” ઉગે શશાંકુ રજનીરમણી ધીરેથી
આલિંગને ભુજ ભીડી નિજકંઠ બાંધે.
તારાવલી ચમકતી કહી વ્યોમભાગે
મંદાકિની જલપડ્યાં કુમુદાવલીશી.”
—
” તમે મને નોકરી અને પગાર મારી માનસિક શક્તિ માટે આપો છો કે, મારા પહેરવેશનો? એવું હોય તો, કાલથી નહીં આવું. ”
– ચડ્ડી અને બનિયન પહેરી મોટર સાયકલ રિપેર કરતાં, મોટરમાં બેસી ટકોરતા મિલ માલિકને
– – “પ્રકૃતિ” સામયિક તો હરિનારાયણ આચાર્યએ પોતાનો પ્રાણ રેડીને ઉછરેલું તેમનું માનસસંતાન હતું. ……
હરિનારાયણ આચાર્ય અમદાવાદમાં વસંતકુંજ, એલિસબ્રિજ – અમદાવાદના ઘેરથી અમદાવાદના જ કાંકરિયા પ્રાણી સંગ્રહસ્થાનના નિયામક એમના જેવડા જ વયોવૃદ્ધ રૂબિન ડેવિડને આવો કાગળ લખે. કાનખજૂરાના પગ અને ભીંગડાં ગણવાની આતુરતા બતાવે.
( શ્રી. રજનીકુમાર પંડ્યા)
————————————
જન્મ
- ૨૫, ઓગસ્ટ- ૧૮૯૭, વીરમગામ; વતન – ઊંઝા
અવસાન
કુટુમ્બ
- માતા-?, પિતા– ગિરધરલાલ
- પત્ની – ? દીકરી –ઉષા
શિક્ષણ
- પ્રાથમિક – ઊંઝામાં, માધ્યમિક – સિદ્ધપુર અને પાટણ
- ૧૯૧૪– ગુજરાત કોલેજ , અમદાવાદમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ.
વ્યવસાય
- ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી, સંસ્કૃત અને તત્વજ્ઞાન વિષયોના અધ્યાપક
- ૧૯૪૫ સુધી –અમદાવાદની ભરતખંડ ટેક્સ્ટાઈલ મીલમાં મેનેજર
- અમદાવાદના મિલ ઓનર્સ એસોસિયેશનમાં સહાયક મંત્રી



‘મારે ગીધપક્ષીના જીવનક્રમનો અભ્યાસ કરવો છે.’
હરિનારાયણ આચાર્યે જેમને આમ કહ્યું એ જંગલી લોકો હતા. ગીધની એમને બહુ નવાઈ નહોતી, પણ આ ખડખડખાંચમ સાઈકલ ઉપર માત્ર ચડ્ડી-બાંડિયું પહેરીને નીકળેલા છોકરડાએ એમને આ પૂછ્યું તેથી નવાઈ લાગી. છતાં એમણે કહ્યું : ‘જોખમી છે, બહુ જોખમી છે. એવા તંત મૂકી દે ભઈલા.’
એમનો એ તંત નહીં પણ ખંત હતો. એટલે જંગલી લોકોની મોપાજી મૂકીને હરિનારાયણ ખુદ જંગલને રસ્તે આગળ વધ્યા. આગળ ઉપર જ એક અગોચર જગ્યાએ એમને ગીધડાની જમાત જડી ગઈ. મરી ગયેલી એક ભેંસના શબને ચૂંથતા હતા. હરિનારાયણ સાઈકલને ભોંયે સુવડાવીને એ જયાફતની નજીક ગયા ત્યાં તો ગીધડામાં ફફડાટ વ્યાપી ગયો. ઊડાઊડ થઈ પડી અને સાગમટે હરિનારાયણ પર હુમલો કર્યો. લાંબી તીક્ષ્ણ ચાંચોથી એમને એમની જાહલ સાઇકલનાં પૈડાં પણ બચાવી ના શકે. હરિનારાયણ જીવ લઈને દોડ્યા, ને માંડ એ ગીધના ‘જ્યુરીસ્ડિક્શન’ની બહાર નીકળી ગયા, પણ બહાર નીકળીને પહેલું કામ એમણે પોતાની એકની એક સાઈકલની ચિંતા કરવાનું નહીં પણ ગજવામાંથી નોંધપોથી કાઢીને ગીધની ભયની પરિસ્થિતિ વખતની વર્તણૂકનું બારીક અવલોકન લખવાનું કર્યું.
તેમના વિશે વિશેષ
- તેજસ્વી કારકિર્દીને કારણે આનંદશંકર ધ્રુવના પ્રિય વિદ્યાર્થી
- અમદાવાદની મિલો સાથે વ્યવસાયિક કારકિર્દી હોવા છતાં અભ્યાસુ વૃત્તિના કારણે વિવિધ વિષયોમાં સંશોધનાત્મક ઋચિ અને ઊંડાણથી અભ્યાસ
- ‘કુમાર’ અને ‘પ્રકૃતિ’માં અનેકવિધ લેખમાળાઓ ( ‘વનવગડાંના વાસી’ ઘણી પ્રખ્યાત થયેલી લેખશ્રેણી
- ૧૯૪૨ – ૧૯૬૯ – ‘પ્રકૃતિ’ ના તંત્રી
રચનાઓ
- દીર્ઘકાવ્ય – સીતા વિવસન
- વિજ્ઞાન – વનવગડાંના વાસી, ગુજરાતનાં પ્રાણીઓની સર્વાનુક્રમણી
સન્માન
- ૧૯૪૭ – રણજિતરામ સુવર્ણ ચન્દ્રક
સાભાર
- ગુજરાતી સાહિત્યકોશ
- ડો. કનક રાવળ, શ્રી. રજનીકુમાર પંડ્યા, શ્રી. બીરેન કોઠારી
Like this:
Like Loading...
Related
આદરણીય વડીલ શ્રી સુરેશ કાકા,
અમ જેવાને આવી અલભ્ય અને કદીય ન જાણતા હોઈએ એવી માહિતી પીરસી જૂની
પેઢીના દર્શન કરાવો છે એ બદલ ધન્યવાદ
Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: વિકલાંગ, વૈજ્ઞાનિક, સોફ્ટવેરનિષ્ણાત | ગુજરાતી પ્રતિભા પરિચય
ઘણીજ ઉત્તમ માહિતી આપી સુરેશ ભાઈ