ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

બંસીધર શુકલ -Bansidhar Shukla


પ્રેરક અવતરણ

“આપણે પ્રકૃતિના અંશ છીએ, એટલે સ્વાભાવિકતાથી વિવેકપુરઃસર જીવન જીવવાથી સુખ અને શાંતિનો અનુભવ થાય છે.”

તેમના વિશે…

  • ‘સર્વવિષય વખારી’
  • ‘સરકારી, અર્ધ સરકારી, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા જાકારો છતાં જ્ઞાન સંવર્ધન અને વ્યાપની પ્રવૃત્તિ એકલે હાથે ચાલુ રાખનાર કર્મઠ, સદા યુવાન, સાચા સારસ્વત.’

– રાધેશ્યામ શર્મા

તેમણે જવાબ આપેલા કેટલાક અદ્‍ભૂત પ્રશ્નો – ( નોન ગુગલી !)  

  • શેતરંજની રમતની શોધ કોણે કરેલી?
  • અકબરના દરબારના ‘ નવ રત્નો’ કયા?
  • માફિયાઓની કાર્યપ્રણાલિ કેવી હોય છે?
  • દસ અબજ પછીની સંખ્યાનાં નામો?
  • જગતનું સૌથી મોટું પક્ષી કયું?

——————————————————

સમ્પર્ક

  • ૬, જીવન સૌરભ, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ.
  • ટેલિ.નં.
  • ઘર – (૦૭૯)- ૨૬૬૩ ૯૫૫૭
  • મોબાઈલ – ૯૪૨૯૧ ૨૮૫૩૫

ઉપનામ

  • ચિત્રગુપ્ત, હરિહર, રાહુ, ફ્રેન્ક વ્હાઈટ

જન્મ

  • ૩૦, ઓક્ટોબર – ૧૯૩૧, અમદાવાદ
  • મૂળ વતન – રૂપાલ, ગાંધીનગર જિ.

કુટુમ્બ

  • માતા – પ્રસન્નબેન હરગોવિંદરાય પાઠક, પિતા– છગનલાલ હરનારાયણ શુકલ
  • પત્ની – સંજુલા સોમાભાઈ ત્રિવેદી( લગ્ન – ૧૯૫૬); દિકરીઓ – કાશ્મીરા, ઉલ્કા, પૂર્ણા

શિક્ષણ

  • પ્રાથમિક – બાળમંદિર, ખમાસા, અમદાવાદ; મ્યુનિ. શાળા, ખાડિયા;
  • માધ્યમિક – પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ , કાંકરિયા, અમદાવાદ
  • બી.કોમ. ( એચ.એલ. કોમર્સ કોલેજ, અમદાવાદ )
  • એલ.એલ.બી. (એલ.એ. શાહ લો કોલેજ, અમદાવાદ)

વ્યવસાય

  • અમદાવાદમાં કોમર્શિયલ આર્ટિસ્ટ તરીકે શરૂઆત,
  • ૧૯૬૧-૧૯૯૪ – એલ.આઈ.સી.માં
  • ૧૯૯૪-૨૦૦૯ – ગુજરાતી વિશ્વકોશમાં નિષ્ણાત તરીકે સેવા

તેમના વિશે વિશેષ

  • શાળાકાળમાં ગુજરાતી હતલિખિત માસિક ‘તરૂણ’ નું સંચાલન.
  • ૧૯૪૭  – ગુજરાતી માસિક ‘ બાલમિત્ર’ – આનંદમાં પહેલી પ્રકાશિત  વાર્તા ‘કુસંપનું પરિણામ’
  • પહેલું પ્રકાશિત પુસ્તક ‘ વાહન વ્યવહાર’
  • શરૂઆતમાં મ્યુનિ. દીવા નીચે ફૂટપાથ પર બેસીને પણ લેખન કાર્ય કરેલું છે.
  • ૧૯૫૫ થી – ‘નવચેતન’ માસિકમાં ‘ જનરલ નોલેજ’ અને ‘ સવાલ જવાબ’ કટારના સંચાલક – એક જ કટારમાં સાતત્ય માટે રાષ્ટ્રિય રેકર્ડ
  • ‘ધર્મ સંદેશ’ અને ‘ધર્મલોક’ માં પ્રશ્ન –ઉત્તર વિભાગનું સંચાલન.
  • ગુજરાતી દૈનિકોમાં અનેક લેખો છપાયા છે.
  • ૧૯૭૭થી – રેડિયો પર અનેક વાર્તાલાપ
  • કટાક્ષ ચિત્રકાર ( કાર્ટૂનિસ્ટ) તરીકે પણ જનસત્તામાં
  • અનેક સંસ્થાઓમાં વિવિધ વિષયો પર વ્યાખ્યાનો આપેલાં છે; અને સામાન્ય જ્ઞાન વિષયક અનેક સેમિનારોમાં વક્તા તરીકે ભાગ લીધેલો છે.
  • સર્જનમાં પ્રેરણામૂર્તિ – વોલ્ટ ડિઝની
  • અંગત પુસ્તકાલયમાં ૨૦૦૦ થી વધારે પુસ્તકો
  • જાતે પાઠપૂજા કરતા નથી, અને બાધા આખડીમાં માનતા નથી. પણ શ્રદ્ધાળુઓ તરફ વિરોધ નહીં.
  • બે પુત્રીઓનાં લગ્ન અત્યંત સાદગીથી કર્યાં.

હોબીઓ

  • ગાયન,હાર્મોનિયમ વાદન, ચિત્રકામ, ટપાલ ટિકીટ સંગ્રહ, સિક્કા સંગ્રહ વિ.

રચનાઓ

  • સામાન્ય જ્ઞાન, વ્યક્તિ પરિચય વિ. વિષયોને લગતાં ૫૧ પુસ્તકો
  • માહિતી – જ્ઞાન સંહિતા, પ્રસન્નિકા જ્ઞાનકોશ ભાગ  ૧ – ૧૦ , પૌરાણિક ચરિત્ર કોશ, વાહન વ્યવહાર,ધ્વજ પરેડ, માનવ અજાયબીઓ, મગજ માપો, પરમાણુ, ટેલિફોન, ટેલિવિઝન અને આવી ઘણી બધી પરિચય પુસ્તિકાઓ
  • ભજન / ભક્તિ સંગ્રહ – મંજુલ સ્મરણાંજલિ,
  • નવલકથા – સમર્પિતા
  • વાર્તા – મંદિરનાં બારણાં ઉઘાડો

સન્માન

  • ૧૯૫૫ – ઝગમગ ચન્દ્રક
  • ૧૯૭૦ – નવચેતન ચન્દ્રક
  • ૧૯૭૮– અમદાવાદ ઔદિચ્ય સહસ્ત્ર જ્ઞાતિ દ્વારા વિશેષ સન્માન
  • ૧૯૮૦– સંસ્કાર પરિવાર, વડોદરા એવોર્ડ
  • ૧૯૮૮ – ગુજરાત રાજ્યનો પુરસ્કાર – જ્ઞાન સંહિતા માટે
  • ૧૯૯૮ – ગુજરાતી વિશ્વકોશ દ્વારા સન્માન
  • ૨૦૦૬ – વિનુભાઈ રાવળ સમાજ સેવા પુરસ્કાર
  • ૨૦૦૬ – બાળસાહિત્ય એકેડેમી ચન્દ્રક

સાભાર

  • શ્રી. ભરત જાની
  • સાક્ષરનો સાક્ષાત્કાર, ભાગ -૬ , રાધેશ્યામ શર્મા

8 responses to “બંસીધર શુકલ -Bansidhar Shukla

  1. સુરેશ જાની નવેમ્બર 17, 2011 પર 2:09 પી એમ(pm)

    મારાં સદ્‍ભાગ્ય કે, ફેબ્રુ – ૨૦૧૧ માં મારા વડીલ ભાઈ ભરત જાની સાથે બંસીધર ભાઈને રૂબરૂ મળી શકાયું. ૫૮ વર્ષ અમદાવાદ રહ્યાં છતાં , આ સંબંધીની પ્રતિભાથી અજ્ઞાત રહ્યો – એ વસવસો તો થયો જ. પણ સાથે એમની પ્રતિભાને અહીં ઉજાગર કરવાનો સંકલ્પ પણ થયો.
    તેમની વિદ્યાવ્યાસંગિતા અને સરળતાને શત શત વંદન…

  2. Pingback: » બંસીધર શુકલ -Bansidhar Shukla » GujaratiLinks.com

  3. કમલેશ ઝાપડિયા ડિસેમ્બર 10, 2011 પર 5:12 પી એમ(pm)

    બંસીધર શુક્લ એ તો સાક્ષાત જ્ઞાનનો ખજાનો છે.

  4. કમલેશ ઝાપડિયા ડિસેમ્બર 10, 2011 પર 5:24 પી એમ(pm)

    પ્રસન્નિકા જ્ઞાનકોશ ભાગ ૧ – ૧૦
    અમારી શાળામા ગયા વર્સે વસાવ્‍યો. સમય જતા નેટ પર મુકવામા આવે તો ખુબ જ સરસ કાર્ય થાય.
    અને હા શ્રી સુરેશભાઇ જાની મારુ પાસે 1008 ગુજરાતીઓનો પરિચય ગ્રંથ છે. નંદલાલભાઇ દેવલુકે સંપાદન કર્યુ છે. મારે તેમને રૂબરુ મળવાનું બાકી છે. તઓ સહમતી અાપે તો અાખો ગ્રંથ સ્‍કેન કરીને મોકલવાનું વિચારું છુ. જે થી અા બલોગમા મૂકી શકાય.

  5. kavyendu Bhachech જાન્યુઆરી 12, 2012 પર 2:07 પી એમ(pm)

    કોઈ માણસને રસ્તે જતા માળો, તે એક પંતુજી જેવો લાગે, જોતા સાથે વાત કરવાનું મન ના થાય, પણ એક વાર મળ્યા પછી છુટા પાડવા નું મન ના થાય, જેની વાત તમને પકડી રાખે અને તમે જે જાણતા હો તેમાં થોડો વધારો થાય. ભલે વાત વિજ્ઞાન ની હોય, કે ભૂગોળ, ઈતિહાસ, રાજકારણ, અર્થકારણ, ભૂતપ્રેતની માન્યતા, ગ્રહ ઉપગ્રહ, કોઈ પણ વિષય હોય, બંસીભાઇ બધું જાણતા હોય.
    બંસીભાઇ એ વિકટ પરિસ્થિતિ માં બધું જાણવાનો શોખ કેળવ્યો. એકદમ અંગત વાત હોવાથી જાહેરમાં કરવી ઠીક નથી. પરંતુ વિકટ પરિસ્થિતિ હલ કરવા પોતાના શોખનો ઉપયોગ કર્યો. ફલસ્વરૂપ આપણને એક સક્ષમ સાક્ષર મળ્યો.
    એક આડવાત: Acturial Science જેવા વિષય ના શિક્ષક તરીકે પોતાના ઉપરી ને ભણાવ્યા અને તે ઉપરી એ promotion માટે નાપાસ કર્યાં. કારણ કે તેઓ તે વિષયમાં યોગ્યતા ધરાવતા નથી. આમ છતાં તેઓ મૌન રહ્યા. તેમને promotion ની જરૂર ક્યારે પણ લાગી નથી.
    બસીભાઈ નું પૂર્ણ કથન થયી શકે નહિ. અને બંસીધર નામેતો છે, અને મારા જેવા સામાન્ય માણસ માટે તો તેમનું જ્ઞાન લગભગ પૂર્ણ જ છે. બાકીતો બંસીધરને કોણ પામી શક્યું છે?

  6. Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: