ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મોહમ્મદ માંકડ,Mohammad Mankad


Mohd_Mankad

સુખ એટલે તમારી પાસે જે ફૂલો હોય તેમાંથી ગજરો બનાવવાની કળા.

-‘ દરેક માણસના લોહીમાં પશુના લોહીનો અંશ પડેલો જ હોય છે, પરંતુ જ્યાં સુધી એને એની જરૂરિયાત જેટલું જ ખાવા મળે છે ત્યાં સુધી પોતાનું પોત એ પ્રકાશતું નથી. જરૂરિયાતથી વધારે, વિપુલ પ્રમાણમાં જ્યારે એને વસ્તુઓની પ્રાપ્તિ થાય છે ત્યારે જ એનામાં રહેલા પશુઓનાં લક્ષણો સપાટી ઉપર આવે છે’ – કેલિડોસ્કોપ
( આખો લેખ અહીં વાંચો.)

– એક લેખ ‘બધાને પૂછપૂછ ન કરશો’ 

– એક વાર્તા – ‘ એ ગામને સ્ટેશન નથી ‘

———————

જન્મ

 • ૧૩, ફેબ્રુઆરી- ૧૯૨૮; પળિયાદ( સૌરાષ્ટ્ર )

કુટુમ્બ

 • માતા-?; પિતા– વલીભાઈ
 • પત્ની -? , સંતાનો -?

અભ્યાસ

 • બી.એ.

વ્યવસાય

 • બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક

તેમના વિશે વિશેષ

 • સુરેન્દ્રનગરમાં કાયમી વસવાટ અને પૂર્ણ સમય માટે લેખનને વ્યવસાય તરીકે સ્વીકાર્યું.
 • ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ
 • ગુજરાત સમાચારમાં ‘ કેલિડોસ્કોપ’ નામની લોકપ્રિય કોલમ ઘણાં વર્ષો સુધી ચલાવી હતી.

રચનાઓ

 • નવલકથા – કાયર, ધુમ્મસ, અજાણ્યાં બે જણ, ગ્રહણરાત્રિ, મોરપિચ્છના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે,
 • નવલિકા સંગ્રહ – ના, ઝાકળનાં મોતી, મનના મરોડ, વાતવાતમાં,
 • પ્રેરણાત્મક નિબંધો – આજની ક્ષણ, કેલિડોસ્કોપ (ભાગ ૧-૪); સુખ એટલે, આપણે માણસો(ભાગ ૧-૨),
 • બાળકથાઓ – ચંપૂકથાઓ (ભાગ ૧-૨)
 • અનુવાદ –મહાનગર

સાભાર 

 • ગુજરાતી સાહિત્યકોશ

14 responses to “મોહમ્મદ માંકડ,Mohammad Mankad

 1. નિરવ ની નજરે . . ! જાન્યુઆરી 25, 2013 પર 3:32 એ એમ (am)

  સૌ પ્રથમ કોઈ વ્યવસ્થિત પુસ્તક જો કોઈ વાંચ્યું હોય , તો તે હતું વડીલ મોહમ્મદ માંકડનું ” કેલિડોસ્કોપ ” . . . ખુબ જ હૃદયસ્પર્શી . . અને તેમાં પણ તે કથા કે જેમાં એક કેદી ઘણા વર્ષો બાદ પોતાના ઘરે જઈ રહ્યો હતો અને તેણે પોતાની પત્નીને એક પત્રમાં એમ કહ્યું હતું કે પાદરના વૃક્ષ પર પીળો રૂમાલ ફરકાવજે . . . ઓહોહો અત્યંત અદભુત !

  • SAIYAD SAZZADHUSEN નવેમ્બર 5, 2022 પર 1:13 પી એમ(pm)

   અલવિદા મહંમદ માંકડ સાહેબ જીવનના ધબકારાની પેલી બાજુ ખુદાની મંજૂરીથી જરૂર મણીશું
   દુઃખ એ છે કે તમારી કલમ સાથે મોડો પરિચય થયો

 2. નિકુંજ પુરોહિત જાન્યુઆરી 28, 2013 પર 9:39 એ એમ (am)

  મોહમ્મદ માંકડ મારા પ્રિય લેખક છે .એમની દરેક નવલકથા ,વાર્તા કે કોઈ પણ લેખ અદભૂત જ હોય છે

 3. bazmewafa જાન્યુઆરી 29, 2013 પર 2:47 પી એમ(pm)

  અનાયાસે એક પસ્તીની લારીવાળા પસેથી એમનો વાર્તા સંગ્રહા ‘ના’ખરીદી વાંચ્યો હતો.1961નો ગાળો હશે.એમ.એસ.યુની.વડોદરાના અભ્યાસ દરમિયાન.પછી બે,ત્રણ નવલકથાઓ વાંચેલી.ચાંદનીમાં આવતી એમની વાર્તાઓ અચૂક વંચાતી.ખુદા એમને તંદુરસ્તી અને દીર્ઘ આયુ તા ફરમાવે.
  ‘વેળાનાં વછૂટ્યાં’નામની પણ એમની એક નવલકથા હતી.એમીલા બ્રાંટેની નવલકથાના થીમ પર એક ભાવાંતર હતું.

 4. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Lateef Patel જુલાઇ 9, 2017 પર 3:12 એ એમ (am)

  kadach gujarati bhasha na lekhako ma mari pasand na lekhak tarike nu pratham sthan hu shree mohammad mankad saheb ne j aapis

 8. YASHVANTRAO MANOHAR PAKALE જાન્યુઆરી 21, 2018 પર 4:43 એ એમ (am)

  મોહંમદભાઈ માંકડ સાહેબના લેખો ખુબ જ સરસ તત્વજ્ઞાન અને વાસ્ત્વિકતાથી ભરપુર હોય છે. તેમના લેખમાં દરેક વ્યક્તિને ઘણુ શીખવાનુ મળે છે. આજના સમયમાં મોહંમદભાઈ સાહેબ જેવા ખુબ જ ઓછા લેખકો પોતાના લેખો સારી રીતે પ્રગટ કરી શકે છે. તેમના લેખો હું નાનપણથી વાંચતો આવ્યો છુ. ઈશ્વર એમને સારુ આરોગ્ય અને લાંબુ આયુષ્ય આપે એવી મારી પ્રાર્થના છે.

 9. Pingback: 1146- જાણવા જેવી, વિચારવા જેવી કેટલીક વાતો …. મોહમ્મદ માંકડ | વિનોદ વિહાર

 10. Pingback: માણસના દુઃખનું કારણ પોતાનાઓનો મોહ છે … મોહમ્મદ માંકડ | વિનોદ વિહાર

 11. Pingback: 1220 -માણસના દુઃખનું કારણ પોતાનાઓનો મોહ છે … મોહમ્મદ માંકડ | વિનોદ વિહાર

 12. Balvant gohil જાન્યુઆરી 14, 2023 પર 11:18 એ એમ (am)

  Great author. I have been greatly inspired during my colleage period by reading book kelidoscope of honourable mohmed mankad

 13. Balvant gohil જાન્યુઆરી 14, 2023 પર 11:18 એ એમ (am)

  Great author. I have been greatly inspired during my colleage period by reading book kelidoscope of honourable mohmed mankad

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: