજ્જર, Uttam Gajjar |
Pingback: અભ્યાસ ઉપયોગી કેટલીક સાઇટ….. | અભ્યાસક્રમ
Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય
ગીત; ગઝલ; છાંદસ; અછાંદસ કવિતાઓ.
વિવેચન; આસ્વાદ; શોધનિબંધો;પ્રસ્તાવનાઓ અને હિન્દુસ્તાની- (હિન્દી- ઉર્દૂ)ગઝલો લખી છે.
જન્મસ્થળ:– ખાંભા ( જિ.અમરેલી)
જન્મ: 09..05..1949
સાત કાવ્ય- ગઝલસંગ્રહ
બે વિવેચન– અભ્યાસગ્રંથો
છએક સંપાદનો.
1989 થી 1999 પગદંડી દૈનિકની પૂર્તિઓના સહસંપાદક તરીકે સેવા આપી. એ દરમિયાન લગભગ અઠવાડિયામાં ત્રણ કોલમ લખાતી…
નામની આગળ અને પાછળ કશું ના જોઈએ,
એ બધું છે કેટલું પોકળ, કશું ના જોઈએ.
રોજ તકલાદી સમય વેંઢારવો કોને ગમે ?
તૂટવું એ કાચનું અંજળ, કશું ના જોઈએ.
જિન્દગી જુગાર મોટો, આપણું હોવું નહીં,
હારવાનું ત્યાં બને પળપળ, કશું ના જોઈએ.
અર્ધથી ઉપરાંત આંસુ ખોઈ તો બેઠા છીએ,
ખોઈ બેઠા શ્વાસ પણ ચંચળ, કશું ના જોઈએ.
એકલો બસ, એકલો ચાલ્યા કરું છું ક્યારનો,
આજ કહે છે તું કે પાછો વળ, કશું ના જોઈએ.
– ગુણવંત ઉપાધ્યાય
ઘણી યે વાર એવું થાય કે અપવાદ થઈ જઈએ,
નિયમની ભારના અક્ષર લખી નિર્નાદ થઈ જઈએ.
કશું પણ ભાર કે અંદર નથી હોતું, ન હોવાનું;
અસલ અસ્તિત્વનું સ્પષ્ટીકરણ એકાદ થઈ જઈએ.
સતત છું દાવમાં ને દાવ પણ આપ્યા સતત કરતો,
ન ઈચ્છા દાવ લેવાની, ભલે બરબાદ થઈ જઈએ.
સ્વયં પોતે જ રમતું હોય એવું છું રમકડું તો,
ઘડીભર કોઈ માટે મામૂલી મરજાદ થઈ જઈએ.
નથી કોઈ એવું સ્થળ પહોંચી જ્યાં તમે કહેશો,
ફક્ત એકાર્ધ ક્ષણ માટેય તો આઝાદ થઈ જઈએ.
જરૂરી આમં તો ઉકેલવી છે આંખ પોતાની,
સમયનાં વ્હેણના સાક્ષી મટી ફરિયાદ થઈ જઈએ.
સમયમાં કે સ્વયંમાં આખરે ‘ગુણવન્ત’ અટવાતાં,
અદબને છોડી આદમકદ ઊંચા ઉસ્તાદ થઈ જઈએ.
+
બહું થયું કિરતાર,
હવે તો બહું થયું કિરતાર
વહેણ વચાળે ડૂબવા લાગ્યા લોકો અપરંપાર !
હવે તો બહું થયું કિરતાર !
સુખદુઃખનાં પલ્લામાં પગને કેમ કરી ટેકવવા?
મત્સ્યવેધની અહીં અપેક્ષા કેમ કરો ગિરધરવા?
કરવત જેવી તલવારોને બન્ને બાજુ ધાર !
હવે તો બહું થયું કિરતાર !
આજકાલ તો બચી ગયેલાં પાંખ વગરનાં પંખી
ઉપરથી પહેરાવી એને એકલતાની બંડી
ચાર દીવાલો વચ્ચે મહોરે ધગધગતા અંગાર !
હવે તો બહું થયું કિરતાર !
– ગુણવંત ઉપાધ્યાય
કોરોનાની મહામારી ગુજરાતી સાહિત્ય માટે રોજેરોજ વધુ ને વધુ હૃદયવિદારક બનતી જાય છે. વધુ એક કવિ એના ખપ્પરમાં હોમાઈ ગયા. ભાવેણાના કવિશ્રી ગુણવંત ઉપાધ્યાયે કોરોનાના કારણે આપણી વચ્ચેથી વિદાય લીધી.
મૃત્યુને જોઈને કવિહૃદય જે સંવેદના અનુભવે એનું આ અન્ય એક ઉદાહરણ છે. ૧૬ એપ્રિલના રોજ કવિએ કોરોનાના કારણે પોતાના નાના ભાઈને ગુમાવ્યો. બે દિવસ પછી ૧૮ એપ્રિલે, કવિએ ભાતૃવિરહમાં આ રચના લખી અને ૨૮ એપ્રિલે તો કવિ પોતે કોરોનાગ્રસ્ત થયા. અને અઠવાડિયાથી ઓછા સમયમાં, ૦૪-૦૫-૨૦૨૧ના રોજ તો કવિ પણ આપણને છોડી ગયા…
લયસ્તરો તરફથી કવિને નાનકડી શબ્દાંજલિ