ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નયન દેસાઈ, Nayan Desai


પતરે ટપાક્ક ટપ્પ છાંટા પડે
ને પછી નળિયાં ખટાક્ક ખટ્ટ તૂટે
સૂરતનો એવો વરસાદ

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો,
ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે,
ઘટના એટલે લોહી, એટલે વહેવું
એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
( વાંચો અને સાંભળો )

સાંજના બિસ્માર રસ્તા પર ખખડધજ ડાબલા,
આ રઝળતા શહેરમાં ઓળા વસે છે કેટલા ?

——-

અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ

# ઢગલાબંધ રચનાઓ

—————————————–

સમ્પર્ક

 • ૧૯, દત્તાત્રેય નગર, પાલનપુર જકાતનાકા, નહેર પાસે, સુરત
 • ફોન – ૬૫૩૫ ૦૨૫

જન્મ

 • ૨૨, ફેબ્રુઆરી-૧૯૪૬, કઠોદરા, જિ. સુરત

કુટુમ્બ

 • માતા – ?, પિતા – ?
 • પત્ની – ? , સંતાનો – એક પુત્રી, બે પુત્ર

અભ્યાસ

 • એસ.એસ.સી.

વ્યવસાય –  ?

તેમના વિશે વિશેષ

 • અનેક કવિ સમ્મેલનોમાં ભાગ
 • ગુજરાતના યુવક મહોત્સવોમાં નિર્ણાયક
 • જાતે પણ યુવક મહોત્સવોમાં ગજ઼લ / શાયરીના પ્રથમ વિજેતા
 • ગજ઼લ શીખવવા ગજ઼લ શિબીરોનું આયોજન
 • સાહિત્ય સંગમ દ્વારા ષષ્ઠી પૂર્તિની ઉજવણી

ભૌમિતીક ગઝલ

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,

વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ,
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

રચનાઓ

 • કવિતા – દરિયાનો આકાર માછલી, નયનનાં મોતી ( સમગ્ર કાવ્યસંગ્રહ)

સન્માન

 • ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર
 • ઊર્દૂ કાવ્ય સંગ્રહને ઊર્દૂ અકાદમીનો પુરસ્કાર
 • મેઘાણી અને ઉજાસ એવોર્ડ

સાભાર 

 • શ્રી. હેતલ મહેતા, સુરત

5 responses to “નયન દેસાઈ, Nayan Desai

 1. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. siddiq bharuchi ડિસેમ્બર 6, 2013 પર 11:42 એ એમ (am)

  Nayanbhai ascharya thayu blog per maline, khoob janva malyu. THE BEST//////////////
  YADONA PADCHHAYA-SIDDIQBHARUCHI NA SALAMMMMMM.

 4. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. સુરેશ સપ્ટેમ્બર 16, 2018 પર 8:17 એ એમ (am)

  લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે, વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.
  શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું, હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.
  ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ, કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.
  આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે – ને પછી એ મોતનાં બિંદુ સુધી લંબાય છે.
  બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું, શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.
  – નયન દેસાઈ
  [ સાભાર – શ્રી. હર્ષદ કામદાર ]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: