ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

યામિની વ્યાસ, Yamini Vyas


જીવન મંત્ર

 1. નોકરી અને સાહિત્યની પ્રવૃતિ બાળકોના ઊછેર કે ઘરકામ/રસોઇને ભોગે નહીં જ.
 2. સાહિત્ય પ્રવૃતિમા સમાજમા થતા અન્યાય અંગે  અને સુધાર અંગેના વિષયો પર વધુ  ધ્યાન આપવું

બહુ જાણીતાં એક કે બે અવતરણ ( એક /બે વાક્ય ) ?

જીંદગીમાં ચાલતાં પળવાર અટકી જોઈએ
ફૂલ ખીલ્યું જોઈને થોડુંક હરખી જોઈએ
   ……  સાંભળો

તેમની રચનાઓ વાંચો

# તેમનો કવિતા સંગ્રહ  અહીંથી ડાઉન લોડ કરો.

# તેમના કાર્ય વિશેનો એક લેખ અહીંથી ડાઉન લોડ કરો

——————————————————-

સમ્પર્ક

 • ૩, પુરુષોત્તમ એપાર્ટમેન્ટ, ચિન્મય હોસ્પિટલની બાજુમાં, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે, ઘોડદોડ રોડ, સુરત ૩૯૫ ૦૦૭
 • ઘરનો ફોન – ( ૦૨૬૧) – ૨૬૬ ૦૯૩૬
 • મોબાઈલ –  ૯૯૨૫૧ ૯૫૨૩૯
 • E mail: yaminigvyas@gmail.com

જન્મ

 • ૧૦ જૂન, ૧૯૬૦, નવસારી ; મૂળ વતન – વાલોડ

કુટુમ્બ

 • માતા – પ્રજ્ઞા ( તેમનો બ્લોગ – ‘નીરવ રવે’ ), પિતા – પ્રફુલ્લ ; ભાઈ – પરેશ (સાહિત્યકાર)
 • પતિ – ગૌરાંગ,  પુત્રી –અનેરી, પુત્ર – સાહિલ

શિક્ષણ

 • બી.એસ.સી. ( માઈક્રોબાયોલોજી) – બી.પી. બારિયા સાયન્સ ઈન્સ્ટિટ્યુટ, નવસારી
 • ડી.એમ.એલ.ટી (બોમ્બે સ્કૂલ ઓફ મેડિકલ ટેક્નોલોજી, મુંબાઈ)    2.

વ્યવસાય

 • વિવિધ સંસ્થાઓમામ લેબોરેટરી ટેક્નિશિયન
 • છેલ્લા ૧૭ વર્ષથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લેબ ટેકનીશીયન

શુકન અપશુકન ( નાટક)

ઈટાલી ( તેમની રચનાઓ એક પાત્રી અભિનય )

રબારણના વેશમાં

તેમના વિશે વિશેષ

 • લેખન – કાવ્ય, ગીત, ગઝલ, ટૂંકી વાર્તા, નવલિકા, લઘુનવલ, સ્કીપ્ટ લેખન,
 • અબિનય – મોનો એક્ટિંગ, એકાંકી નાટક, ત્રિઅંકી નાટકનું સર્જન
 • અનેક નાટ્ય/ લેખન સ્પર્ધાઓમાં વિજેતા
 • ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી વિજ્ઞાનના વિવિધ વિષયો પર તરફથી વાર્તાલાપ
 • ગરબા સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે તથા શિબિરમાં સંચાલકાની ભૂમિકા
 • નર્મદ સાહિત્ય સાભાના સભ્ય તથા સાહિત્ય સંગમની પ્રવૃતિઓના સક્રિય કાર્યકર
 • ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના નિમંત્રિત સભ્ય
 • રાષ્ટ્રીય કલા કેન્દ્રની સાહિત્ય સમિતિના કન્વીનર.
 • અખિલ હિંદ મહિલા પરિષદ, મલ્હાર, ગરિમા, પાલવાડા સમાજ જેવી સંસ્થાઓ સાથે સંલગ્ન.
 • વિવિધ ચેનલ તથા સંસ્થાઓમાં કોમ્પેરીંગ, ટોક શો, ન્યુઝ રીડર, નિર્ણાયક જેવી વિવિધ ભૂમિકાઓ ?

રચનાઓ

 • કવિતા –  ફુલ પર ઝાકળના પત્રો
 • નાટક – ‘ મિલીના ઘર તરફ’
 • ગીત-ગઝલ ઓડિયો સી.ડી – ‘તમારી એ આંખોની હરકત નથી ને?

સન્માન

 • સાહિત્ય પરિષદ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગુજરાત સાહિત્ય અકાદમી અને અન્ય સંસ્થાઓ તરફથી પારિતોષિકો
 • ગઝલ લેખન માટે સ્વ. ગનીભાઇ દહીંવાલા પારિતોષિક
 • તેમને મળેલા એવોર્ડો અહીં ..
Advertisements

17 responses to “યામિની વ્યાસ, Yamini Vyas

 1. Pingback: » યામિની વ્યાસ, Yamini Vyas » GujaratiLinks.com

 2. nabhakashdeep March 18, 2012 at 1:08 am

  યામિનીબેનની બહુમૂખી પ્રતિભાનું અજવાળું ગુર્જર ધરાએ પથરાયેલું છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. pragnaju મે 6, 2012 at 3:20 am

  00041088.gif
  લાગણીનો થાય સરવાળો મિલીના ઘર તરફ ,પ્રેમના પંખી રચે માળો મિલીના ઘર તરફ
  શહેરની સુપ્રસિદ્ધ સંસ્થા રાષ્ટ્રીય કલાકેન્દ્ર છેલ્લા પાંચ સાત વર્ષથી મૌલિક નાટયલેખન હરીફાઈ નું આયોજન કરે છે .ગુજરાતી રંગભૂમિ પર હાલ વિષય અને મૌલિકતાની અછત વર્તાયા છે ,જેના કારણો ભૂતકાળમાં ભજવાયેલ નાટકો નવા સ્વરૂપે રજુ થાય છે.તો ક્યારેક જૂની ફિલ્મની કથા વસ્તુ ની નવી ગૂંથણી કરી નાટકો લખાય છે . તે જ રીતે બીજી ભાષા ના ઉતમ નાટ્યોનું સર્જન પણ રજુ થાય છે .આમાં કશું ખોટું નથી .રણમાં મીઠી વીરડી સમાન ઉતામાં વિષય વસ્તુ ધરાવતા મૌલિક નાટકો પણ ભજવાય છે .કોઈ પણ સશક્ત નાટક ભજવાય એ તખ્તાની ભક્તિ છે,રંગ માંચાની અર્ચના છે જે સદા આવકાર પાત્ર છે.
  રાષ્ટ્રીય કલાકેન્દ્ર ની મૌલિક ફૂલલેન્થ નાટ્ય લેખનની હરિફાઈએ દક્ષિણ ગુજરાત માં એક નવી લહેર ઉત્પન્ન કરી જેમાં ૭૦-૭૫ કે તેથી વધુ નાટ્ય કૃતિઓ હરિફાઇમા આવી.આજ પાયાની વાત છે .ભાવકો અને લેખકોએ સર્જનાત્મક નાટક લખવાની પ્રેરણા પૂરી પાડી.એકથી ત્રણ નંબરમા પસંદગી પામ્યા કે નહીં,ઇનામપાત્ર ઠરી કે નહીં,તેના કરતાં નાટક લખવાની ઉત્કંઠા જાગી તેમાં વધારે વજુદ છે.
  સુરત સાક્ષરો ની ભૂમિ છે.પ્રખર નાટ્ય લેખકો સુરતે આપ્યા છે .સાક્ષરવર્ય શ્રી ચંચી મહેતા ,જ્યોતીન્દ્ર દવે ,ધનસુખલાલ મહેતા આ શહેરના મૂલ્યવાન નાટ્યરત્નો ગણાયા,તો ત્યાર બાદના શ્રી વજુભાઇ ટાંક , વિહંગ મહેતા,જ્યોતિ વૈદ્ય તથા વિલોપન દેસાઇ એ સુરતનુ નામ રૉશન કરી ગુજરાત અને મુંબઇના તખ્તાને ધમધમતો રાખી પ્રયોગશીલ તથા વ્યવસાયિક નાટકોથી ગુજરાતી રંગભૂમિને ખમીરવંતી બનાવી જે આજપર્યંત કાર્યશીલ છે.
  અર્ધશતકથી ધબકતી રાસ્ટ્રીય કલાકેન્દ્ર સંસ્થાની નાટ્યલેખન સ્પર્ધાના ફળસ્વરુપ સુરતને નવોદિત નાટ્યલેખકો સાંપડ્યા છે.આ પા પા પગલી જરુર છે પણ નિઃશંક સ્તુત્ય પ્રયાસ છે,જેના થકી ભવિષ્યમા અલાયદી વિષયવસ્તુ ધરાવતા વિશિષ્ટ નાટકો મળશે, એ આશા અસ્તાને નથી.છેલ્લા પાંચ -છ વર્ષથી વિજેતા કૃતિઓના અભ્યાસથી એ જરુર ફલિત થાય છે કે યુવાન નાટ્યલેખકોમાં કંઇક જુદું લખવાનો તણખો પ્રજ્વલિત થયો છે..
  સુરતના આ નાટ્ય ઘટાટોપમાં એક નાનકડી હરિયાળી,વૈયક્તિક વિચારધારા ધરાવતી મંજરી એટલે યામિની વ્યાસ.મૂળભૂત કવયિત્રી,પણ આ હરિફા ઇને કારણે નાટ્યલેખન તરફ વધુ ઝોક આપી પાંચેક મૌલિક નાટકોનું સર્જન કરી ત્રણ નાટકોએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો,જ્યારે ચાર નાટકો રૂડી રીતે ભજવાયા.હરિ ભરી વસુંધરા,જિંદગીના તારે ઝૂલે જિંદગી,રણમા ખિલ્યું પારિજાત, તથા મિલિના ઘર તરફ ભજવાયા અને પ્રશંસા પામ્યાઔપરાંત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા પણ થયા.દેવના દીધેલ પણ વિજેતા કૃતિ બની.
  કેટલાક નાટકો વાચનક્ષમતા ધરાવે છે પણ અભિનય ક્ષમતા નહીંવત,જ્યારે ઘણા નાટકો અભિનયક્ષમતા ધરાવે છે પણ વાંચનક્ષમતામાં ઊણા ઉતરતા હોય . આ બીજા પ્રકારના નાટકોને કારણે સક્ષમ રીતે ભજવાયેલ અને વખણાયેલા નાટકો પુસ્તકસ્વરુપે પ્રકાશિત થતા નથી(મરાઠી કે બીજી ભાષાના નાટકો અપવાદરૂપ હોઇ શકે.) ગુજરાતીમાં છપાયલા નાટકો ખૂબ ઓછા મળે.ભૂતકાળના સારા નટકોનું નવસર્જન કરવું હોય તો હસ્તલિખિત પ્રતને ટાઇપ ફોર્મમા મેળવતા નવનેજા પાણી પાણી ઊતરે. હાલના નાટ્યનિર્માતાઓના આ બાબતે આકરો અનુભવ છે અને નવોદિતોને નવા રૂપરંગ સાથે ખાસી મહેનત બાદ આપે પણ છે. આ માહોલમાં “મિલીના ઘર તરફ’ જેવાનામ્ અત્યાર સુધી તેર પ્રયોગ થઇ ચૂક્યા છે અને હજુએ માંગ થાય છે. તે કૃતિ પ્રકાશિત થઇ છે જે પ્રસંશાપાત્ર અને આવકાર્ય છે જ.સફળતાને વરેલી આ કૃતિ તરીકે સર્વ હરિફાઇમા પ્રથમ વિજેતા નિવડી છે.આ નાટક ભજવણીમા પ્રેક્ષકપ્રિય બની રહ્યું છ તો વાચકોમાં પણ પ્રિય બનવાની ક્ષમતા ધરાવે છે.તજજ્ઞોએ આ કૃતિ વિશે આપેલા અભિપ્રાય પણ આ વાતને સમર્થન પુરૂં પાડે છે.યામિની વ્યાસ ઉભરતા સક્ષત કલાકાર હોવાને નાતે તથા સાંપ્રતતા પ્રત્યેની સભાનતાને કારણે તખ્તાનિ ભૂગોળ,નાટ્યેચિત સંશોધનોનો યથોચિત ઉપયોગ કર્યો છે.સંનિવેશમા પ્રયોગશીલતા નજરે ચઢે છે.સંવાદો દ્વારા પાત્રોના ભાવવિશેષ (મૂડ) અભિવ્યક્ત થાય છે.સંવાદો ટૂંકા,સરળ તથા આસાનીથી બોલી શકાય ીવી રીતે લખાયા છે.સાહિત્યિક મૂલ્યોનો વિશેષ સ્પર્શ અને ક્યાંક કાવ્યાત્મકતા પામેલ શબ્દો નાટ્યલેખનની કુશળતા દર્શાવે છે.૭ થી ૭૦ વર્ષની વયજૂથ ધરાવતા નવા ખિલતા અને અનુભવી નિવડેલ કલાકારોએ આ નાટકમામ અભિનય કર્યો છે.કશું જ ન ભણેલિ વ્યક્તિ એક ત્યજી દેવાયેલ બાળકીને ડૉકટર બનાવે, આ જ ઉદાર લાગણીશીલ ડૉકટર પરાયા માટે કિડનીનું દાન કરે.અસાધ્ય રોગથિ પીડિત સૌને ગમતી ઢીંગલી જેવી નાની બાળકી પ્રત્યે કોઇ પણ સંબંધ ન જોડાયેલ
  વોર્ડ બોય તથા પ્રસન્ન દાંપત્ય ધરાવતા યુગલની દર્દી પત્નીનો અપૂર્વ પ્રેમ, સમાજમા મોખરાનું સ્થાન ધરાવતી જાજરમાન પણ દંભી બીઝનેસ વુમન અને મેડીકલ એથિક્સનું ચુસ્ત પાલન કરતા ડૉકટર- આ પાત્રોની અજીબોગરીબ ગૂંથણીથી નાટક સાદ્યંત વાંચનક્ષમ સાથે મંચનક્ષમ બન્યું છે. એક મહત્વનો સાંપ્રત સમયનો સંદેશો-સ્ત્રી ભૃણ હત્યા નિષધ તથા દિકરો કે દિકરીના સમાન ઉછેરની વાતનો આંતરપ્રવાહ
  નાટકમાં આડંબર વિના અસ્ખલીત વહેતા ઝરણાની જેમ-વધુ મુખરીત થયા વિના,શાંતિથી સમજદારીપૂર્વક પ્રવાહિત થાય છે જે આ નાટકનું વિશેષ સબળ પાસું છે.લઘુ નવલિકાનિ જેમ આ નાટક વાંચવામાં એટલો જ આનંદ મળે છે, જેટલો એને ભજવવાતો જોવામાં મળ્યો.વિષયવસ્તુ પસંદ કરવાની યામિની વ્યાસની એક આગવી કુનેહ છે જે એમના અપ્રકાશિત પરંતુ ભજવાઇ ચૂકેલા નાટકોમા દ્રુશ્યમાન થાય છે. લેખિકાએ એકાંકી પર પણ કસબ દાખવ્યો છે.’દીપમાળ’ જે ૨૫ પ્રયોગો પુર્ણ કરવા તરફ જઇ રહ્યું છે અને એક વિરલ ઘટના ,એથીય વિશેષ,નિર્વિવાદપણે માત્ર સ્ત્રી ભૃણહત્યા નિષેધના સંદેશને ખુણે ખૂણે પહોંચાડતી નાટિકા ‘જરા થોભો’ છેલ્લા ત્રણેક વર્ષમા૧૭૫થી એ વધુ પ્રયોગો પૂર્ણ કરે એ અદ્વિતીય ઘટના કદાચ પ્રથમ વાર છે.
  યામિની વ્યાસ લિખિત ભજવાયેલ કે ન ભજવાયેલ નાટકો પુસ્તક સ્વરુપે પ્રકાશિત થાય એ યોગ્ય ગણાશે અને આશા રાખીએ કે હજુ એ વધુ સારા વિષય,વૈવિધ્ય સભર,પૂર્ણ અભિનયક્ષમતા તથા વાંચનક્ષમતા ધરાવતા નાટકો લેખિકા દ્વારા મળતા રહેશે તો ઉચિત રંગભક્તિ ગણાશે.
  ‘મિલીના ઘર તરફ’ પૃષ્ઠ ૭૨,પ્રાપ્તિ સ્થાન,સાનિધ્ય પ્રકાશન,૧૦૦ શાંતીકુંજ સોસાયટી,પાલનપુર જકાતનાકા,મીની વિરપુર રૉડ,સુરત કિંમત રૂ ૭૦/
  1 File (203KB)

  Mili Na Script.pdfMili Na Scr

 4. dhavalrajgeera મે 7, 2012 at 11:25 am

  Dear Yamini,

  pragnaben is known on internet only.,Happy to know and read the news in Bhai Suresh’s
  “ગુજરાતી પ્રતિભા પરિચય ……”
  *** યામિની વ્યાસ, Yamini Vyas | ગુજરાતી પ્રતિભા પરિચય
  Dear pragnaben, we love to say happy Birthday to you too !!!!

  Rajendra And Trivedi parivar
  http://www.bpaindia.org

 5. dhavalrajgeera June 10, 2012 at 3:18 pm

  યામિનીને જન્મદિવસની શુભેચ્છા.
  Trivedi parivar
  http://www.bpaindia.org

 6. Pingback: અનુક્રમણિકા – ય | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. pragnaju September 13, 2013 at 8:48 am

  સાંનિધ્ય પ્રકાશન દ્વારા પ્રકાશિત અને જાણીતા કવયિત્રી, નાયલેખિકા, અભિનેત્રી યામિની વ્યાસ દ્વારા લિખિત દ્વિઅંકી નાટક ‘મિલીના ઘર તરફ’ને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું છે. યામિનીબેનને ખૂબ ખૂબ અભિનંદન. આ યશસ્વી પુસ્તકના પ્રકાશક તરીકે હું ગર્વની લાગણી અનુભવું છું. યામિનીબેનના આ નાટકના ગુજરાત અને ગુજરાત બહાર પણ અનેક સફળ શો થઇ ચૂક્યા છે.

 9. Pingback: ( 346 ) દીકરો ગીત છે….. તો દીકરી સંગીત છે — DAUGHTER’S WEEK CELEBRATIONS | વિનોદ વિહાર

 10. Pingback: અભિનેતાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 11. Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય

 12. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 13. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 14. Pingback: તમારી એ આંખોની હરકત નથી ને ? « વેબગુર્જરીવેબગુર્જરી

 15. Ansuya Desai March 22, 2014 at 2:34 pm

  યામિની જી…આપ ની પ્રતિભા અંગે વાંચી ખુબ આનંદ થયો…મારા હાર્દિક અભિનંદન
  નવો પરિચય.થયો અને સુરતી હોવાના નાતે બહુ જ આનંદ થયો.

 16. Pingback: ( 779 ) કવયિત્રી યામિની ગૌરાંગ વ્યાસ….. એમનાં કાવ્યો, ગઝલો … અને પરિચય | વિનોદ વિહાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: