ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જલન માતરી, Jalan Matari


Jalan‘મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો, હજુ કળ વળી નથી.’

અહીં વાંચો અને સાંભળો…

‘સમજદારીથી અળગા થઈ જવાનાં સૌ બહાનાં છે,
મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે ?’

બીજી રચનાઓ

તેમના વિશે એક સરસ લેખ

—————————————————

નામ

 • અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન

જન્મ

 • ૧, સપ્ટેમ્બર-૧૯૩૪; માતર (ખેડા જિ.)

શિક્ષણ

 • ૧૯૫૩ – મેટ્રિક

વ્યવસાય

 • એસ.ટી. માં નોકરી

HPIM1057

jalan-matripicjalan matri.-001

તેમના વિશે વિશેષ

 • ‘કુમાર’ માસિકમાં ગઝલકારોના જીવન અંગે પરિચય લેખો

દુ:ખી થવાને માટે કોઈ ધરતી પર નહીં આવે,
હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે.

 
છે મસ્તીખોર કિન્તુ દિલનો છે પથ્થર નહીં આવે,
સરિતાને કદી ઘર આંગણે સાગર નહીં આવે.
 
ચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.
 
અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઈ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.
 
દુ:ખો આવ્યાં છે હમણાં તો ફક્ત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.
 
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર, નહીં આવે.
 
આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.
 
કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઈશ્ર્વર નહીં આવે.

રચનાઓ

 • કવિતા – જલન
 • લેખ– ઊર્મિની ઓળખ( પરિચયાત્મક )

સાભાર

 • ગુજરાતી સાહિત્યકોશ
Advertisements

9 responses to “જલન માતરી, Jalan Matari

 1. રાજુ પટેલ ફેબ્રુવારી 16, 2013 પર 1:25 એ એમ (am)

  સુરેશભાઈ જલન સાહેબના પરિચયમાં મારા બ્લોગની લીંક મૂકીને મને ઉપકૃત કર્યો છે….ખૂબખૂબ આભાર….!!

 2. bazmewafa ફેબ્રુવારી 25, 2013 પર 10:10 પી એમ(pm)

  http://bazmewafa.wordpress.com/2008/04/30/jalannungagan_wafa/
  જલનનું ગગન–બઝમેવફા વાંચવા ઉપરની લીંક કલીક કરવા વિનંતી.

 3. Pingback: જલનનું ગગન_મુહમ્મદઅલી વફા | બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा

 4. chavdamahesh માર્ચ 25, 2013 પર 6:14 એ એમ (am)

  ખૂટે છે શબ્દો મારા, બેચાર શબ્દો થી વર્ણન નહી આવે…ખબર છે મને આવી ગજ઼્લ ફરી નહી આવે.

 5. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. Vinod R. Patel એપ્રિલ 10, 2016 પર 10:33 એ એમ (am)

  ગઝલકાર જલન સાહેબ વિષે સરસ સંકલન , ઘણી માહિતી ભેગી કરીને સુંદર રીતે રજુ કરી છે. અભિનંદન

 9. abhay સપ્ટેમ્બર 2, 2016 પર 5:49 એ એમ (am)

  વાહ સર ખુબ જ હદય સ્પ્ર્શી ગઝલ છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: