ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ખલીલ ધનતેજવી, Khalil Dhantejvi


KHALIL DHANTEJVI_5

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઇના અહીં હોવા ન હોવાથી

રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !

ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું?

કોઈ કાગળના સહારા વિના ગઝલ સંભળાવવી એ ‘ધનતેજવી’ મિજાજ છે!

એક સરસ મુલાકાત

‘લયસ્તરો’ પર રચનાઓ 

ગુજરાતી કવિતા અને ગઝલ પર

‘ રણકાર’ પર સાંભળો

————————————————

સમ્પર્ક 

  • ૧, પટેલ ફળિયા, યાકુતપુરા, વડોદરા- ૩૯૦૦૦૬

મૂળ નામ

  • મકરાણી ખલીલ ઈસ્માઈલ

જન્મ 

  • ૧૨, ડિસેમ્બર- ૧૯૩૯; ધનતેજ ( જિ. વડોદરા) 

WhatsApp Image 2021-04-05 at 8.42.49 AM

અવસાન

  • ૪, એપ્રિલ – ૨૦૨૧, વડોદરા

શિક્ષણ

  • ગુજરાતી ચાર ચોપડી

વ્યવસાય 

  • પત્રકાર 

KHALIL DHANTEJVI_4 KHALIL DHANTEJVI_2

તેમના વિશે વિશેષ 

  • શરૂઆત વાર્તાઓ લખવાથી કરી હતી.
  • શરૂઆતમાં ગઝલો મનમાં જ રચતા; અને એમને એ યાદ રહી જતી; અને એ યાદના સહારે જ તેઓ ગઝલ પાઠ મિત્રોને સંભળાવતા! આ શક્તિ મોટી ઉમ્મરે મુશાયરાઓમાં પણ કાયમ રહી.
  • પહેલો ગઝલ સંગ્રહ બહાર પાડ્યો ત્યારે ૧૦૦ થી વધારે ગઝલો યાદદાસ્તથી જ કાગળ પર ચઢાવી હતી.
  • ઉર્દૂમાં પણ ઘણી ગઝલો લખી છે ; અને જગજિતસિંહના કંઠે ગવાઈ છે.

રચનાઓ 

  • ગઝલ – સારાંશ, સાદગી
  • નવલકથા – ડો.રેખા, સુંવાળો ડંખ, કોરી કોરી ભીનાશ, તરસ્યાં એકાંત, મોત મલકે મીઠું મીઠું.
સાભાર 
  • ગુજરાતી સાહિત્યકોશ
  • મિનાઝ પટેલ ; ફેસબુક –

13 responses to “ખલીલ ધનતેજવી, Khalil Dhantejvi

  1. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ એપ્રિલ 10, 2013 પર 3:20 એ એમ (am)

    ખુબ જ સરસ સાહેબ

    આ પ્રકારના પરિચય એજ આપણાં ગુજરાતી સાહિત્યનો સાચો

    ખજાનો છે, આભાર

  2. Ramesh Patel મે 2, 2013 પર 7:16 પી એમ(pm)

    એક યશસ્વી નામ…હૃદયભરી દેતી તેમની કલમ સદાબહાર છે…માણતા જ રહીએ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  3. રૂપેન પટેલ મે 7, 2013 પર 4:18 એ એમ (am)

    સુરેશ દાદા હમણાંજ અમદાવાદ બુક ફેરમાં કવિ સંમેલનમાં નજીકથી જોવાની અને લાઈવ સાંભળવાની તક યાદગાર બની ગઈ.

  4. Pingback: અનુક્રમણિકા – ખ, જ્ઞ | ગુજરાતી પ્રતિભા પરિચય

  5. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. સુરેશ એપ્રિલ 4, 2021 પર 8:27 એ એમ (am)

    ગુજરાતી ગઝલ સાહિત્યના શિરમોર શાયર ખલીલ ધનતેજવી જન્નતનશીન થયા.

    અમૃત ઘાયલ,શૂન્ય પાલનપુરી,બરકત વિરાણી ‘બેફામ’,ગની દહીંવાલા,શેખાદમ આબુવાલા,જલન માતરી અને ‘મરીઝ’ જેવા ધરખમ શાયરોની પેઢીના મુશાયરાની રજૂઆતના શહેનશાહ કહેવાતા ખલીલ ધનતેજવી ગઝલકાર,નવલકથાકાર,વાર્તાકાર,ઉચ્ચ કક્ષાના પત્રકાર અને શ્રેષ્ઠ માનવતાવાદી સાહિત્યકાર હતા.મુશાયરાઓમાં ધરખમ રજૂઆતના કારણે એ છવાઈ જતા.ગત પેઢીના શાયરોનો એક ઝળહળતો સૂર્ય આથમી ગયો,એમ એમના વિશે કહી શકાય.એમની ઉર્દૂ ગઝલ જગજીતસિંહે પણ ગાઈને અમર બનાવી દીધી છે.અડધો ડઝન ઉપરાંત શ્રેષ્ઠ કક્ષાના ગઝલ સંગ્રહો આપ્યા.ખલીલ ધનતેજવીની ખોટ એમના લાખો ચાહકો અને શાયરોને પણ દીર્ઘકાલ સુધી સાલતી રહેશે.આમ તો એમના અનેક શેર લોકોના હ્દયમાં ચમકતા રહ્યા છે,તેમાં પણ ઉર્દૂ ગઝલનો આ શેર અમર શેર છે.

    “અબ મેં રાશનકી કતારોમે નજર આતા હું
    અપને ખેતો સે બિછડને કી સજા પાતા હું
    ઈતની મેંહગાઈ કે બાઝાર સે કુછ લાતા હું
    અપને બચ્ચો મે ઈસે બાંટ કે શરમાતા હું”

    હમણાં એમની તાજી ગઝલનો આ શેર પણ એમની ગઝલ દર્શનની ઊંચાઈ દર્શાવે છે :

    “જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,
    એક પણ માંગો અને આખી સદી તમને મળે”

    ઉત્તમ કક્ષાના શાયર,ઉચ્ચ ગુણોથી સંપન્ન,માનવતાવાદી શાયર અને સાહિત્યકાર તરીકે ખલીલ ધનતેજવીનું નામ ગુજરાતી ગઝલ આકાશમાં દાયકાઓ સુધી ઝળહળતું રહેશે.

    સાભાર : મુસાફિર પાલનપુરી

  8. Pingback: ખલીલ ધનતેજવી હવે નથી | સૂરસાધના

  9. સુરેશ એપ્રિલ 7, 2021 પર 8:55 એ એમ (am)

    કાવ્ય વિશ્વ પરથી ….

    * એક લેખક કહે છે, “જાસાચિઠ્ઠી સિવાયનું બધું જ મેં લખ્યું છે.” અને આ વાતમાં જરા પણ અતિશયોક્તિ નથી.

    * અમિતાભ બચ્ચન અને જયાનું લગ્ન થયું તેમાં માત્ર બે જ પત્રકારો હાજર હતા,એ પૈકીના તેઓ એક હતા.

    * રાજેશ ખન્ના અને ડિમ્પલનાં લગ્નમાં ખાસ નિમંત્રણથી જનારા અને તેનું વિગતવાર રિપોર્ટિંગ કરનારા તથા મુમતાઝના લગ્નમાં પણ હાજર રહીને રિપોર્ટિંગ કરનારા ફિલ્મિ પત્રકાર હતા તેઓ.

    * ખેતી સાથે જોડાયેલાં વાવણીથી માંડીને ફસલ લણવા કે વાઢવા સુધીનાં દરેક કામમાં પારંગત અને ફૈડકો હાંકીને સીધા ચાસ કાઢવામાં તેમની માસ્ટરી હતી. તેમના પાડેલા ચાસ રેલવેના પાટાની જેવા સીધા રહેતા.

    * નદીમાં પૂર આવે ત્યારે બીજા બધા મજૂરો અને ખેડૂતો બાજુના ગામમાં રાતવાસો કરે, પરંતુ બળદનું પૂછડું પકડીને ધસમસતા નદીના પૂરમાં ઝંપલાવીને પોતાના ગામે આવી જાય એ આપણા કવિ !

    * ડમણિયા(બળદગાડા) હાંકનારાઓમાં આગળ નીકળી જવાની હરિફાઈમાં દસ વર્ષ સુધી સતત વિજેતા બનીને સવા રૂપિયો રોકડો અને એક શ્રીફળનું ઇનામ જીતનારા અને આ ઈનામરૂપે મળતા શ્રીફળ અને સવા રૂપિયા સામે ઓસ્કાર એવોર્ડ પણ તુચ્છ ગણનારા –એ આપણા કવિ !

    * એમને જ્યારે પહેલી પંક્તિ સૂઝી ત્યારે તેમના હાથમાં કલમ નહોતી, દાતરડું હતું.

    * એમણે નવલકથાઓ લખી છે, નાટકો લખ્યાં છે, જીવનકથા લખી છે, ફિલ્મી સામયિક માટે મુંબઈમાં રિપોર્ટિંગ પણ કર્યું છે. ફિલ્મો લખી પણ ખરી અને તેનું દિગ્દર્શન પણ કર્યું છે.

    * માત્ર ચાર ચોપડી ભણેલા આ સર્જક ઉપર ઘણા વિદ્યાર્થીઓએ પીએચડી અને એમફીલ પણ કર્યું છે.

  10. Kamlesh prajapati ફેબ્રુવારી 13, 2023 પર 9:55 એ એમ (am)

    ખલીલ ધનતેજવી સાહેબ

Leave a reply to રૂપેન પટેલ જવાબ રદ કરો