
”બદલાતા સમય અનુસાર સમાજ વ્યવસ્થામાં આપણે પરિવર્તન નથી લાવતા ત્યારે અનેક વિકૃતિઓ પેદા થાય છે, અને સમાજ દોષપૂર્ણ અને રુગ્ણ થઇ જાય છે,માનવતા મરી પરવારે છે.”
– અવંતિકા ગુણવંત
“પહેરવે ઓઢવે મહારાષ્ટ્રીયન જેવાં જણાતાં આ સન્નારી સ્નેહની મૂર્તિ છે.અત્યંત સંવેદનશીલ હૈયું, જીવન મૂલ્યોને ઓળખવાની દ્રષ્ટિ,કશાય અલંકાર ,આડંબર કે અવતરણો વિના સરળ વિચરતી એમની કલમ એ એમની નીજી મૂડી છે…..જીવનને ઉચ્ચતર બનાવવાની પ્રેરણા આપનારા પ્રસંગો આલેખવામાં અવંતિકાબેનનો જોટો મળવો મુશ્કેલ.”
– ઉત્તમ ગજ્જર
તેમનો પોતાના શબ્દોમાં પરિચય ‘ ગુજરાતી સાહિત્ય સંગમ’ ઉપર
તેમનો બ્લોગ
તેમના વિશે એક લેખ
તેમના અવસાન બાદ એક ભાવભરી સ્મરણાંજલિ
એક વાર્તા ……. “માતા-કુંવારી કે પરણેલી ”
—————————————–
સંપર્ક
- ‘શાશ્વત’, કે.એમ.જૈન ઉપાશ્રય સામે, ઓપેરા સોસાયટીની પાસે, પાલડી. અમદાવાદ-380007
- ફોન :+91-79-26612505, +91-79-26612505
- ઈમેલ – avantikagunvant@gmail.com
જન્મ
- ૧૭ ફેબ્રુઆરી ૧૯૩૭, અમદાવાદ
- મૂળ વતન- ગામ ઝુલાસણ ,તા-કડી ,જી- મહેસાણા (ઉ.ગુ. )
અવસાન
કુટુમ્બ
- માતા – શકરીબેન ; પિતા – ્છોટાલાલ શાહ
- પતિ – ગુણવંત મહેતા ; પુત્ર – મરાલ; પુત્રી – પ્રશસ્તિ
અભ્યાસ
- મેટ્રિક – ૧૯૫૨
- બી.એ. ૧૯૫૬ અંગ્રેજી, સાયકોલોજી
- એમ.એ. ૧૯૬૦ ગુજરાતી, સંસ્કૃત
વ્યવસાય
- ૧૯૬૧ – ૧૯૬૯ રસરંજન બાલ અઠવાડિકનું સંપાદન
- ૧૯૬૯ – ૧૯૭૫ બાલ ભારતી પ્રકાશન – ધોરણ ૧ ૨ ૩ ના ગણિત ઇતિહાસ ભૂગોળ પર્યાવરણના પુસ્તકોનું લેખન અને પ્રકાશન
- વાચન ,લેખન, પ્રવાસ અને નવરાશે ચિત્રકામ એ એમની શોખની પ્રવૃત્તિ..
તેમના વિશે વિશેષ
- વર્ષોથી મુંબાઈ સમાચાર, જન્મભૂમિ-પ્રવાસી, સૌરાષ્ટ્ર સમાચાર (ભાવનગર), હલચલ, અને સાંવરી(કલકત્તા) વિ. પ્રકાશનોમાં લોકપ્રિય કોલમોમાં સ્ત્રી,પરિવાર અને સમાજને લક્ષમાં રાખી જીવન લક્ષી લેખોનાં લેખિકા
- ૨૦૦૪-૨૦૦૫ ‘આરપાર’ સાપ્તાહિકમાં “મુકામ પોસ્ટ અમેરિકા “નામની એમના અમેરિકાના અનુભવો આધારિત કોલમમાં લખેલ લેખો, વાર્તાઓ લોકોને ખુબ ગમેલા.
- ઘણા વર્ષોથી અખંડાનંદ માસિકમાં “ગૃહ ગંગાને તીરે ” વિભાગમાં નિયમિત રીતે લેખો તેમજ કુમાર, જન કલ્યાણ જેવા અનેક માસિકોમાં અવારનવાર લખાતા લેખો દ્વારા તેઓ જાણીતા છે.
- કેટલાંક લખાણો હિન્દી, મરાઠી, તમિળ, ઉડિયામાં અનુવાદ
રચનાઓ
- આપણી પ્રસન્નતા આપણા હાથમાં, ગૃહગંગાને તીરે, સપનાને દૂર શું નજીક શું ? , અભરે ભરી જિંદગી, પ્રેમ ! તારાં છે હજાર ધામ, કથા અને વ્યથા, માનવતાની મહેક, એકને આભ બીજાને ઉંબરો, સહજીવનનું પ્રથમ પગથિયું, ત્રીજી ઘંટડી, હરિ હાથ લેજે , સદગુણદર્શન, ધૂપસળીની ધૂમ્રસેર, તેજકુંવર ચીનમાં, તેજકુંવર નવો અવતાર.
સન્માન
- ૧૯૯૮ – “સંસ્કાર પારિતોષિક “
- ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ‘માનવતાની મહેક’ને પારિતોષિક
- ૧૯૮૨– ‘કુમાર’ માં ‘અતિસ્નેહ ’ વાર્તાને શ્રેષ્ઠ વાર્તા તરીકે પારિતોષિક
સાભાર
- શ્રી. વિનોદ પટેલ, સાન ડિયેગો
- શ્રી. ઉત્તમ ગજ્જર, લેક્સિકોન
- શ્રી. વિજયકુમાર શાહ – ‘ગુજરાતી સાહિત્ય સંગમ’ બ્લોગ
Like this:
Like Loading...
Related
aabhaar
Sureshbhai!
સુરેશભાઈ ,
મારા પરિચિત લેખિકા અવંતિકાબેન અંગે સુંદર માહિતી એકઠી કરીને એની સરસ ગોઠવણી
કરીને એમનો સુપેરે પરિચય આપના બ્લોગ ગુજરાત પ્રતિભા પરિચયમાં કરાવવા માટે આપનો
આભાર .અભિનંદન.આ એક અગત્યનું કામ થયું છે એમ મારું માનવું છે.
વિનોદ પટેલ
ધન્યવાદ સુરેશભાઈ; ગુજરાતી બનીને ગુજરાતની પ્રતિભાઓનો પરિચય કરાવવાનું કામ ખરેખર ઉમદા છે, આવી રીતે ગુજરાતની સેવા કરતા રહો એવી પ્રભુને શુભકામના…સુપ્રભાતમ..આપની પોસ્ટ ગુજરાતી બ્લોગએગ્રીગેટરની મદદ દ્વારા મને ગુજરાતી પ્રતિભા પરિચયની નિયમિત મળતી રહે છે જે હું વાંચુ છું. અસ્તુ.
Pingback: લેખિકા અવંતિકા ગુણવંત અને એમના વાર્તા સાહિત્ય નો પરિચય | વિનોદ વિહાર
Pingback: » અવંતિકા ગુણવંત, Avantika Gunwant » GujaratiLinks.com
Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: લેખિકા અવંતિકા ગુણવંત અને એમના વાર્તા સાહિત્ય નો પરિચય | વિનોદ વિહાર
Pingback: (951) ‘ગરવું ઘડપણ’ – વૃદ્ધ થતાં શીખીશું ? – ..અવન્તીકા ગુણવન્ત | વિનોદ વિહાર
Pingback: (980 ) ‘સન્ડે ઈ.મહેફીલ’ની એક વધુ ઈ.બુક ‘ગરવું ઘડપણ’ ..સંપાદક …શ્રી ઉત્તમ ગજ્જર | વિનોદ વિહાર