ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

બ્રહ્મવેદાન્ત સ્વામી, Brahmavedant Swami


IMG_3587

“ધ્યાનને પ્રવૃત્તિ બનાવવાની નથી. 
જીવનની દરેક પ્રવૃત્તિને ધ્યાનમય બનાવવાની છે.”

“ ગમે તે પરિસ્થિતીમાંથી મજા અને મસ્તી કઈ રીતે મેળવવા, એ બધું  શીખવ્યું રામદુલારે બાપુએ.”

“સન્યાસ લેવાયો ન હતો. સન્યાસ એ ઓશોની કૃપા હતી.એ ઓશોની (મારે માટે)પસંદગી હતી.”

તેમના વિશે માહિતી

——————————————————————

સાંસારિક નામ

  • હીરાલાલ શાહ

જન્મ

  • ૬, જુલાઈ-૧૯૩૨; મુંબઈ

અવસાન

  • ૧૪, જાન્યુઆરી – ૨૦૨૧

અભ્યાસ

  • સાયન્સ કોલેજનુ બીજું વર્ષ.

કુટુમ્બ

  • માતા– મણીબાઈ ગોવિંદજી;પિતા-મકનજી જ્ગજીવન શાહ
  • પત્ની– રમીલા;પુત્રો – ભરત, હરીશ;રામુ અને હિમાન્શુ; પુત્રીઓ-રક્ષા અને હીના


તેમના વિશે વિશેષ

તેમનાં પ્રવચનો અને તેમના જીવન વિશે ઘણા બધા વિડિયો અહીં .

કોઈ પણ ફોટા પર ‘ક્લિક’ કરી,
આશ્રમનો સ્લાઈડ શો નજરે નીહાળો.
 

  • પિતા માધવપુરના નગરશેઠના દીકરા હતા અને પુષ્ટિમાર્ગમાં રૂચિ ધરાવતા હતા.
  • સ્વામીજી એક વર્ષના હતા, ત્યારે પિતા અને ૭ વર્ષના હતા , ત્યારે માતાનો  દેહાન્ત થયો હતો.
  • ૧૯૩૯ – માતા પિતાના દેહાન્ત બાદ માધવપુર સ્થળાંતર. માસા હરજીવનદાસ અને માસી અમૃતાબાઈએ ઉછેર્યા.
  • ૧૯૪૦થી –તેમના બાળમન પર ગાંધીજીનો પ્રભાવ પડ્યો.
  • ૧૯૪૨–  અભ્યાસ છોડી આઝાદીની લડતમાં જોડાયા. સાથે સાથે રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ અને સ્વામી વિવેકાનન્દનાં ઘણાં સાહિત્યનો અભ્યાસ કર્યો. ત્યારથી જ લોભ વૃત્તિ ઘટવા લાગી; જ્યોતિષ, યોગવિદ્યા, તંત્રશાસ્ત્ર,પુનર્જન્મ વિ.માં ખૂબ શ્રદ્ધા જાગવા લાગી.
  • ૧૯૬૭ – પહેલી વખત ‘ઓશો’ – રજનીશજી સાથે સત્સંગ, શારદાગ્રામ શિબીરમાં(માત્ર કુતૂહલથી પ્રવચન સાંભળવા ગયા હતા; અને આખો દિવસ રોકાઈ ગયા.) વર્તમાનમાં જીવવાનો પહેલો અનુભવ. બીજા બધા રસ્તાઓ ઉપર ચોકડી મૂકાઈ ગઈ.
  • ૧૯૭૨– આબુ ખાતે ‘ઓશો’ની શિબીરમાં આકસ્મિક જ દીક્ષા લીધી ‘મારી પાત્રતા નથી’ ના જવાબમાં ઓશોએ કહ્યું ,’ ઉસકી ફિકર છોડ દે. કિસ રૂપમેં સન્યાસ લેના ચાહતા હૈ?’ સફેદ વસ્ત્ર ધારી સન્યાસી બન્યા; અને ‘સ્વામી બ્રહ્મવેદાન્ત’ નામ મેળવ્યું.
  • ૧, નવેમ્બર-૧૯૭૪ વેરાવળ ખાતે ‘સંકેત’ – રજનીશ ધ્યાન કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે કેવળ દૃષ્ટાભાવ પ્રગટ્યો અને ‘ભગવાન’પદ કોઈ પ્રયત્ન વિના પામ્યા.
  • ત્યાર બાદ જુદી  જુદી જગ્યાઓએ અનંત સ્વામી સાથે શિબીરો કરી.
  • ૧૯૭૪ – હિમાલય જવાનો વિચાર કર્યો, પણ ‘રામદુલારે’ બાપુએ માધવપુર ખાતેની વાડીમાં જ આશ્રમ બનાવવા અનુરોધ કર્યો. અને બાજુમાં પોતાના હક્કની, ખરાબાની છ એકર જમીન પણ અપાવી
  • માધવપુરમાં આશ્રમની શરૂઆત કરી.  અને ધીમે ધીમે  તેનો વિકાસ કરતા રહ્યા.
  • પહેલાં પોતાની વાડીમાં; ત્યાર બાદ ખરાબાની જમીન ખરીદીને; ત્યાર બાદ ત્યજી દેવાયેલી પથ્થરની ખાણોના વિસ્તારમાં.  છેલ્લે અડાબીડ પડી રહેલ ‘મધુવન’ની જગ્યા પણ સરકારે વિકાસાર્થે વિનામૂલ્યે આપી.
  • ૧૯૭૨થી ૧૯૮૨ – રામદુલારે બાપુ જેઓ પરિવ્રાજક હતા અને અવારનવાર આશ્રમમાં આવતા-જતા અને આશ્રમના વિકાસ સાથે સ્વામીજીના આંતરિક વિકાસ માટે માર્ગ દર્શન આપતા રહ્યા.
  • તેમના આંતરિક અને પ્રજ્ઞાના વિકાસમાં ગુર્જિયેફ, વિમલા તાઈ અને તાવરિયાજીનો પણ ઘણો મોટો પ્રભાવ રહ્યો છે.
  • આશ્રમને આર્થિક અને આંતરિક સહયોગ માટે વેરાવળના ડોક્ટર વકીલ ( સ્વામી વિતરાગ) અને તેમનાં પત્ની સ્વાતિમા નો પણ સહયોગ સતત મળતો રહ્યો છે. ડો. વકીલના દેહાન્ત બાદ સ્વાતિમા પણ સ્થાયી રીતે આશ્રમનાં અંતેવાસી બની ગયાં છે.
  • ડો. વકીલના પુત્ર રાજેન જેઓ સ્વામીજીના બીજા નંબરનાં પુત્રી સાથે પરણેલાં છે અને તે પણ તાવરીયાજીની સાધના પધ્ધ્તિથી યોગ અને ધ્યાન વિષે લોકોને સમજ અને  એમના કાર્યમાં સઘન રીતે  પરોવાયેલા છે.

રચનાઓ (પ્રકાશિત પુસ્તકો)

  • આધ્યાત્મિક–જાગરણ, પૂર્ણતાના પંથે, અતૃપ્તિ ભીતરની, સહયોગથી સમાધિ, અંતઃકરણની ઓળખ, સાધનાની પૂર્વભૂમિકા, વિજળીને ચમકારે
  • આત્મકથાત્મક – પરમપદ પ્રતિ સંકેત

સાભાર 

  • પરમપદ પ્રતિ સંકેત, શ્રી. શરદ શાહ

9 responses to “બ્રહ્મવેદાન્ત સ્વામી, Brahmavedant Swami

  1. aataawaani જાન્યુઆરી 30, 2013 પર 11:00 પી એમ(pm)

    ફોટો સુંદર હતા નાળીયેરી નાં એક સાથે ઘણા ઝાડ જોયા પત્થરમાં કોતરેલ ઘણી વસ્તુ જોઈ
    તમને મોચા ગામના હનુમાન દાદાના દર્શન નો કર્યા હનુમાન દાદા બ્રહ્મ ચારી કહેવાય ફ્રેંચ બાઈને પોતાની સેવા પૂજા કરવા પસંદ કરી લીધી . આપણી બાયું લાજ કાઢ્યા વગર જો દાદાના દર્શન કરે તો દાદા ગદા ઉગામે

  2. Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. jay patwa ઓગસ્ટ 4, 2013 પર 7:55 પી એમ(pm)

    I was in 1972 Mount Abu Shibir and I also took Diksha over there. Can you give
    postal address of this Ashram and contact information. I am in USA.

    Jay Patwa

  4. Pingback: સંત | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: સમાજ સુધારક/ સમાજ સેવક | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: ઉત્ક્રાન્તિ અને શક્યતા – બ્રહ્મવેદાન્ત સ્વામી | સૂરસાધના

  7. અનિરુદ્ધ સિંહ જૂન 1, 2019 પર 4:56 એ એમ (am)

    આપના પવિત્ર આત્મ ને પ્રાણમ….

  8. nabhakashdeep જાન્યુઆરી 14, 2021 પર 9:11 પી એમ(pm)

    ગુરુવર વિભૂતિને ચરણ વંદન.

  9. Anila patel જાન્યુઆરી 15, 2021 પર 4:24 એ એમ (am)

    ગુરુ વીર્યના પવિત્ર આત્માને સાદર વંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: