– રમતું’તું રાત્ય દંન જીભે જિનું નામ
ઈ જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ
તો ઝબ્બ લીધો ઝાલી, હવે છોડે ઈ બીજાં
સઈ !
અમીં નહીં ! અમીં નહીં !
– સઘન ગગન ઘન ગરજ સુણીને થર થર કંપ્યા પ્હાડ!
કાજળ ધેરાં વાદળ છાઈ દિશા ચૂવે અંધાર,
ઝબકે સબકે લબકે વીજ કરી નાગણ શા ફુત્કાર,
વન વન દંડન ખંડન કરતો સમીરણ પાડે ત્રાડ!
– જળ આગળ,
જળ પાછળ, હેઠળ,
અરતે ફરતે જળ
-ક્યારની તે જોતાં’તાં વાટ એવા મોસમના
પ્હેલા વરસાદમાં જાવા દે જરી,
મા ! જાવા દે જરી.
( અહીં વાંચો.)
– તેમની સાથે એક સાંજનાં સંસ્મરણો
– તેમની કાવ્ય રચનાઓ
———————-
જન્મ
- ૭, જુલાઈ- ૧૯૨૯; અધેવાડા( જિ. ભાવનગર)
અવસાન
- ૩૦, ઓગસ્ટ-૨૦૦૯; કોમો ( ઈટાલી)
કુટુમ્બ
- માતા– ?; પિતા – ?
- પત્ની -રોઝાલ્બા; સંતાનો – ?
અભ્યાસ


[ ઇટાલિયન પત્ની રોઝાલ્બા સાથે ]
તેમના વિશે વિશેષ
- જીવનના પહેલા પાંચ વર્ષ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા દહાણુંમાં વીત્યા.
- કાયમી વસવાટ ઇટાલીના કોમો શહેરમાં કર્યો અને ઇટાલિઅન યુવતી રોઝાલ્બા સાથે લગ્ન કર્યા
- ચિત્રકળા, છબીકળા અને કવિતા પર ભારે હથોટી.
રચનાઓ
સાભાર
Like this:
Like Loading...
Related
શ્રી. હરનિશ જાનીને ઘેર એમની સાથેની મુલાકાત જીવન ભરનું સંભારણું બની રહ્યું.
તેમને વિશે ખૂટતી માહિતી મેળવી આપવા વાચકોને વિનંતી છે.
Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અભિનેતા / કલાકાર/ ચિત્રકાર/ જાદુગર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ફોટોગ્રાફર, રમતવીર, વહીવટકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
બહુ સરસ કવિતા વાંચવા મળી દહાણુ માં મોટો થએલના મુખમાંથી સૌરાષ્ટ્રના શબ્દો