ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

યુસુફ મહેરઅલી, Yusuf Maherally


“એ મહેરઅલી હતા કે જેમણે પોતાના જીવન દ્વારા એ સિદ્ધ કરી દેખાડ્યું કે, માનવ-કલ્યાણ માટે પ્રેમ અને આદર્શ એવાં તત્ત્વો છે, જે વિબિન્ન રાજનૈતિક દળો અને ધર્મો વચ્ચે સેતું બની શકે છે.” – ડૉ. રામમનોહર લોહિયા

 

નામ

યુસુફ મહેરઅલી

જન્મ

૨૩ સપ્ટેમ્બર ૧૯૦૩; ભદ્રેસર-કચ્છ

અવસાન

૨ જુલાઇ ૧૯૫૦; મુંબઇ

અભ્યાસ

 • અર્થશાસ્ત્રમાં સ્નાતક – ૧૯૨૫
 • એલએલ.બી – ૧૯૨૯

જીવન ઝરમર

 • કચ્છી વેપારી કુટુંબમાં જન્મ. મૂળ નામ યુસુફ મહેરઅલી મરચંટ
 • વિદ્યાર્થીકાળથી જ દેશની આઝાદીની લડતમાં જોડાયા.
 • મુંબઇની ‘એલ્ફિન્સ્ટન કોલેજ’માં નાટકમાં તેમણે ‘મૌલાના આઝાદ’નું પાત્ર ભજવ્યું તથા ગિરફતારી ભોગવી.
 • કૉલેજના ‘સોશ્યયલ સ્ટડી સર્કલ’ની ‘વિશ્વવિદ્યાલય સુધાર સમિતિ’ના અધ્યક્ષ નિમાયા.
 • જનતામાં જાગૃતિ લવવા માટે ‘પદ્મા પ્રકાશન’ દ્વારા ભારતીય નેતાઓના પ્રેરણાદાયી જીવનચરિત્રો છપાવ્યાં અને વહેંચ્યા.
 • ‘યુથ લીગ’ના મંત્રી તરીકે હોલેન્ડમાં આયોજીત ‘વિશ્વશાંતિ તરુણ કોંગ્રેસ’માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું.
 • આઝાદીની ચવળમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.
 • પ્રજામાં તેઓ અદભૂત લોકચાહના ધરાવતા હતા. ઇ.સ. ૧૯૪૦માં તેમની ધરપકડના વિરોધમાં મુંબઇના કાપડ બજાર, સ્ટોક માર્કેટ, કોટન માર્કેટ અને બુલીયન માર્કેટે સ્વયંભુ બંધ પાળ્યો.
 • ઇ.સ. ૧૯૪૨માં મુંબઇના મેયર તરીકે ચૂંટાયા. આ સમયે તેઓ લાહોર જેલમાં હતા.
 • ઇ.સ. ૧૯૪૯થી મૃત્યુપર્યંત મુંબઇ વિધાનસભાના સભ્ય.

સંદર્ભ

 • કચ્છના જ્યોતિર્ધરો – ડૉ. ગોવર્ધન શર્મા, ડો. ભાવના મહેતા

4 responses to “યુસુફ મહેરઅલી, Yusuf Maherally

 1. mehboobudesai જૂન 11, 2012 પર 11:54 એ એમ (am)

  સરસ. પણ આ અંગે આપે મારું પુસ્તક “હિન્દોસ્તાં હમારા” (ગુજરાતના મુસ્લિમ સ્વાતંત્ર સૈનિકોના રેખા ચિત્રો)ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય,અમદાવાદ પણ વિગતે પરિચય માટે જોવું જોઈ.
  ડૉ.મહેબૂબ દેસાઈ

 2. સુરેશ જૂન 15, 2012 પર 7:36 એ એમ (am)

  આવી કેટકેટલી પ્રતિભાઓથી ગુજરાત ઊજળૂં છે ?

 3. Pingback: અનુક્રમણિકા – ય | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: