ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

આશા પારેખ,Asha Parekh


તેમના સંખ્યાબંધ વિડિયો નિહાળો

નામ

આશા પારેખ

જન્મ

૨ ઓક્ટોબર ૧૯૪૨; મહુવા – જિ. ભાવનગર

કુટુંબ

 • પિતા – પ્રાણલાલ પાતેખ
 • માતા – સુધા પારેખ (કોસ્ચ્યુમ ડિઝાઇનર)
Asha_Parekhતેમના વિશે થોડું
 • મધ્યમવર્ગીય ગુજરાતી પરિવારમાં હિન્દુ પિતા અને મુસ્લીમ માતાને કુખે જન્મ
 • એકમાત્ર સંતાન હોવાને કારણે લાડકોડમાં ઉછેર
 • માતાના આગ્રહને કારણે અત્યંત નાની ઉંમરે શાસ્ત્રીય નૃત્યની તાલીલ લીધી. અનેક નૃત્ય કાર્યક્રમો આપવાનો પ્રારંભ કર્યો.
 • આવા એક કાર્યક્રમમાં જાણીતા નિર્માતા બિમલ રોયની નજર પડી. ‘બાપ બેટી’ ફિલ્મ દ્વારા ફક્ત દસ વર્ષની ઉંમરે સીનેપ્રવેશ.
 • સોળ વર્ષની ઉંમરે નિર્માતા વિજય ભટ્ટ દ્વારા તેઓ ‘સ્ટાર મટીરીયલ’ ન હોવાને કારણે ફિલ્મ ‘ગૂંજ ઊઠી શહનાઇ’ ફિલ્મમાંથી કાઢી મુકાયા.
 • એસ. મુખરજીની ફિલ્મ ‘દિલ દેકે દેખોજી’ ફિલ્મ દ્બારા અભિનેત્રી તરીકે પ્રવેશ કર્યો. ફિલ્મને સારી સફળતા મળી.
 • અભિનેતા શમ્મી કપૂર સાથે અનેક સફળ ફિલ્મો આપી. નોંધપાત્ર ફિલ્મો છે; તિસરી મંઝીલ, જવાન મહોબત્ત વગેરે
 • સને ૧૯૬૬માં આવેલ ‘દો બદન’ ફિમથી પોતાની અભિનય ક્ષમતા પૂરવાર કરી.
 • ૨૧ વર્ષ સુધી ફિલ્મનિર્માણના ક્ષેત્રે કામ કર્યું.
 • ૧૯૯૦થી ટેલીવિઝન ધારાવાહિકના નિર્માણક્ષેત્રે ઝંપલાવ્યું. ‘આકૃતિ’ ફિલ્મ નિર્માણ કંપનીના નામ હેઠળ ‘કોરા કાગઝ’, પલાશ-એક ફૂલ’, ‘દાલ મે કાલા’ વગેરે નામની સફળ ટીવી ધારાવાહિકનું નિર્માણ કર્યું.
 • ગુજરાતી ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’માં કાર્ય કર્યું. ફિલ્મને અભૂતપૂર્વ સફળતા મળી.
સિદ્ધિ/સન્માન
 • ‘ભારતીય ફિલ્મ સેન્સર બોર્ડ’ના પ્રથમ સ્ત્રીઅધ્યક્ષા (૧૯૯૮ થી ૨૦૦૧)
 • ‘સિને કલાકાર સંઘ’ના પ્રમુખ (૧૯૯૪-૨૦૦૦)
 • તેમના માનવ સેવાના કાર્યો પ્રત્યે આભાર દર્શાવવા મુંબઇની એક હોસ્પીટલનું ‘આશા પારેખ હોસ્પીટલ’ નામાભિધાન કરવામાં આવ્યું.
 • ‘સિને કલાકાર કલ્યાણ સંઘ’ના ખજાનચી
 • ૭મો આંતરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ અકાદમી પુરસ્કાર (૨૦૦૭)
 • લાઇફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર – ૯મો બોલીવુડ એવોર્ડ્સ (અમેરિકા)
 • લાઇફ ટાઇમ અચિવમેન્ટ પુરસ્કાર – ૫મો વાર્ષિક આંતરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવ (પુણે)
 • કટી પતંગ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર
 • પદ્મશ્રી પુરસ્કાર (૧૯૯૨)
 • કલાકાર પુરસ્કાર
 • સપ્તતરંગ કે સપ્તર્ષી પુરસ્કાર
 • ભારતીય ઉદ્યોગ ફેડરેશન દ્વારા જીવંત દંતકથા પુરસ્કાર
 • સહ્યાદ્રી નવરત્ન પુરસ્કાર
 • પ્રકૃતિ રત્ન પુરસ્કાર
પ્રદાન
 • હિન્દી ફિલ્મો – દિલ દેકે દેખો, હમ દિન્દુસ્તાની, ઘુંઘટ, જબ પ્યાર કિસીસે હોતા હૈ, તિસરી મંઝીલ, ઝીદ્દી, દો બદન, ઉપકાર, ચિરાગ, નાદાન, ઉધાર કા સિંદૂર, મેં તુલસી તેરે આંગન કી, વગેરે
 • ગુજરાતી ફિલ્મ – અખંડ સૌભાગ્યવતી
 • હિન્દી ધારાવાહિક – કોરા કાગઝ, દાલ મેં કાલા, બાજે પાયલ, પલાશ – એક ફૂલ
 • ગુજરાતી ધારાવાહિક – અખંડ સૌભાગ્યવતી, જ્યોતિ
વધુ વાંચો

13 responses to “આશા પારેખ,Asha Parekh

 1. HATIM THATHIA ઓક્ટોબર 14, 2011 પર 8:17 એ એમ (am)

  lot of things you have forgotten, i accept the space limit but how she made her carrier, a philanthrophist, good dancer and love for Gujarat, and love for Mahuwa her father’s birth place should be noted anyway a good person selected for PRATEEBHA thanks carry on Jai Gujarat

 2. પરાર્થે સમર્પણ ઓક્ટોબર 15, 2011 પર 7:19 પી એમ(pm)

  આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,

  આપના આ આ ગુજરાતી પ્રતિભા પરિચયમાં નવા અને જૂની પેઢીના કવિઓ, લેખકો

  ગાયકો, સંગીતકારો અને અભિનેતા નાટ્યકાર,અભિનેત્રી વિષે ખુબ અલભ્ય માહિતીનો

  ભંડાર જાણવા મળે છે. વિશાલ જ્ઞાનનો વડલો હોય તેની છાંયમાં ઉભા રહેવાથી શાંત્વના

  તો મળે પણ અમુલ્ય જ્ઞાન પણ મળે.

 3. Pingback: » આશા પારેખ,Asha Parekh » GujaratiLinks.com

 4. bittu gandhi ડિસેમ્બર 24, 2011 પર 1:54 એ એમ (am)

  હેલ્લો પ્રિય મિત્રો …..:)

  અદભુત સંકલન! હુ હાલ એક વેબસાઈટ પ્રોજેક્ટ પર વર્ક કરી રહ્યો છે તે પૂરા વિશ્ર્વમાં નથી તથા સહ-લેખક તરીકે બુક લખી રહ્યો છું. આ બ્લોગ વાંચવાની મને ખુબ જ મજા આવી. ખુબ જ સરસ બ્લોગ. હું બ્લોગ લખુ છું. જેમા મે લખેલા અમુક આર્ટિકલ્સ મૂક્યા છે જેમ કે સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોઝનિયાક, પારકર પેનનો ઈતિહાસ તથા આ ઉપરાંત ટેકનોલોજીને લગતા આર્ટિકલ્સ પણ અહિ મુક્યા છે, જે ખાસ વાંચી અને આપનો મધુર પ્રતિભાવ આપવા વિનંતી. http://bittugandhi.blogspot.com/?spref=gb

  શુભ દિવસ રહે..

  આપનો વિશ્ર્વાસુ
  બિટુ ગાંધી
  (સંશોધક, લેખક, આંતરરાષ્ટ્રિય રેકર્ડ હોલ્ડર)

 5. Pingback: અભ્‍યાસ ઉપયોગી કેટલીક સાઇટ….. | અભ્યાસક્રમ

 6. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: અભિનેતાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. suresh patel palana ઓગસ્ટ 15, 2014 પર 11:20 પી એમ(pm)

  ashaji nu gujarati picture ‘ kulvadhu ‘ no ullekh kem nathi karyo ????

 11. છગનભાઇ પિપલિયા મે 12, 2021 પર 3:14 પી એમ(pm)

  માનનીય આશા પારેખનું જન્મ સ્થળ મહુવામાં

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: