ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હિમ્મતલાલ જોશી (આતાઈ), Himmatal Joshi ( Aataai)


જીવનમંત્ર

सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला नहीं हो सकता।
————
Teachers open door,
But you must enter by yourself.

તેમનો બ્લોગ ‘ આતાવાણી’

તેમની જીવનકથા – તેમના શબ્દોમાં

૯૦ વરસના જુવાનનો પરિચય આપતો એક લેખ

શ્રી.પી.કે.દાવડાએ લખેલ સરસ લેખ

———–

ઉપનામ

 • આતાઈ

જન્મ

 • ૧૫, એપ્રિલ-૧૯૨૧, દેશિંગા ( તા. માણાવદર, જિ. જૂનાગઢ )

અવસાન

 • ૧૫, જાન્યુઆરી -૨૦૧૭, મોરિસ ટાઉન, ટેનેસી

કુટુમ્બ

 • પિતા – જટાશંકર; માતા – ઝવેરબેન; ભાઈ – પ્રભાશંકર; બહેનો – હેમકુંવર, સ્વ. રાધા, સ્વ. માણેક
 • પત્ની– સ્વ. ભાનુમતી; પુત્રો – હરગોવિંદ ( દેવ – તેમનું ઈન્ટરનેટ રેડિયો સ્ટેશન) , સતીશ; પુત્રી– જયા

અભ્યાસ

 • પાંચ ધોરણ સુધી – દેશિંગામાં
 • છ અને સાત ધોરણ – મરમઠ

વ્યવસાય

 • ભારતમાં – ૧૯૪૨ થી ૧૯૪૭ – મિલીટરી, ૧૯૪૭ – ૧૯૬૯ અને ૧૯૭૧ થી ૧૯૭૪ પોલિસ ખાતું
 • અમેરિકામાં – ૧૯૭૪ થી ૧૯૮૫ –  વિવિધ નોકરીઓ, મોટા ભાગે છેલ્લે સુધી પ્રિન્ટિંગ પ્રેસમાં

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

 • મિલીટરીમાં હાલના પાકિસ્તાન અને દેશમાં વિવિધ જગ્યાએ જાતજાતના અનુભવો
 • પોલિસ ખાતામાં અમદાવાદ અને અંબાજી ખાતે જાતજાતની કામગીરી, એ દરમિયાન બકરીઓ પણ પાળી હતી.
 • અમેરિકા આવ્યા  બાદ સાહિત્ય રસ કેળવાયો અને ઉર્દૂ અને અરબી ભાષા પણ શિખ્યા. ઉર્દૂ લીપીમાં પણ લખતાં શિખ્યા.
 • આશરે ૪૦ વર્ષથી અમેરિકા રહેતા હોવા છતાં હજુ અમેરિકન નાગરિક બન્યા નથી.
 • સદા બહાર, સદા યુવાન અને કામગરા માણસ
 • ૧૯૯૬ સુધી ન્યુ જર્સી અને ન્યુ યોર્ક રાજ્યોમાં અને ત્યાર બાદ એરિઝોના રાજ્યમાં વસવાટ

હોબી

 • ખજુરના ઠળિયા, નાળિયેરની કાચલી, વિવિધ ફળની સૂકાયેલી છાલ, છીપ વિ. માંથી માળા, પટ્ટા, ટોપી વિ. બનાવવા
 • વિવિધ ચીજોમાંથી જાદુના ખેલ માટેનાં સાધનો બનાવવા અને બતાવવા
 • સાપ, નાગ, વીંછી જેવા જાનવરોને કોઈ સાધન વગર પકડવા

રચનાઓ

 • અતાઈના અનોખા સ્વાનુભવો, અતાઈના આપજોડિયાં, વડીલોની વાતો, આધી હકીકત  આધા ફસાના

24 responses to “હિમ્મતલાલ જોશી (આતાઈ), Himmatal Joshi ( Aataai)

 1. aataawaani જૂન 29, 2012 પર 10:07 પી એમ(pm)

  સુરેશભાઈ તમે મારામાં ઘણી શક્તિ ઉમેરી દીધી આભાર ધન્યવાદ આતા

 2. pragnaju જૂન 30, 2012 પર 6:50 એ એમ (am)

  આજે જ નીરવ રવે પર પ્રગટ થયેલ લેખની પહેલી જ કોમેંટમા
  Vinod R. Patel
  June 30, 2012 at 3:30 am
  Very interesting article.Enjoyed reading it.We know closely one person who has crossed 90 years and still alert and inspiring. He is our beloved Aattji.તમને યાદ કર્યા… થિન્ક ઓહ આતા એન્ડ

  મને તો આતા માથા પર છત્ર જેવા લાગે છે.
  મૈં હૂં ન…

 3. kanakraval જૂન 30, 2012 પર 7:20 એ એમ (am)

  માત્ર ઇંટરનેટ પર થએલો સંસર્ગ ટેલીફોન અને પત્રવ્યહ્વાર સુઘી પણ આ વિચક્ષ્ણ અને વિલક્ષણ વ્યક્તિ
  હવેતો આત્મજન બની ગઈ છે અને વર્ષો જુનો નાતો ભાસે છે. ભણેલા કરતાં વધારે ગણેલા હિમ્મતભાઈ “આતાઈ”ને હુંતો ઉછરતી પ્રજા માટે roll model ગણું -કનક્ભાઈ રાવળ

 4. પરાર્થે સમર્પણ જુલાઇ 1, 2012 પર 8:01 પી એમ(pm)

  આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
  ખુબ સરસ લેખ
  આતા કાઢે ગાભા એવા સમર્થ વ્યક્તિત્વના સ્વામી છે .
  ૯૨ નોટ ઓઉટ બેટીગમાં પણ લેખો દ્વારા સતત મિત્રો અને વાચકો સાથે જકડાયેલા રહે છે.
  જય હો આતેશ્વર મહારાજની

  • aataawaani જુલાઇ 8, 2012 પર 3:04 એ એમ (am)

   મને heart etteck આવ્યા પછી એક નર્સ મારે ઘરે મારી શારીરિક તપાસ કરવા અઠવાડિયા બે વખત આવે છે .એણે મારી તંદુરસ્તીનું રહસ્ય પૂછ્યું .મેં એણે જવાબ આપ્યો .એક દિવસ એ દિવસમાં બે વખત ઘરે આવી મેં તેને પૂછ્યું આજે બે વખત કેમ ?તે બોલી તમને મળવાનું મન થઇ ગયું .હવે હું પણ તમારી મિત્ર બની ગઈ છું એવું બોલી મને ઝોરથી ભેટી પડી .તમારી સંગત થી મેં સોડા પીવો છોડી દીધો અને એણે બદલે પાણી પિયું છું .સોમવારે તે મને ઠંડે પાણીએ સ્નાન કરતો જોશે સુરેશ કાકા (તમારા હો માંરોતો સુરેશ દીકરો થઇ ગયો છે .)મારા નહાવાની જગ્યા જોઈ ગયા છે .

 5. Ankit N. Purohit જુલાઇ 2, 2012 પર 12:45 એ એમ (am)

  Ata Dada tamari health nu rahasya su che.

 6. jjkishor જુલાઇ 2, 2012 પર 8:21 પી એમ(pm)

  ગુજરાત અને ગુજરાતીઓના ગૌરવ–પુરુષ. માનવીની જીવંતતા ફક્ત શ્વાસોચ્છ્વાસ પુરતી જ નથી ગણાતી; જીવતાં હોવું અને જીવંત હોવુંનો ફેર આતાઈ બતાવી આપે છે.

  એમને ‘પ્રતિભા પરિચય’માં મૂકીને બ્લૉગને વધુ સાર્થક બનાવ્યો છે.

  • aataawaani જુલાઇ 8, 2012 પર 3:19 એ એમ (am)

   ફોર્થ જુલાઈની પાર્ટી સીનીયર સેન્ટરમાં ઉજવેલી
   એમાં મને મેનેજર બાઈએ ધ્વજ પકડાવીને ખુબ ફેરવ્યો .મેં તેને કહ્યું એલી મને heart etteck આવ્યો હતો એ તુને ખબર છે ? મને તે બહુ ચલાવ્યો .તે બોલી તમારાથી રોગ ડરીને ભાગીજાય છે.
   ફક્ત છોકરીઓજ તમને વળગે છે . એજ તમારાથી ડરતી નથી .

 7. Ankit N Purohit જુલાઇ 3, 2012 પર 3:43 એ એમ (am)

  Hum Rahe ya na rahe ye duniya rahe ya Na Rahe ,Per Hindustan Hamesha rahega
  Hindustan Ajay Hai………Hindustan Amar Hai
  Jai Hind
  Hindustan Zindabaad

  Ankit N. Purohit

 8. aataawaani જુલાઇ 8, 2012 પર 3:26 એ એમ (am)

  इसी लिए मै ४० सालसे अमरिकामे रहता हु फिरभी अमरीकन सिटिजन नहीं हुवा. मै भारतीय जन्मा हु और भारतीय रहते हुवे मरना चाहता हु ,इंशा अल्लाह

 9. Dipak Dholakia જુલાઇ 12, 2012 પર 8:23 એ એમ (am)

  આતાનો પરિચય મને આ પહેલાં જ તમારા થકી થઈ ગયો છે. આવા વ ઇરલ વ્યક્તિત્વને શત શત પ્રણામ.

 10. facebook covers જુલાઇ 28, 2012 પર 8:38 એ એમ (am)

  Great of an article, can let a person will have insight some life philosophy. Content is good rich logical, description with humor, let a person look at a comfortable happy. I’ll read again a few times, or let oneself know more.

 11. Vinod R. Patel જુલાઇ 30, 2012 પર 5:34 પી એમ(pm)

  મુરબ્બી આતાજી મને અવાર નવાર એમના ઈ-મેલ મારફતે એમના અનુભવ અને જ્ઞાનનો લાભ આપતા

  રહે છે અને મારા બ્લોગમાં મુકાતી પોસ્ટમાં પણ એમનો પ્રતિભાવ આપી મને પ્રોત્સાહિત કરે છે .

  મારા ૭૬ માં જન્મ દિવસ પ્રસંગે એમનો નીચે પ્રમાણે ઈ-મેલ મને મોકલેલ. .

  January 19, 2012

  સ્નેહી ભાઈશ્રી વિનોદ ભાઈ પટેલ

  સૌ પ્રથમ તમને તમારા જન્મ દિવસની વધાઈ આપુછું.
  તમારા તમે કઠોર દિવસો ઠોકર મારીને દુર હડસેલી દીધા .અને તમારા નામ પ્રમાણે “વિનોદ વૃતિ “ટકાવી રાખી તમારી પાસેથી ઘણું શીખવા જેવું ,અને જીવનમાં ઉતારવા જેવું ઘણું બધું છે.
  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

  એમના ઈ-મેલનો મારો પ્રત્યુત્તર—

  આદરણીય મુરબ્બી શ્રી આતાજી,

  આપની મારા ૭૬મા જન્મ દિનની શુભેચ્છાઓ માટે આપનો દિલથી આભાર માનું છું.

  તમારા જવાબે મને શરમિંદો કર્યો !હું એક સામાન્ય માણસ છું.તમારા જેવા નેવું વર્ષના

  મુરબ્બીએ મારી પાસેથી શું શીખવાનું ?તમે આ ઉમરે પણ શરીર અને મનથી શશક્ત છો.

  હાસ્ય દરબાર બ્લોગમાં તમારી “વિનોદ વૃતિ “નાં અવારનવાર દર્શન થતાં હોય છે.

  આ ઉમરે પણ તમે જિંદગીને આનંદથી માણી રહ્યા છો . દવાની એક પણ ગોળી લેતા નથી.

  એટલે તમારી પાસેથી મારે ઘણું ઘણું શીખવાનું છે.

  તમારા જવાબમાં તમારો મારા પ્રેત્યેનો ઉમળકો અને પ્રેમ ભાવ દેખાય છે, એ બદલ આપનો

  શીરગુઝાર છું.

  વિનોદભાઈના પ્રણામ

  આતાજી ,તમો સો વર્ષનું નિરામય આયુષ્ય ભોગવો એવી મારી શુભેચ્છા અને પ્રાર્થના છે.

 12. dhavalrajgeera ઓક્ટોબર 13, 2012 પર 5:39 પી એમ(pm)

  આદરણીય આતા,,,,,
  હાસ્ય દરબાર બ્લોગમાં અવારનવાર દર્શન થતાં હોય છે.
  તમારાથી રોગ ડરીને ભાગી જાય છે.
  Stay Healty now.

  Rajendra Trivedi, M.D.

 13. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

 14. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 15. Pingback: અભિનેતા / કલાકાર/ ચિત્રકાર/ જાદુગર | ગુજરાતી પ્રતિભા પરિચય

 16. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 17. hirals ઓક્ટોબર 6, 2014 પર 8:51 એ એમ (am)

  સદા બહાર, સદા યુવાન અને કામગરા માણસ.
  touchy.

 18. Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: