ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જયશંકર સુંદરી, Jayshankar Sundari


Jayshankar-Sundariવિકીપિડીયા પર

# ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર 

#  એક પરિચય

#  વેબ ગુર્જરી પર સરસ લેખ

——————————————————-

js

આ ચિત્ર પર ક્લિક કરો

નામ

 • ભોજક જયશંકર ભૂધરદાસ

જન્મ

 • ૩૦,જાન્યુઆરી-૧૮૮૯; વિસનગર ( જિ. મહેસાણા)

અવસાન

 • ૨૨. જાન્યુઆરી- ૧૯૭૫; વિસનગર ( જિ. મહેસાણા)

કુટુમ્બ

 • માતા -? ; પિતા-ભૂધરદાસ
 • પત્ની -?; સંતાનો – ?

શિક્ષણ

 • બે ધોરણ

વ્યવસાય

 • નાટ્ય કલાકાર

તેમના વિશે વિશેષ

 • ૧૮૯૮-૧૯૦૧ કલકત્તા ઉર્દૂ નાટક મંડળીમાં
 • ૧૯૦૧-૧૯૩૨ મુંબાઈ ગુજરાતી નાટક મંડળી સાથે
 • ૧૯૪૮-૧૯૬૨ અમદાવાદમાં નાટ્ય પ્રવૃત્તિ; નાટ્ય પ્રવૃત્તિ માટે ગુજરાતમાં આબોહવા સર્જવા માટે સક્રિય
 • ૧૯૬૪ – મુંબાઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બાવીસમા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ
 • સ્ત્રી પાત્રમાં જીવંત અભિનય; નાટ્ય રંગભૂમિ પર સ્ત્રી સંવેદનાને અત્યંત સફળ રીતે  ઉજાગર કરતા.
 • ‘મેનાગુર્જરી’ નાટક દ્વારા તેમને જે લોકપ્રિયતા, પ્રસિદ્ધિ, યશ અને સન્માન મળ્યાં તે ગુજરાતના રંગભૂમિના ઇતિહાસમાં અવિસ્મરણીય છે. ( ‘અનામિકા’ બ્લોગ પરથી )
 • પચાસ ઉપરાંત નાટકોમાં તેમણે સ્ત્રીપાત્ર ભજવ્યું. તેઓ જયારે સ્ત્રીનો શણગાર સજીને સ્ટેજ પર આવતા ત્યારે સ્ત્રીઓ પણ ઝાંખી પડતી. સ્ટેજ પર એક સ્ત્રીને કેવી રીતે પ્રગટ કરવી તે કલા તેમનામાં અદમ્ય હતી.( ‘નીરવ રવે’ બ્લોગ પરથી )
 • અમદાવાદ અને અન્ય સ્થળોએ તેમના નામ પરથી નાટ્ય થિયેટરો બન્યા છે.

 રચના

 • આત્મકથા– થોડાં આંસુ : થોડાં ફૂલ 

સન્માન

 • ૧૯૫૧ – રણજિતરામ સુવર્ણ ચન્દ્રક
 • ૧૯૫૭ – રાષ્ટ્રપતિ સુવર્ણ ચન્દ્રક
 • ૧૯૭૧ – પદ્મભૂષણનો ઈલ્કાબ

સાભાર

 • ગુજરાતી સાહિત્ય કોશ

5 responses to “જયશંકર સુંદરી, Jayshankar Sundari

 1. dhavalrajgeera માર્ચ 2, 2013 પર 7:16 પી એમ(pm)

  We enjoyed on Stage – Jayashanker Sunderi – ભોજક જયશંકર ભૂધરદાસ,while in Gujarat.
  Rajendra And Trivedi Parivar
  http://www.bpaindia.org

 2. aataawaani માર્ચ 10, 2013 પર 8:33 પી એમ(pm)

  જયશંકર સુંદરી આબેહુબ સ્ત્રી પાત્ર ભજવતો

 3. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: અભિનેતા / કલાકાર/ ચિત્રકાર/ જાદુગર | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. સુરેશ જુલાઇ 31, 2020 પર 3:30 પી એમ(pm)

  વિશેષ માહેતી – સાભાર શ્રી. ઘનશ્યામ વ્યાસ

  શ્રી જયશંકર ભૂદર દાસ ભોજક (સુંદરી) નો જન્મ ૩૦ મી જાન્યુઆરી ૧૮૮૯ ના રોજ વિસનગર મુકામે થયો હતો.એમના પિતાશ્રી સ્વ ત્રિભોવનદાસ શ્રેષ્ઠ દરજ્જા ના શાસ્ત્રીય સંગીતકાર હતા.લગભગ ૮૦ વર્ષ પહેલા પાલનપુર ના મર્હુમ નવાબે રાજગાયક તરીકે એમની સેવા ઓ સ્વીકારી હતી.
  ૧૮૯૮ માં નવ વર્ષ ની વયે એમને એમના માતાપિતા એ એમની અનિચ્છા છતાં, કલકત્તા માં શ્રી દાદા ભાઈ થુથી ની ઉર્દૂ નાટક કંપની માં જોડાવા માટે મોકલેલા.કલકત્તા માં આટલી નાની વયે તેમણે “પઢોરી”નું પાત્ર સુંદર રીતે ભજવ્યું.
  ત્યાર બાદ ૧૯૦૧ માં ગેઇટી થીએટર માં એમની કારકિર્દી શરૂ થઈ.તેઓ શ્રી બપુલાલ નાયક ની “ગુજરાતી નાટક કંપની” માં જોડાયા.
  લગભગ ૭૦ નાટકો માં એમણે અભિનય આપેલો અને બધા જ નાટકો માં તેઓ “નાયિકા”નો પાઠ જ ભજવતા. એમના સુવિખ્યાત પાત્રો એટલે “સૌભાગ્ય સુંદરી” માં સુંદરી અને “જુગલ જુગારી” માં લલિતા સુંદરી ના પાત્ર થી તેઓ “સુંદરી” તરીકે ઓળખાવા લાગ્યા હતા.
  સ્ત્રી પાત્રો એ એટલી સહજતા થી ભજવતા કે પ્રેક્ષકો ને ખ્યાલ પણ ન આવી શકે કે આ પુરુષ હશે. “બાજીદેશપ્રભુ” માં નાયિકા “ગજરા”
  નું કામ કર્યું ત્યાર થી એમને મહારાષ્ટ્ર ના “ગુર્જર ગાંધર્વ” કહેવા માં આવતા. એમની વસ્ત્ર પરિધાન ની કળા,પ્રતિષ્ઠિત ગુજરાતી કુટુંબ ની સુસંસ્કારી મહિલા ઓ માં ફેશન ના આદર્શ સમી થઈ ગઈ હતી.
  ૧૯૫૨ માં એમને “ગુજરાત વિદ્યા સભા” એ “રણજિતરામ સુવરણચંદ્રક ” એનાયત કર્યો હતો.
  ૧૯૫૭ માં નાટક માં દિગ્દર્શક અને રજૂઆત માટે “રાષ્ટ્રપતિ સુવર્ણ ચંદ્રક” એનાયત થયો હતો.
  ૧૯૬૬ થી ૧૯૬૯ સુધી ગુજરાત સરકારે એમની “ઓનરરી મેજિસ્ટ્રેટ”
  તરીકે નિમણુક કરેલી.
  ૧૯૭૧ માં કેન્દ્ર સરકારે એમને “પદ્મભૂષણ” નો ઈલ્કાબ આપ્યો હતો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: