ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

લતા હીરાણી, Lata Hirani


લેખક અને આકાશવાણી/ દૂરદર્શન કલાકાર

તેમનાં કાવ્યો 

એક અછાંદસ

એક માહિતી લેખ 

lata

આ ચિત્ર પર ક્લિક કરો અને તેમના બ્લોગ પર પહોંચો.


જન્મ

  • 27 ફેબ્રુઆરી 1955 (મોરબી)
  • વતન – જેતપુર (સૌરાષ્ટ્ર)

કુટુંબ

  • માતા – ચંદ્રિકાબહેન, પિતા – ધીરજલાલ,
  • પતિ – જગદીશચંદ્ર; લગ્ન – 1973.
  • પુત્રો – નિસર્ગ અને પાર્થ

પતિ – જગદીશ સાથે

અભ્યાસ

  • 1975 – B.A. (Hindi)
  • 1983 – LL.B. (Gujarat University)
  • 1985 – B. L. I. Sc. (Gujarat University)

વ્યવસાય

  • પાંચેક વર્ષ ગ્રંથપાલ તરીકે અને પછી લેખન

Lata_sketch

જીવન વિશે

  • સાહિત્યના ક્ષેત્રે… વાળનાર અને હંમેશા વધાવનાર પતિ
  • કૉલેજ કાળ દરમિયાન સાહિત્ય પ્રીતિને કારણે થોડું કાચુ લેખન થયેલું.
  • અભ્યાસ દરમિયાન જ 1973માં લગ્ન અને સંસારમાં વ્યસ્ત – ટુકડે ટુકડે ભણતર ચાલ્યું.
  • એકતાલીસ વર્ષની વયે ફરી લેખન તરફ
  • પહેલો લેખ 1996માં ‘સફારી’માં છપાયો, ‘ધરતીના ગોળાને ધ્રુજાવનાર ધડાકો’ અને એ એક ધડાકાએ જીવનની ગાડીને લેખનના પાટા પર ચડાવી દીધી .
  • નિયમિત કૉલમ
    • ‘સેતુ’( દિવ્ય ભાસ્કરની ‘કળશ’ પૂર્તિ, ફેબ્રુઆરી 2007-ફેબ્રુઆરી 2008)
    • ‘કાવ્યસેતુ’ (દિવ્ય ભાસ્કરની ‘મધુરિમા’ પૂર્તિમાં દર મંગળવારે સપ્ટેમ્બર 2011થી..)
    • ‘ટહુકો’ (‘આદિત્ય કિરણ’, શૈક્ષણિક સામયિકમાં જૂન 2010થી..)
    • ‘પ્રિય શુભદા’ અને ‘પ્રિય ટીનુ મીનુ’ (‘માનવ’ સામયિકમાં નવેમ્બર 2010થી…)
  • બાળ ભાસ્કર, જન્મભૂમિ પ્રવાસી, સમભાવ, અહા જિંદગી, અખંડ આનંદ, નવચેતન, કુમાર, શબ્દ સૃષ્ટિ, પરબ, ઓપિનિયન, કવિલોક, કાવ્ય સૃષ્ટિ, કવિ, વિચાર વલોણું અને અન્ય સામયિકોમાં લેખન,
  • આકાશવાણી અને દૂરદર્શન (રેડિયો ટૉક, રેડિયો નાટકો, સ્ક્રીપ્ટ લેખન,  મુલાકાતો),
  • આકાશવાણી અમદાવાદ પરથી ‘અમૃતધારા’નું નિયમિત પ્રસારણ
lh

પાંચ પુસ્તકોનો સમર્પણ વિધિ ૪, મે -૨૦૧૬

રચનાઓ 

  • કવિતા – ઝળહળિયાં, ઝરમર, સંવાદ – મૌનના દ્વારે
  • વાર્તા –  ઘરથી દૂર એક ઘર, કોલ્ડ કોફી
  • માહિતી – પ્રદૂષણ: આપણી સમસ્યા, આપણો ઉકેલ, ધનકીનો નિરધાર, ભણતરનું અજવાળું
  •  ચરિત્ર  – ઉજાસનું પ્રથમ કિરણ,  3 એવૉર્ડ્ઝ, (વિવિધ ક્ષેત્રોમાં પ્રથમ પહેલ કરનારી 101 ભારતીય સ્ત્રીઓના  રેખાચિત્રો), ગુજરાતના યુવારત્નો, સ્વયંસિધ્ધા, (ડૉ. કિરણ બેદીના જીવન વિશે, કિશોરો માટે)
  • બાળ સાહિત્ય – બિટ્ટુ વાર્તા કહે છે, લતા હિરાણીની મનપસંદ વાર્તાઓ,  બુલબુલ
  • ઓડિયો કેસેટ – ‘ગીતા સંદેશ’ (ભગવદ ગીતાના સારરુપ શ્લોકોની સમજૂતી)

સન્માન

  • ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી મહિલા લેખનમાં વર્ષ 2000નો પ્રથમ પુરસ્કાર
  • ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી બાયોગ્રાફી વિભાગમાં વર્ષ 2000નો દ્વિતિય પુરસ્કાર
  • શક્તિ એવાર્ડ જયહિન્દ ગ્રુપ ઓફ ન્યુઝપેપર તરફથી 2003માં સાહિત્યના ક્ષેત્રમાં શ્રેષ્ઠપ્રદાન માટે
  • નેશનલ એવાર્ડ – દિલ્હીના વિજ્ઞાનભવનમાં ઉપરાષ્ટ્રપતિને હસ્તે નેશનલ એવાર્ડ  અને પુરસ્કાર
  • ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી જીવનચરિત્ર વિભાગમાં વર્ષ 2005નો દ્વિતિયપુરસ્કાર.
  • ‘મહારાજા ચક્રધર સન્માન- ૨૦૧૬, ( બાલી ખાતે)

39 responses to “લતા હીરાણી, Lata Hirani

  1. સુરેશ જાની નવેમ્બર 30, 2011 પર 10:41 એ એમ (am)

    તેમના પતિ- મારા વ્યાવસાયિક મિત્ર – ૧૯૯૫ થી ૧૯૯૯

  2. Atul Jani (Agantuk) નવેમ્બર 30, 2011 પર 11:29 એ એમ (am)

    શ્રી લતાબહેનની કલમનો આસ્વાદ તેમના બ્લોગ પર તો માણીએ છીએ અહી તેમના વિશે વિસ્તૃત માહિતિ તથા તેમના સાહિત્યિક પ્રદાનની વિશેષ માહિતિ મેળવીને આનંદમાં અભિવૃદ્ધિ થઈ.

  3. રૂપેન પટેલ નવેમ્બર 30, 2011 પર 12:22 પી એમ(pm)

    લત્તાજીની કલમનો જાદુ માણવા સાથે મને તો તેમને મળવાનો પણ અવસર મળ્યો છે , જે ક્યારેય નહિ વિસરાય . મારા મત મુજબ લત્તાજી એટલે મળવા સાથે માણવા અને જાણવા જેવું ઉમદા વ્યક્તિત્વ .

  4. GUJARATPLUS નવેમ્બર 30, 2011 પર 12:36 પી એમ(pm)

    1975 – B.A. (Hindi)…………………

    Lataji,
    Being fluent in Hindi why not promote Gujarati literature and Gujarati Lipi in Hindi section?
    If we can write Sanskrit in Gujarati why not Hindi?
    I think Gujarati Sahitya Parishad has failed to promote Gujarati Lipi in Hindi states.
    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
    http://saralhindi.wordpress.com/

  5. Harnish Jani નવેમ્બર 30, 2011 પર 6:39 પી એમ(pm)

    લતાજીને લેખક કે કવિ તરિકેની ઓળખાણ થાય તે પહેલાં,મારા દેશની –ગામની ખુશ્બુ લાવનાર વ્યક્તિ તરિકે લંડનમાં સાહિત્ય સભામાં મળવાનું થયું.અને એમની પ્રીતિનું પાત્ર બન્યો.પછી એમણે અને એમના જગદિશભાઈએ મારું અને મારી પત્ની હંસાનું અમદાવાદમાં રાજવી સ્વાગત કર્યું– અને સ્વજન બની ગયા.પછી એમનો ગજબનો સાહિત્યીક પરિચય થયો.દિગ્ગજ પ્રતિભા છે. સાહિત્યના કોઈપણ પ્રકારને એ નિભાવી શકે છે. હવે એ વિદુષીના બ!ાં લખાણ ગમે છે.હું એમને ગુજરાતી સાહિત્યનું રત્ન ગણું છું.એમના લખાણ જેટલા ઋજુ છે એવી જ ઋજુ અને સુંદર એમનું વ્યક્તિત્વ છે. મળવા જેવી વ્યક્તિ છે.
    સુરેશ જાનીનો આભાર.

    • readsetu નવેમ્બર 15, 2017 પર 12:05 એ એમ (am)

      હરનીશભાઈ, આ કોમેન્ટ તો ક્યારની વાંચી હતી. આજે થયું કે બધાને જવાબ આપવા જોઈએ. તમે મને જે ઊંચાઈએ બેસાડી છે એને લાયક હું નથી… આ તમારો પ્રેમ છે એ જ….
      લતા હિરાણી

  6. Harnish Jani નવેમ્બર 30, 2011 પર 6:45 પી એમ(pm)

    સુરેશભાઈ– વરસોથી ઈન્ટર નેટ પર ‘સંસ્કારં”ગુજરાતી રેડીયો અને સાહિત્ય પ્રવૃતિ સાથે સંકડાયલા લેસ્ટર યુ.કે.માં રહેતા લતા હિરાણીના નાના બહેન સાધના વૈદ્યનો પરિચય કરાવા જેવો છે..એ બહેન પણ બ્રિટનમાં ગુજરાતી જયોતને સંવાર્યા કરે છે.

  7. પરાર્થે સમર્પણ ડિસેમ્બર 1, 2011 પર 2:56 એ એમ (am)

    આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,

    એક અનોખું વ્યક્તિત્વ ધરાવતા અને ગુજરાતની સંસ્કૃતિની સુગંધ

    જેમની કલમ અને શબ્દોમાં ભળી છે તેવા આદરણીય શ્રી લતાબહેનની

    જીવન ઝરમર અને પ્રવૃતિઓ જાણવા અને માણવા મળી .

    આપના આ બ્લોગ પરથી અમ જેવાને ગુજરાત રત્નો વિષે ખાસ માહિતી

    મળી રહે છે કે જેનાથી અમો અજાણ હોઈએ.

  8. nilam doshi ડિસેમ્બર 1, 2011 પર 8:11 પી એમ(pm)

    અહીં મારી પરમ મિત્ર લતાને જોઇ આનંદ થયો.દાદા..આભાર..
    મારે શું લખવું એ સમજાતું નથી. જે પોતાના છે..એને શબ્દોથી કેમ વધાવવા ?
    લતા, તારા જ શબ્દોમાં કહું તો..
    લતા, મને ગૌરવ છે..આપણી દોસ્તીનું … મને ગૌરવ છે.. એક સમર્થ સાહિત્યકારનું..મને ગૌરવ છે..લતા જગદીશ હિરાણીનું..
    બસ..બાકી શબ્દોનો સાથ લેવાની જરૂર આપણી વચ્ચે કયાં છે ? એકમેકનો હાથ પકડીને, મૌન બનીને અનેકવાર હૂંફ અનુભવી છે..દૂર હોઇએ કે પાસે.. શબ્દોના સથવારે કે શબ્દો વિના પણ હમેશા જોડાયેલા છીએ..અને જોડાયેલા રહીશું.
    તારી પ્રગતિના આનંદથી છલકાઉં છું. બસ..એક મૌન મોકલું છું.. અનેક યાદો સાથેનું..

  9. BHAVESH PANDYA(DEESA) ફેબ્રુવારી 26, 2012 પર 2:34 એ એમ (am)

    હું તેમને મળ્યો નથી.હા ફોનથી વાતચીત થાય છે.મને તેમનું લખાણ ગમે છે.મેડમ…હજુ વધુ લખો…અમે વધુ વાંચીશું.

    લખે ગુજરાત…
    વાંચે ગુજરાત…
    વધે ગુજરાત…

  10. madhu એપ્રિલ 10, 2012 પર 1:58 એ એમ (am)

    Madhu Entertainment & Media Ltd Presents:
    વીર હમીરજી – “સોમનાથ ની સખાતે ”
    ફિલ્મ કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી “કલાપી” ના સાહિત્ય દ્વારા પ્રેરિત છે.

    બે કરોડ રૂપિયા થી વધુ ના ખર્ચે બનેલી ફિલ્મ “વીર હમીરજી- સોમનાથ ની સખાતે” સૌરાષ્ટ્ર ની ધરતી પર થયેલા એક રાજપૂત યોદ્ધા ના જીવન પર આધારિત છે, જેઓ એ ગુજરાત ના મુગુટ સમાન સોમનાથ મંદિર ની રક્ષા કાજે પોતાના જીવન ની આહુતિ આપી. વડોદરા ના માહી ફિલ્મ્સ દ્વારા નિર્મિત, દિગ્દર્શક નીલેશ મોહિતે અને ઘણા યુવાન, ઉભરતા કલાકારો એ ખુબજ સુંદર કામ કર્યું છે. સંગીત સમીર રાવલ (ડોલ્ફિન સ્ટુડીઓ) નું છે અને ગુજરાત ના ખુબજ જાણીતા લોક ગાયક ના સ્વર માં “લાગ્યો કસુંબી નો રંગ” રંગ જમાવે છે, તેમજ બીજા જાણીતા ગાયકો વાત્શલા પાટીલ, ઐશ્વર્યા મજુમદાર (અમુલ વોઈસ ઓફ ઇન્ડિયા ફેમ) છે. સૌ પ્રથમ વાર આ ગુજરાતી ફિલ્મ માં ડોલ્બી ડીજીટલ ટેકનોલોજી નો ઉપયોગ થયો છે. રોમાંચ થી ભરપુર લડાઈ ના દ્રશ્યો અને દમદાર અદાકારી ફિલ્મ ના મહત્વના પાષા છે. ઈતિહાસ ને ફરી સીનેમાં ના રૂપેરી પડદે જોવો નો આ મોકો રખે ચુકતા.

    25 May 2012 ના રોજ વીર હમીરજી આવી રહ્યું છે તમારા નજીકના સિનેમાઘરો માં.

  11. pratima pandya જૂન 14, 2012 પર 2:06 એ એમ (am)

    lataben, kalash purtima tamaro klavyasvad vach chhu. maja aave chhe. kavitani pasndgi pan khoob saras hoy chhe. kyarek bani shake to tamari sathe vat karvanu pan gamashe.—-pratima pandya

  12. Pingback: મિત્રો મળ્યા- હીરા જેવી રાણી « ગદ્યસુર

  13. Pingback: અનુક્રમણિકા – લ | ગુજરાતી પ્રતિભા પરિચય

  14. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  15. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  16. ઉર્મિલા પગી જાન્યુઆરી 28, 2015 પર 5:59 એ એમ (am)

    તેમના પુસ્તકો હમંશા પ્રેરણાદાયી રહ્યા છે

  17. ઉર્મિલા પગી જાન્યુઆરી 28, 2015 પર 6:01 એ એમ (am)

    ઉજાસનું પ્રથમ કિરણ આ પુસ્તક મેજ્યારે વાચ્યુ તે મને ખુબ જ ગમ્યુ

  18. Pingback: ( 725 ) ” હું મૃત્યુ પામીશ “….. કાવ્ય.. લતા હિરાણી…….રસાસ્વાદ … વિ.પ. | વિનોદ વિહાર

  19. Pingback: સાધના વૈદ્ય, Sadhna Vaidya | ગુજરાતી પ્રતિભા પરિચય

  20. Pingback: વાત એક અસાધારણ સ્ત્રીની | ગુજરાતી પ્રતિભા પરિચય

  21. Satish Jambudi જૂન 30, 2019 પર 9:14 પી એમ(pm)

    Very happy to see on face book l m at us ar present.permenent stay at ahmedabad ramdevnagar.what r the activity of Parth & Nisarg. Jay is at Edison .at present I m in Edison.my what’s no is 9429129635.niru also remember you .u pl contact us we will be happy.

  22. Pingback: ગુજરાતી નેટ જગતમાં નવો સીતારો | ગુજરાતી પ્રતિભા પરિચય

  23. Hemant M Shah ઓક્ટોબર 19, 2020 પર 2:37 એ એમ (am)

    very nice achievement Lata bahen. I wish a very bright future in the years to come.

  24. pragnaju ઓક્ટોબર 19, 2020 પર 8:18 એ એમ (am)

    આદરણીય શ્રી લતાબહેનની જીવન ઝરમર અને પ્રવૃતિઓ જાણવા અને માણવા મળી .
    મને તેમનું લખાણ ગમે છે.આસ્વાદ તેમના બ્લોગ પર તો માણીએ છીએ
    હજુ વધુ લખો.

  25. વિજયકુમાર જમનાદાસ થાનકી જૂન 19, 2022 પર 7:57 એ એમ (am)

    આજે Gtpl ગુજરાતી ઉપર બેન નો ઇન્ટરવ્યુ જોઈ ને એમના વિશે જાણવાની ઈચ્છા થઈ.
    વાંચી ખૂબ પ્રભાવિત થયો
    અન્ય લેખકો કરતા કઈક જુદાપણું એમના માં જોયું
    વિજય થાનકી
    પ્રદેશ સંયોજક (ગ્રંથાલય નિર્માણ ભાજપ ગુજરાત)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: