ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
ગોવિંદ જેઠાભાઈ રાવલ, Govind Jethabhai Raval
Posted by
સુરેશ on
એપ્રિલ 7, 2012
જીવનમંત્ર
- સ–રસ, સ–ભર, આનંદમય જીવન જીવવું
સમ્પર્ક
- વિશ્વમંગલમ્ – અનેરા,
તા. હિમ્મતનગર, જિ. સાબરકાંઠા – 380 001
- ફોન: (ઘર) 02772–239 283 ; મોબાઈલ : 94278 53583
- ઈ–મેઈલ : govindbhairaval@gmail.com
———————————————————
ઉપનામ
જન્મ
કુટુમ્બ
- માતા-અમૃતકુંવરી નિરક્ષર –1940માં અવસાન
- પિતા : જેઠાલાલ અમથાલાલ રાવલ(અભ્યાસ ધોરણ આઠ; સ્વ–અભ્યાસથી સંસ્કૃતના જ્ઞાતા, કવિ,વાર્તાકાર, મહાભારતના કથાકાર, અને માણભટ્ટ
- પત્ની-સુમતિ શાહ – સ્નાતક, ગુજરાત વિદ્યાપીઠ; ડી.બી.એડ્., રાજપીપળા; નિવૃત્ત આચાર્યા – સ્ત્રી અધ્યાપનમંદિર, અનેરા; મંત્રી – વિશ્વમંગલમ્, અનેરા
- પુત્ર – અતુલ – મુદ્રણકળાના માહેર, જેક્સન, મિસિસિપી,અમેરિકા; ઈ–બુકની વેબસાઈટ : http://www.ekatrabooks.com/ બનાવી; વિદેશે વસવાટ છતાં ગુજરાતી ભાષાસેવામાં કર્મશીલ
- પુત્રી – ઉર્વિ – આંખના નિષ્ણાત તબિબ, શાર્લોટ, નોર્થ કેરોલિના,અમેરિકા
અભ્યાસ
- 1951 – એસ.એસ.સી.
- 1954 – સ્નાતક, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
- 1959 – ડી.બી.એડ્, રાજપીપળા
વ્યવસાય
તેમના વિશે વિશેષ
- જગતના બધા અનર્થોનું મુળ, સાચા શિક્ષણનો અભાવ છે તેવી અંત:પ્રતીતિ થતાં વિશ્વમંગલમ્ –અનેરા અને વૃંદાવનનાં બે શિક્ષણસંકુલો સ્થાપી આજીવન ગાંધીજીની નઈ તાલીમના ધોરણે શિક્ષણકાર્ય કર્યું.
- જે પ્રદેશમાં કન્યા શિક્ષણ શૂન્ય હતું ત્યાં આજે ગરીબની દીકરી પણ એસ.એસ.સી. થયા વિના રહેતી નથી. વિશ્વમંગલમ્ સંચાલિત પી.ટી.સી. કૉલેજમાંથી ૬૦૦૦ બહેનો પ્રાથમિક શાળાની શિક્ષિકા થઈ બહાર પડી.
- સાબરકાંઠાનું એકે ગામ એવું નથી જેમાં અનેરાની તાલીમાર્થી બહેન શિક્ષિકા ન હોય. અનેરા પ્રદેશના દરેક ઘરમાંથી બબ્બે–ચાર–ચાર જણ પ્રાથમિક શિક્ષક છે.
- પચાસ વરસ પહેલાંના આ અંધારિયા મુલકમાં ગાંધીની નઈતાલીમના શિક્ષણને પ્રતાપે દરેક કુટુમ્બ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે ઊંચું જીવન ધોરણ જીવતું થયું છે.
- પ્રમુખ, ગુજરાત નઈ તાલીમ સંઘ
- પ્રમુખ, સ્નાતક સંઘ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
- ચેરમેન, જિલ્લા શિક્ષણસમિતિ, સાબરકાંઠા
- ટ્રસ્ટી, ગુજરાત લોકસમિતિ
- સભ્ય, માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
- સભ્ય, ગુજરાતી ભાષા વહીવટી સમિતિ
- સભ્ય, પ્રાથમિક શિક્ષણ તપાસપંચ
- સભ્ય, અખિલ ભારત લોકસમિતિ
- સંચાલક, સર્વોદય યોજના, અનેરા
- પ્રમુખ, આચાર્યકુલ, ગુજરાત
- મંત્રી, રચના પ્રતિષ્ઠાન, અનેરા
- પ્રમુખ, બુનિયાદી અધ્યાપન મંદિર મંડળ, ગુજરાત
- ટ્રસ્ટી, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
- પ્રમુખ, આદિવાસી સેવા સમિતિ, શામળાજી
સાહિત્ય–સર્જન :
- ધાર્મિક – પાંચ અધ્યાય–વિનોબાજી, ગીતામૃત, શ્રીરામ, શ્રીકૃષ્ણ,जीवनम् –सत्य शोधनम्, ધર્મમિમાંસા
- જીવન ચરિત્ર – બહુરત્ના વસુંધરા, મહાત્મા ગાંધી, એક નામ જયપ્રકાશ, માણભટ્ટ મહારાજ,આપણા બબલભાઈ
- પ્રેરણાત્મક – શાંતિના પાઠ,સમ્પૂર્ણક્રાંતિ , સર્વોદય વિચાર, સાત સોનેરી સુટેવો, છીંડું શોધતાં લાધી પોળ, પરિપ્રેક્ષ્ય, ઉડાન, એકવીસમી સદીમાં આપણે ક્યાં ?
- શિક્ષણ – નઈતાલીમ પ્રયોગ–તત્ત્વદર્શન, साविद्या
- પ્રકીર્ણ – ત્રિમુર્તિ, યુગપરુષ જીવન શિક્ષણ, અમૃતા, મને સાંભરે રે, સ્ત્રી, આલોક
સન્માન
- દર્શક શિક્ષણ એવોર્ડ
- આનર્ત એવોર્ડ
- અંજારિયા એવોર્ડ
સાભાર
- અક્ષરાંકન – શ્રી. ઉત્તમ ગજ્જર
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય