( વર્ષ – ?) – ડિપ્લોમા મિકેનિકલ એન્જિ.(ભાવસિંહજી પોલિટેક્નિનિક, ભાવનગર)
વ્યવસાય
જીવન ભર સંગીતકાર, ગાયક
શાંત ઝરૂખે વાટ નિરખતી, રૂપની રાણી જોઈ હતી
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
નયનને બંધ રાખીને, મેં જ્યારે તમને જોયાં છે.
તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું
થાય સરખામણી તો ઉતરતા છીએ
જોતો જ રહ્યો બસ હું તમને
તેમના વિશે વિશેષ
તેમના નાના ભાઈ નિર્મલ ઉધાસે મુંબાઈમાં પહેલી વખત ગાયક તરીકે કારકિર્દી શરૂ કરી હતી.
મુંબાઈમાં નોકરી શોધતા હતા, ત્યારે તેમના બનેવીએ તેમનો સંગીતમાં રસ જોતાં કલ્યાણજી આણંદજી સાથે કામ કરવાનું સૂચવ્યું.
પહેલી વખત મુકેશ હાજર ન હોવાના કારણે અને ગીતની ફિલ્મના શુટિંગ માટે બહુ જ જરૂર હોવાથી મુકેશની અવેજીમાં એમનું પહેલું ગીત રેકોર્ડ થયું. એમની ગાયકીની ગુણવત્તા જોતાં, મુકેશે એ ગીતને જ ફાઈનલ રાખવા કહ્યું !( आपको हमसे बिछडे हुए , एक ज़माना बीत गया । – ૧૯૬૯ની ફિલ્મ ‘વિશ્વાસ’ ) તેમના જીવનમાં આ એક મહાન વળાંક નીવડ્યો , અને ત્યારથી એમણે સતત ગીત/ સંગીતની સાધના ચાલુ જ રાખી છે.
તેમણે ગાયેલાં ઘણાં ગીતો મુકેશે ગાયેલાં છે- એમ શ્રોતાઓ માની લે છે!
તેમણે ગાવાની શરૂઆત કરી ત્યારે ઘણા બધા પ્રખ્યાત ગાયકો યુવાન હતા; અને તેમણે ગાવા માટે ખાસ કોઈ તાલીમ લીધી ન હતી. અને છતાં તેમની ગાયક તરીકેની કારકીર્દિ આગળ ધપતી જ રહી.
બોલીવુડના મોટા ભાગના સંગીતકારો સાથે કામ કર્યું છે; અને ઘણા ફિલ્મી કલાકારોના પાર્શ્વ ગાયક તરીકે ગીતો ગાયાં છે.
‘ઝી’ ટીવીના ‘સારેગમપ’ના નિર્ણાયકોમાં અગ્રેસર. અનેક નવા ગાયકો એના થકી ઝળહળતા થયા છે – એક જાણીતું ગુજરાતી નામ – પાર્થિવ ગોહિલ
હિન્દી, ગુજરાતી, પંજાબી, બંગાળી અને બીજી ભાષાઓની ૩૦૦થી વધારે ફિલ્મોમાં ગીતો ગાયાં છે.
અત્યાર સુધીમાં તેમના ૬૦ આલ્બમો બહાર પડ્યા છે.
કદાચ તેમનું પહેલું ગુજરાતી આલ્બમ ‘ સૂરજ ઢળતી સાંજનો છે’ – પણ તે શ્રી. પુરૂષોત્તમ ઉપાધ્યાયના સંગીતમાં હોવાથી તેમના આગવા આલ્બમમાં ગણાતો નથી. તેમનાં બધાં ગુજરાતી આલ્બમોનાં નામ ‘અ’થી શરૂ થાય છે; એ એમની વિશેષતા છે.
thanks to provide the details of manhar udhas,still want to know about manharbhai that where he married how many son/daughter what they are doing please
ખૂબ ખૂબ અભિનંદન. તેમના ગીત ગઝલ સાંભળતા ક્યારેક આનંદસાગરમા સમાધિ લાગી જાય છે.
આ સંગીત સમ્રાટ ને ખૂબ અભિનંદન આપુ છુ.
પણ એમને માટે મારો એક પ્રશ્ન છે. તેઓ પ્રાથમિક શાળાના ધો 5-6-7 દરમ્યાન ક્યાં અને કયી શાળામા ભણ્યા હતા?
આ પરિચય બનાવનાર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરના ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમને પુનર્જિવીત કરનાર મહાન સંગીતકાર/ ગાયકને
શત શત વંદન
એમને લગતી ખૂટતી વિગતો મેળવી આપવા વાચકોને આગ્રહભરી વિનંતી છે.
Pingback: લોક લાડીલો, ગુજરાતી ગીતોનો બેતાજ બાદશાહ | હાસ્ય દરબાર
બસ ! બે વખત તેમને રુબરુ સંભળવાનો લહાવો મળ્યો છે.
મને ગમતી ગઝલ – નયનને બંધ રાખીને……..
લાઈવ પ્રોગ્રામમાં તેમની સાજીંદાઓની ઓળખ આપવાની નમ્રતાભરી પ્રથા ખુબ ગમી.
પરિચય વાંચી ખુબ આનંદ થયો.
અધધધ.. આટલુ બધુ સાથે મળશે એવીતો કલ્પ્નાયે નહતી….ખૂબ ખૂબ આભાર.
મનહર ઉધાસે ભાવનગર ખાતેથી ડીપ્લોમાં કર્યું.
આ કોલેજમાં હું ભણ્યો છું.
આદરણીય વડીલ શ્રી સુરેશકાકા,
મનહર ઉધાસ વિશે વિગતે જાણવ મળ્યું એમની ગાયેલી ગઝલો સાંભળી છે.
મજા આવી. નવલૂ નજરાણું આપ જેવા અનુભવી વડીલ પાસે માણ્વા મળે છે
સુરેશ દાદા હમણાંજ અમદાવાદ બુક ફેરમાં તેમને લાઈવ ગાતા સાંભળવાની અને સ્ટેજથી નીચે આવ્યા ત્યારે પાસેથી જોવાની તક મળી તે યાદગાર બની ગઇ.
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
thanks to provide the details of manhar udhas,still want to know about manharbhai that where he married how many son/daughter what they are doing please
Pingback: અભિનેતા / કલાકાર/ ચિત્રકાર/ જાદુગર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અફલાતૂન તબીબ – કંટાળો | સૂરસાધના
ખરેખર અદભુત કલાકાર છે.તેમની ગઝલો બહુ ગમે છે.
૪થી ફેબ ૨૦૧૭ ને શનિવાર ની સાંજ મનહરભાઈ એ સંગીતમય બનાવી દીધી . મઝા પડી ગઈ ..
ખૂબ ખૂબ અભિનંદન. તેમના ગીત ગઝલ સાંભળતા ક્યારેક આનંદસાગરમા સમાધિ લાગી જાય છે.
આ સંગીત સમ્રાટ ને ખૂબ અભિનંદન આપુ છુ.
પણ એમને માટે મારો એક પ્રશ્ન છે. તેઓ પ્રાથમિક શાળાના ધો 5-6-7 દરમ્યાન ક્યાં અને કયી શાળામા ભણ્યા હતા?