ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

અનિલ જોશી, Anil Joshi


-” પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ
અને વાવટાની જેમ ઊભાં ઝાડ
ધૂળીયા મારગ તો ક્યાંય દેખાય નહીં
બંધ આંખ્યુમાં લીલો ઉઘાડ

– “સમી સાંજનો ઢોલ ઢબૂકતો
જાન ઉઘલતી મ્હાલે
કેસરિયાળો સાફો ઘરનું
ફળીયું લઈને ચાલે.

– ” પેલ્લા વર્સાદનો છાંટો મુને વાગિયો
હું પાટો બંધાવાને હાલી રે…”
( અહીં વાંચો અને સાંભળો )

– ” કૂવો ઊલેચીને ખેતરમાં વાવ્યો
ને ઊગ્યો તે બાજરાને મોલ
કાંટાની વાડ કૂદી આવ્યો રે આજ
મારા વાલમનો હરિયાળો કોલ”

– ઢગલાબંધ ગીતો … –  ૧ –  ; –  ૨  –  ;  –  ૩   – 

# ઉમાશંકર જોશી વિશે તેમનો એક સરસ લેખ 

—————————————

જન્મ

 • ૨૮, જુલાઈ-૧૯૪૦, ગોંડલ

કુટુમ્બ

 • માતા – ?, પિતા –રમાનાથ
 • પત્ની -? , સંતાન – ?

શિક્ષણ

 • પ્રાથમિક/ માધ્યમિક – ગોંડલ અને મોરબીમાં
 • ૧૯૬૪ – એચ.કે. આર્ટ્સ કોલેજ ( અમદાવાદ)માંથી ગુજરાતી/ સંસ્કૃત વિષયો સાથે બી.એ.

વ્યવસાય

 • ૧૯૬૨-૬૯ – હિમ્મતનગર અને અમરેલીમાં શિક્ષક
 • ૧૯૭૧- ૭૬ –‘ કોમર્સ’ના તંત્રી વાડીલાલ ડગલીના પી.એ. તરીકે
 • ૧૯૭૬-૭૭ – ‘પરિચય’ ટ્રસ્ટમાં સહસંપાદક
 • ૧૯૭૭ થી – મુંબાઈ મ્યુનિ. કોર્પો.માં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર

અમારા આર્લિંગ્ટન ખાતેના ઘરમાં પાડેલો તેમનો ફોટો

તેમના વિશે વિશેષ

 • આધુનિક ગુજરાતી કવિતા પ્રત્યે પહેલેથી આકર્ષણ
 • વાતાવરણના મિજાજ અને અસંબદ્ધ શબ્દ ભાવજૂથોનો છૂટથી ઉપયોગ

રચનાઓ

 • કવિતા – કદાચ, બરફનાં પંખી, ઓરાં આવો તો વાત કરીએ
 • નિબંધ – સ્ટેચ્યુ, પવનની વ્યાસપીઠે

લંડનમાં હુલ્લડ ગીતો!

લંડનમાં શ્રી. વિપુલ કલ્યાણીએ આપેલ પરિચય

સન્માન

 • ગુજરાતી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર ( નિબંધ સંગ્રહ ‘સ્ટેચ્યુ’ માટે )

સાભાર

 • ગુજરાતી સાહિત્યકોશ

7 responses to “અનિલ જોશી, Anil Joshi

 1. સુરેશ ઓક્ટોબર 7, 2012 પર 11:48 પી એમ(pm)

  તેમનાં ગીતોનો પાઠ ડલાસ અને હ્યુસ્ટન ખાતેના મુશાયરામાં અને અને હ્યુસ્ટન જતાં અને આવતાં કારમાં દિલ ભરીને માણવા મળ્યો છે.

 2. નિરવ ની નજરે . . ! ઓક્ટોબર 8, 2012 પર 1:32 એ એમ (am)

  1} સુરેશ દલાલ અને અનીલ જોશી એ બંને મારા ફેવરીટ છે અને તેમના ” સ્ટેચ્યુ ” નિબંધસંગ્રહ તો અદભુત કક્ષાનો છે , Just out of the world !

  2} અને કવિતાની દુનિયામાં તેમના મિત્રોમાં જાવેદ અખ્તરનો પણ સમાવેશ થાય છે .

  3} આંતરરાષ્ટ્રીય કવિતાઓની છણાવટ કરવામાં માત્ર તેઓ જ હવે કદાચ રહ્યા છે , સુરેશ દલાલ તો વહેલા નીકળી ગયા 😦

 3. pragnaju ઓક્ટોબર 8, 2012 પર 7:19 એ એમ (am)

  અમારા લાડકા કવિરાજ વિષે ઘણું આજે જાણ્યું

 4. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: