ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

દલપત પઢિયાર, Dalpat Padhiyar


દીપ ધર્યા ને ઊમટી તેજસવારી,
ભીતર ગગન ઊઘડે બારી !

#   અમને કોની રે સગાયું આજ સાંભરે? 
     ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે

……… અહીં સાંભળો

#   મૂળ રે વિનાનું કાયાં ઝાડવું જી રે,
એ જી એને પડતાં નહીં લાગે વાર રે હાં…
એવું મૂળ રે વિનાનું કાયા ઝાડવું હો જી

#  તું સમજે જે દૂર, તે સાવ જ તારી કને,
ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને !

————————————————————-

જન્મ

 • ૧૧, ઓક્ટોબર- ૧૯૫૦, કહાનવાડી ( જિ. ખેડા)

કુટુમ્બ

 • પિતા-નારણભાઈ

શિક્ષણ

 • એમ.એ., પી.એચ.ડી.

વ્યવસાય

 • શરૂઆતમાં ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક
 • ગુજરાત સરકારમાં નાયબ માહિતી નિયામક

રચના

 • કવિતા– ભોંયબદલો

સાભાર

 • ગુજરાતી સાહિત્ય કોશ

11 responses to “દલપત પઢિયાર, Dalpat Padhiyar

 1. pragnaju નવેમ્બર 9, 2012 પર 8:37 એ એમ (am)

  સુંદર
  તેમને સાંભળવા અને ગાતા માણવા એ લ્હાવો છે.તેમની આ રચનાઓ અમને ગમે છે
  aam gaNu to kashu nahin-આમ ગણું તો કશું … – YouTube
  ► 8:02► 8:02

  http://www.youtube.com/watch?v=R_CYZlB6z3MAug 9, 2012 – 8 min – Uploaded by tiajoshi
  Alert icon. You need Adobe Flash Player to watch this video. Download it from Adobe. … સ્વરાંકન:- ભરત પટેલ રચના …
  More videos for Vou tube દલપત પઢીયાર »

  ……………………………………………………..

  હો મહાકાળી, તું પાવાવાળી, તું વહેલી પધારજે,
  મારા ભોજનીયા જમવાને વહેલી આવજે…
  મહાકાળી, તું પાવાવાળી…

  ખાજા કરીને જલેબી-પુરી છે, માતાજી ઓ માતાજી !
  બરફી, પેંડા ને હલવો મેસુર છે, માતાજી ઓ માતાજી !
  બાજઠ મુકી… બાજઠ મુકી થાળી કીધી જળ જમનાનાં લાવી…
  મહાકાળી, તું પાવાવાળી…

  કંસાર ઘીની વેઠમી બનાવી, માતાજી ઓ માતાજી !
  દાળભાત શાક રસ રોટલી બનાવી, માતાજી ઓ માતાજી !
  ચટણી પાપડ… ચટણી પાપડ લીંબુ અથાણા- જે જોઈએ તે લેજો…
  મહાકાળી, તું પાવાવાળી…

  પકવાન પુરી ને દહીંતરા શ્રીખંડ છે, માતાજી ઓ માતાજી !
  પાતરા કચોરીને ભજીયા ગરમ છે, માતાજી ઓ માતાજી !
  દહીંને ભાંગી… દહીંને ભાંગી છાશ બનાવી ફડકો મારી લેજો…
  મહાકાળી, તું પાવાવાળી…

  ચોસઠ પાનનાં બીડલાં બનાવ્યાં, માતાજી ઓ માતાજી !
  લવિંગ સોપારી ને એલચી મંગાવ્યાં, માતાજી ઓ માતાજી !
  અત્તર ખુશ્બુ… અત્તર ખુશ્બુ તેલ સુગંધી રૂમાલ માંગી લેજો…
  મહાકાળી, તું પાવાવાળી…

  દાસ દલપત તારો થાળ ધરાવે, માતાજી ઓ માતાજી !
  દાસ દલપત તારો થાળ ગવડાવે, માતાજી ઓ માતાજી !
  ભાવે જમજો… ભાવે જમજો ગરબે રમજો ભૂલની માફી દેજો…
  મહાકાળી, તું પાવાવાળી…
  ………………………………………………………………………….
  સકલ મારું ઝળહળ
  મેં તો ઉંબર પર દીવડો મેલ્યો
  કે ઘર મારું ઝળહળતું
  પછી અંધારો ઓરડો ઠેલ્યો
  ભીતર મારું ઝળહળતું ….મેં તો

  મેં તો મેડી પર દીવડો મેલ્યો
  કે મન મારું ઝળહળતું
  પછી ડમરો રેલમછેલ રેલ્યો
  કે વન મારું ઝળહળતું મેં તો

  મેં તો કૂવા પર દીવડો મેલ્યો
  કે જળ મારું ઝળહળતું
  પછી છાયામાં છાયો સંકેલ્યો
  કે સકલ મારું ઝળહળતું ….મેં તો

  મેં તો ખેતર પર દીવડો મેલ્યો
  કે પાદર મારું ઝળહળતું
  પછી અવસર અજવાળાનો ખેલ્યો
  કે અંતર મારું ઝળહળતું …..મેં તો

  મેં તો ડુંગર પર દીવડો મેલ્યો
  કે ગગન મારું ઝળહળતું
  પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો
  કે ભવન મારું ઝળહળતું …..મેં તો

 2. પરાર્થે સમર્પણ નવેમ્બર 13, 2012 પર 8:10 પી એમ(pm)

  સંવત ૨૦૬૯ ના નુતન વર્ષે ……………
  આપ સર્વે કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના સાથે નુતન વર્ષાભિનંદન

 3. Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. pravin bhagat સપ્ટેમ્બર 2, 2013 પર 12:38 પી એમ(pm)

  jay guru maharaj bapu…..das janna pranam svikarjo

 6. v g savani જાન્યુઆરી 6, 2014 પર 11:51 એ એમ (am)

  Respected Dalpatbhai, we had a happy time in v v nagar,where u came got our invitation, thanks a lot .now its our standing invitation in our city BHAVNAGAR. V g savani

 7. Pingback: ફોટોગ્રાફર, રમતવીર, વહીવટકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 9. Anitabahen એપ્રિલ 12, 2015 પર 11:58 એ એમ (am)

  બીજો કાવ્યસંગહ .’સામે કાંઠે તેડાં’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: