ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

બંસીલાલ વર્મા (ચકોર), Bansilal Verma


bv# તેમનો  એક પરિચય

# વિકિપિડિયા પર 

—————-

ઉપનામ

  • ચકોર, બંસી, કિશોર વકીલ

જન્મ

  • ૨૩,નવેમ્બર-૧૯૧૭, ચોટિયા( જિ. મહેસાણા – તારંગા પાસે)

અવસાન

  • ૮, ઓગસ્ટ – ૨૦૦૩

કુટુમ્બ

  • માતા– જમના, પિતા-ગુલાબરાય

શિક્ષણ

  • મેટ્રિક – વડનગરમાંથી
  • કલાગુરૂ રવિશંકર રાવળ પાસે ચિત્રકળાનો અભ્યાસ

તેમના વિશે વિશેષ

  • ૧૯૩૩– અમદાવાદમાં ચિત્રકામ શીખવા આવ્યા
  • વિવિધ અખબારોમાં વ્યંગ અને ઠઠ્ઠાચિત્રો અને પુસ્તકોનાં શિર્ષકો બનાવેલા છે.
  • લખનૌ ખાતેના કોન્ગ્રેસ અધિવેશન વખતે મંડપ સુશોભનનું કામ કરતાં નંદલાલ બોઝના સમ્પર્કમાં આવ્યા.
  • ૧૯૩૭ – ‘નવસૌરાષ્ટ્ર’ વર્તમાન પત્રમાં વ્યંગચિત્રો બનાવવાથી આ કામની શરૂઆત
  • ૧૯૪૮ –મુંબાઈના અખબારોમાં વ્યંગચિત્રો આપવાની શરૂઆત
  • તેમનાં ચિત્રો મૈસૂરની આર્ટ ગેલેરીમાં પણ સમાવાયા છે.

રચનાઓ

  • હાસ્યલેખ – વિનોદ વાટિકા
  • વ્યંગચિત્ર સંગ્રહ – વામનમાંથી વિરાટ ( લાલબહાદુર શાસ્ત્રીના સેવાકાળને સ્પર્શતાં વંગચિત્રો)
  • નિબંધ – ભારતમાં અંગ્રેજી અમલ, શાંતિમય ક્રાન્તિ

સન્માન

  • ૧૯૪૧ – આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં મોન્ટ્રિયલ એવોર્ડ
  • ગુજરાત સરકાર દ્વાતા એક લાખ રૂપિયાનો રવિશંકર રાવળ એવોર્ડ

સાભાર 

  • ગુજરાતી સાહિત્યકોશ
  • ડો. કનક રાવળ, કુમાર

8 responses to “બંસીલાલ વર્મા (ચકોર), Bansilal Verma

  1. સુરેશ ઓક્ટોબર 24, 2012 પર 3:44 પી એમ(pm)

    કેવી કરૂણતા કે, ઢગલાબંધ વ્યક્તિઓનાં ઠઠ્ઠાચિત્રો બનાવનારનું એકેય ચિત્ર ન મળ્યુ?!

  2. Pingback: આમને ઓળખી બતાવો – જવાબ | હાસ્ય દરબાર

  3. Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: અભિનેતા / કલાકાર/ ચિત્રકાર/ જાદુગર | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. સુરેશ જુલાઇ 29, 2016 પર 2:28 પી એમ(pm)

    સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા સંચાલિત સાંધ્યદૈનિક ‘જન્મભૂમિ’ને 25 વર્ષ પૂરાં થયાં ત્યારે વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અતિથિવિશેષ તરીકે પધાર્યા. તે અત્યંત પ્રેમથી લોકોને હળ્યામળ્યા. તસવીરકારે ફટાફટ તસવીરો ખેંચી. થોડા સમય પછી નહેરુએ વિદાય લીધી. અને ત્યાર પછી કો’કને યાદ આવ્યું કે નહેરુજીના હસ્તે ગ્રંથનું વિમોચન કરાવવાનું તો ભુલાઈ જ ગયું છે. હવે શું કરવું ? ‘તે વખતે તસવીરકારને ખ્યાલ આવ્યો કે મારો ચહેરો નહેરુજી સાથે મળતો આવે છે, એટલે તેણે મને બોલાવ્યો….’ ચકોરકાકા આમ કહીને મલકે છે. પછી વાતનો દોર સાંધી લે છે : ‘હું નહેરુજી જેવો જ દેખાઉં તે માટે તસવીરકારે મારા માથાના વાળ પર જરૂરી હોય ત્યાં સફેદ રંગ લગાડ્યો. નહેરુ ટોપી અને લાંબો કોટ પહેરાવ્યો. કોટમાં ગુલાબનું ફૂલ ખોસી દીધું… અને હું નહેરુ બની ગયો !’ ત્યાર પછી વડાપ્રધાન નહેરુ તરીકે ચકોરકાકાએ ગ્રંથનું વિમોચન કર્યું અને તસવીરકારે તેમનો સાઈડ ફેઈસ દેખાય તે રીતે વિમોચનની તસવીર લીધી. આ તસવીર પ્રદર્શનમાં મુકાઈ ત્યારે કોઈને ખબર પડી નહીં કે તે તસવીરમાં નહેરુ નહીં, પણ ચકોર હતા ! આજે, આટલાં વર્ષે તે પ્રસંગ યાદ કરીને ચકોરકાકા હસી પડે છે :
    ભલે એક દિવસ માટે તો એક દિવસ માટે, હું નહેરુ બન્યો તો ખરો…..!’
    ———
    સંદર્ભ – રીડ ગુજરાતી
    http://archive.readgujarati.in/sahitya2/2010/06/04/gurjar-gaurav/

  7. હાર્દિકસિંહ પરમાર જુલાઇ 15, 2022 પર 12:00 એ એમ (am)

    ડ્રેગન કમ્સ ટુ યુનો ચિત્ર ક્યાંય મળ્યું નહીં તમારા જોડે હોય તો જણાવશોજી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: