મુલાકાતીઓની સંખ્યા
- 3,906,331 વાચકો
Join 1,412 other subscribers
નવા પરિચય
- મળવા જેવા માણસ – સુધીર ગાંધી
- અનુરાધા ભગવતી
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker
- ગુજરાતી વિશ્વકોશ
- સ્વ. ડો. કનક રાવળ
- દાઉદભાઈ ઘાંચી
- રમાબહેન મહેતા
- ગુજરાત છે અમરતધારા
- આદર્શઘેલી બેલડી, તુલા – સંજય (વિશ્વ ગ્રામ)
- દેવયાની ડંગોરિયા – તેલંગણાનાં ગુજરાતી અમ્મા
- ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ
- ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે
- કેલેન્ડર – ૨૦૨૨
- સાહિત્યકાર કેલેન્ડર
- નામ/ ઉપનામ
વિભાગો
વાચકોના પ્રતિભાવ
સેનમા જગદીશકુમાર કાન… પર સુમંત રાવલ, Sumant Raval | |
Krupali પર ઈશ્વરલાલ વીમાવાળા, Ishwarlal… | |
Krupali પર ઈશ્વરલાલ વીમાવાળા, Ishwarlal… | |
પરભુભાઈ મિસ્ત્રી પર રમણલાલ દેસાઈ | |
ચિત્રકાર કે પ્લમ્બર… પર આબિદ સુરતી, Abid Surati | |
Pravin Patel પર ચન્દ્રકાન્ત શેઠ, Chandrakant… | |
Tank Chandrakant S પર કલાપી, Kalapi | |
દશરથ પંચાલ પર સચ્ચિદાનંદ સ્વામી, Satchidanad… | |
Jayesh Patel પર રવિશંકર મહારાજ, ravishankar… |
Pingback: અનુક્રમણિકા – ધ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સંગીતકાર/ ગાયક | ગુજરાતી પ્રતિભા પરિચય
તેઓ કલાના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા?
મહેરબાન સાહેબ, ધાર્મિકલાલજી ના પુત્રોએ આ કલા વારસો જાળવી રાખ્યો છે એવું ક્યાંક વાંચ્યું હતું.
જો આપની પાસે એમની વિગતો હોય કે મેળવી શકાય તો જણાવવા કૃપા કરશો.
આભાર.
અશ્વિન એન. વેદ
બોરિવલી મુંબઈ
9821095451
9969963078
ashwinved0802@gmail.com
સાભાર – દિવ્ય ભાસ્કર
મધ્યકાળમાં વિકાસ પામેલી આખ્યાન પરંપરા એ ગુજરાતની એક આગવી કથનશૈલી છે કે જેમાં કથા વૈવિધ્ય, અભિનયક્ષમતા, રસ વૈવિધ્ય, રાગ વૈવિધ્ય તમામ બાબતોનો સમાવેશ થાય છે. આખ્યાનકારોનું વાદ્ય છે ‘માણ’ એટલે ‘ગાગર’, પેટાળવે પહોળી અને મોઢે સાંકડી. મોઢું ખુલ્લું એટલે તેના પર થાપ વગાડતા ઊંડો ઘેરો અવાજ નીકળે. માણ માટે સંસ્કૃત શબ્દ છે ‘ગર્ગર’. ‘ગર્ગર’ પરથી ‘ગાગર’ અને તેના પરથી ‘ગાગરિયા ભટ્ટ’ શરૂઆતમાં આ ‘ગાગરિયા ભટ્ટ’ની ‘માણ’ કદાચ માટીની હશે. દક્ષિણ ભારતમાં જેને ‘ઘટમ્’ કહે છે. સમયાંતરે ‘માણ’ તાંબાની થઈ અને તેને વગાડનારા કહેવાયા ‘માણભટ્ટ’. હાથની દસેય આંગળીએ વેઢ પહેરીને વગાડાતી માણમાં તબલાના તમામ બોલ વગાડી શકાય છે. કવિ પ્રેમાનંદની આ પરંપરાને શહેરના ધાર્મિકલાલ પંડ્યા આગળ વધારી રહ્યા છે. 25 વર્ષની વયે માણભટ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ધાર્મિકલાલ પંડ્યા આજે 86 વર્ષની વયે પણ બે કલાક સુધી નોનસ્ટોપ આખ્યાન કરી શકે છે. તેમના પિતા ચુનીલાલ પંડ્યા માણભટ્ટ હતા. તેમની પાસેથી જ તેમને વારસાના સ્વરૂપે આ કળા મળી છે. તેમ જૂજ બચેલા માણભટ્ટ માના વડોદરાના ધાર્મિકલાલ પંડ્યાએ જણાવ્યુ હતું.
61 વર્ષથી તાંબાની માણથી સમાજમાં સંસ્કૃત-સંસ્કૃતિ સિંચે છે માણભટ્ટ
આ પેઢીમાં પેશન્સ નથી, રૂપિયા પહેલાં માંગે છે
અમે 8 થી 9 વર્ષનો માણભટ્ટની કે આખ્યાનકારની કલા શીખવાનો સિલેબસ તૈયાર કર્યો હતો. જેમાં માણભટ્ટની કળાનું સંપુર્ણ જ્ઞાન સમાવી લેવામાં આવ્યું હતું. પરંતુ આ કળા શીખવા માટે પેશન્સ જરૂરી છે. આજની પેઢીને તરત જ પૈસા જોઇએ તે શક્ય નથી. જ્યારે કાર્યક્રમમાં તમારી સામે ઓડિયન્સમાં યંગ જનરેશન હોય ત્યારે ખુબ હળવાશથી પીરસવું પડે છે.
3 હજાર કરતાં વધુ આખ્યાનો કર્યાં, વિદેશોમાં પણ માણની કળાનો પ્રસાર કર્યો
માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાએ આજ સુધીમાં 3 હજાર કરતા વધુ કાર્યક્રમો કર્યા છે. ઉપરાંત અમેરિકા. કેનેડા, થાઇલેન્ડ, યુ.કેમાં પણ પ્રોગામ્સ કરી ચુક્યા છે. પોતાની કળા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે માણભટ્ટની કળામાં વાંચન અને મનન અત્યંત જરૂરી છે. વ્યક્તિને સંસ્કૃતનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. આખ્યાનકારને આખ્યાનો ઉપરાંત મહાભારત, રામાયણની ચોપાઇઓ, દશમસ્કંધ, ઉપનિષદો અને સંસ્કૃત સુભાષિતોનો મોઢે હોવા જરૂરી છે. ઉપરાંત સંગીતનું જ્ઞાન પણ હોવું પણ જરૂરી છે.
ઓલ ઇન્ડિયા રેડિયોએ સાચવી રાખ્યું છે શહેરના માણભટ્ટનું સાત કલાકનાં આખ્યાનોનું રેકોર્ડિંગ
સંજય ગાંધીનાં મૃત્યુ પછીના દિવસોમાં આખ્યાન કરવા માટે મને ઇન્દિરા ગાંધી તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું હતું. શીલા દીક્ષિતે પણ તેમના આત્મજનાં લગ્નમાં ધાર્મિકલાલને આખ્યાન માટે બોલાવ્યાં હતા. ઉપરાંત કનૈયાલાલ મુનશી, કે.કા શાસ્ત્રી અને અંબાલાલ સારાભાઇ સમક્ષ અને સાથે કાર્યક્રમો કરેલા છે. ઉપરાંત ધાર્મિકલાલ પંડ્યાને પ્રાદેશિક અને શહેરી કક્ષાના અસંખ્ય ખિતાબો તેઓ મેળવી ચૂક્યા છે, જેમાં 1983માં એનાયત થયેલો રાષ્ટ્રીય સંગીત નૃત્યકલા અકાદમીનો ‘ગૌરવ પુરસ્કાર’ અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફથી પણ એવોર્ડ એનાયત થયો છે. ઓલ ઈન્ડિયા રેડિયો પાસે ધાર્મિકલાલના આખ્યાનોનું લગભગ સાત કલાકથી પણ વધુ સમયનું રેકોર્ડિંગ પણ ઉપલબ્ધ છે.
પરંપરા વિશે ચિંતા નથી / મારા બંને દીકરાઓ પ્રદ્યુમન અને મયંક, ખૂબ જ કેળવાયેલા માણભટ્ટ કલાકારો છે અને વર્ષોથી આખ્યાન પણ કરે છે. મારા પૌત્રોએ પણ આ વિષયમાં રસ દાખવ્યો છે. મારૂ કુટુંબ પણ સંગીતશાળા ચલાવે છે, થોડા વિદ્યાર્થીઓએ માણભટ્ટ આખ્યાન શીખવામાં રસ બતાવ્યો છે. જગ્યાને અભાવે વ્યવસ્થિત ક્લાસ ચલાવી શકતા નથી.