ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પ્રકાશ વેગડ, Prakash Vegad


Prakash_Vegad

‘ગુજરાતી સાહિત્યના ગૂગલ મહારાજ’

‘સૂચિઓને સમર્પિત સાહિત્યસેવક’- શ્રી. બીરેન કોઠારી

– સરસ માહિતી સાથેનો લેખ ( શ્રી. બીરેન કોઠારીના બ્લોગ ‘પેલેટ’ પર )

–  “નરસિંહ મહેતા વિષે ગુજરાતી સાહિત્યમાં શું શું અને કેટલું લખાયું છે?”; “ગોવર્ધનરામ ત્રિપાઠીની કઈ કઈ કૃતિઓનું વિવેચન કોણે, ક્યાં અને ક્યારે કર્યું છે?” આવી માહિતી મેળવવા માટે કેટલાં થોથાં પરથી ધૂળ ખંખેરવી પડે? કેટલાં જર્જરિત પાનાં ઊથલાવવાં પડે? અને છતાંય જોઈતી માહિતી મળશે જ એની શી ખાતરી? તો પછી સાચા અને અધિકૃત જવાબ મળે ક્યાંથી? કોની પાસેથી? આવા અનેક જવાબો માટે સાહિત્યના અભ્યાસીઓ,વિવેચકો અને વિદ્વાનો, સંશોધકોને પૂછતાં તેઓ એક જ નામ તરફ આંગળી ચીંધે: પ્રકાશ વેગડ.

– ‘ચંદ્ર જેવા ચહેરાઓ ઘણા જોયા છે , પણ ચંદ્ર જેવી ટાલ  આજે જ જોઈ !’
‘રવીન્દ્રનાથ ટાગોરનો વિનોદવૈભવ’ માંથી –
( એ પુસ્તકનો રસાસ્વાદ ‘નીરવ’ ના બ્લોગ પર  અહીં માણો.)

————————————————————-

મૂળ નામ 

 • પુરૂષોત્તમ પ્રકાશ

જન્મ

 • ૧૧, જુલાઈ-૧૯૩૯, અલ્હાબાદ

અવસાન 

 • ૨૮, જુન-૨૦૧૩; વડોદરા

કુટુમ્બ

 • માતા– ગોમતીબેન; પિતા – મનજીભાઈ
 • પત્ની – લીલાબેન; પુત્રી– અનુપમા

શિક્ષણ 

 • હિન્દી માધ્યમમાં – અલ્હાબાદ
 • ૧૯૫૮– બી.એ.
 • ૧૯૬૩ – B.Lib.Sc.લાયબ્રેરી સાયન્સ – એમ.એસ. યુનિ. વડોદરા
 • ૧૯૮૦થી – ગુજરાતી સાહિત્ય પરિષદમાં ગ્રંથપાલ

વ્યવસાય

 • પ્રારંભમાં (હલદ્વાની) નૈનિતાલ અને વિદ્યાનગરમાં ગ્રંથપાલ
 • ૧૯૬૫-૧૯૮૦ – અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગ્રંથપાલ
 • છેલ્લે ગુજરાતી સાહિત્ય પરિષદમાં ગ્રંથપાલ

      પૂરા કદનું માળખું ધરાવતી કોઇ સંસ્થાય ભાગ્યે જ કરી શકે એવું કામ પ્રકાશભાઈએ કેવળ આપસૂઝથી અને આપબળે કર્યું છે. તેમના કામની પ્રશંસા થઈ છે, નોંધ પણ લેવાઈ છે. તેની સામે પ્રકાશભાઈને શું મળ્યું?  કેવળ વિશુદ્ધ આનંદ, બસ.  

—-

   હજી આજેય સૂચિપત્ર (કેટેલોગ) અને સંદર્ભસૂચિ (બીબ્લીઓગ્રાફી) વચ્ચેનો ફરક બહુ ઓછા સામાન્ય લોકો જાણતા હશે. 

શ્રી. બીરેન કોઠારી

બીરેન કોઠારીના બ્લોગ પરથી બનાવેલો સ્લાઈડ શો.

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

 • આર.આર.શેઠ એન્ડ કં.  ના સામયિક ‘ઉદ્‍ગાર’ માટે નિયમિત સ્વરૂપે સંદર્ભસૂચિઓ તૈયાર કરી.
 • કે.કા.શાસ્ત્રી સંપાદિત‘ગુજરાતના સારસ્વતો’ને તેમણે ‘એક અવિશ્વસનીય સંદર્ભગ્રંથ’ તરીકે ઓળખાવ્યો અને તેમાંની ત્રુટિઓ પ્રત્યે આંગળી ચીંધી, ત્યારે ખુદ કે.કા.શાસ્ત્રીએ રાજી થઈને ખેલદિલીપૂર્વક તેમને અભિનંદન આપ્યા હતા.
 • ગુજરાતી સાહિત્ય પરિષદનું પુસ્તકાલય તેમના પ્રયત્નોથી ઊત્તરોત્તર સમૃદ્ધ થતું રહ્યું.
 • નિવૃત્તિ બાદ, વડોદરામાં  હાસ્યલક્ષી તેમજ સંસ્કારવિષયક સંપાદનો.
 • તેમણે બનાવેલી અનેક સૂચિઓ હજી અપ્રકાશિત છે.

રચનાઓ

 • સૂચિઓ – ગુજરાતી સાહિત્ય સૂચિ, સાહિત્ય સૂચિઓની સાહિત્ય સૂચિ, ગુજરાતી મહાનિબંધ સંદર્ભ સૂચિ, ગોવર્ધનરામ વિવેચન સંદર્ભ, નવલકથા સંદર્ભકોશ,
 • લાયબ્રેરી સાયન્સ – જાહેર ગ્રંથાલય
 • હાસ્યકોશ – સાહિત્યિક હાસ્યકોશ, શેતાનનો શબ્દકોશ, ગાંધી વ્યંગવિનોદ કોશ, વિશ્વના અમર હાસ્યપ્રસંગો, , વિશ્વના શ્રેષ્ઠ હાસ્યપ્રસંગો,દામ્પત્ય હાસ્યકોશ, પ્રેમ હાસ્યકોશ, રાજકીય હાસ્યકોશ, હાસ્ય સમ્રાટ અબ્રાહમ લિન્કન, રવીન્દ્રનાથ ટાગોરનો વિનોદ વૈભવ
 • સંપાદન– નાના મોટા માણસ ઝીણી ઝીણી વાત, ગાંધીજીનો સંસ્કાર વારસો

સાભાર

 • શ્રી. બીરેન કોઠારી
 • ગુજરાતી સાહિત્યકોશ

5 responses to “પ્રકાશ વેગડ, Prakash Vegad

 1. નિરવની નજરે . . ! જુલાઇ 2, 2013 પર 12:08 એ એમ (am)

  સુરેશ દાદા , હજુ હમણાં જ તેમના બે પુસ્તકો ” નાના મોટા માણસ ઝીણી ઝીણી વાત ” અને ” રવીન્દ્રનાથ ટાગોરનો વિનોદવૈભવ ” વિષે મારા બ્લોગ પર પરિચય કરાવવાનો થયો હતો . . . ત્યારે તેમના વિષે કોઈ ચિત્ર કે માહિતી ન મળ્યા હતા .

 2. Rajesh Patel જુલાઇ 5, 2013 પર 2:57 એ એમ (am)

  **કલાપી**યાદી ભરી ત્યાં આપની ..

  નામ : સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

  કવિ નામ : કલાપી

  જન્મસ્થળ : લાઠી ,,સૌરાષ્ટ્ર

  જન્મ : ૨૬ -૧ -૧૮૭૪

  દેહાવસાન : ૯ – ૬ – ૧૯૦૦

  જીવનકાળ : ફક્ત ૨૬, વર્ષ ૫, મહિના અને ૧૧ દિવસ .

  પ્રસીદ્ધ કાવ્ય ગ્રંથ : કલાપી નો કેકારવ
  ૧, મહાકાવ્ય , ૧૧, ખંડકાવ્ય ,, ૫૯, ગઝલો . ૧૮૮,,છંદોબદ્ધ કવિતા
  ઉર્મીગીતો .એ પ્રમાંને એટલે ,,૧૫૦૦૦ કાવ્ય પંક્તિ ઓં નો સંગ્રહ ..
  માનવીય સંવેદના , પ્રણય ,,અને તત્વ જ્ઞાન ભર્યા આ કાવ્ય સંગ્રહ ની
  ૧૯૦૩, થી આજ સુધી ,,૨૧ આવૃત્તિ પ્રગટ થયી છે ..ગુજરાતી સાહિત્ય ના
  ઈતિહાસ માં આ અદ્વિતીય ઘટના છે ..
  ગધ્ય રચનાઓં : કાશ્મીર નો પ્રવાસ.. તત્વજ્ઞાન વિષયક નિબંધ અને
  પત્નિઓ,, મિત્રો ..ગુરુજનો ..ને લખેલા ૮૦૦, થી વધુ પત્રો .ઉત્તમ પત્ર
  સાહિત્ય જાણે કે લાગણીઓં નો ધોધ..

  સરજન કાલ : ઉપર મુજબ નું વિપૂલ સર્જન માત્ર તેમણે,,૧૬,થી ૨૬..વરસ ની
  ઉંમર માં કર્યું ..

  વાંચન : ગુજરાતી ,, અંગ્રેજી ,, ફારસી ,,સંસ્કૃત અને હિન્દીના વિવિધ વિષયક
  લગભગ , ૫૦૦.. થી વધુ પુસ્તકો નું વાંચન ..

  શિક્ષણ : રાજકુમાર કોલેજ ,,રાજકોટ

  લાઠીમાં રાજ્યાભિષેક: ૨૧ – ૧ – ૧૮૯૫ ના રોજ ૨૧, વર્ષ ની ઉમરે ..

  લગ્ન :ડીસેમ્બેર ૧૮૮૯, માં પંદર વર્ષ ની ઉમરે પોતાના થી ૮, વર્ષ મોટા
  કચ્છ રોહા ના રાજકુમારી ,,રમાબા ..અને ૨, વર્ષ મોટા સૌરાષ્ટ્ર- કોટડા ના
  રાજકુમારી , આનાદીબા ..બને સાથે એક જ દિવસે ખાંડા લગ્ન ..

  પ્રણય : રાણી સાહેબા રમાબા ની એ સમય ની દાસી મોંઘીબા સાથે
  ૨૦, વરસ ની ઉમરે પ્રણય થયો ..આ મોંઘીબા નું નામ પછી કલાપી જી
  એ શોભાના રાખ્યું ..તેઓ તેમના થી ૭, વરસ નાના હતા ..સ્વરૂપવાન
  બુદ્ધિશાળી અને મંજુલ સ્વર ધરાવતા હતા..પત્ની પ્રત્યે ની ફરજ અને
  પ્રણય સંવેદના નો દ્વંદ –ચાહું છું તો ચાહીશ બેય ને હું —
  આ પ્રણય સંબંધ ને કારણે જીવન માં વેદના ભર્યો સંઘર્ષો ની ઘટમાળ
  સરજાયી ..પરિણામે એ સંવેદના ઓં કવિતા માં પ્રવેશી અને પ્રણય ઝંખના
  પ્રકૃતિ ,,પ્રેમ અને આધ્યત્મિકતા ના ચિંતન સમા કાવ્યો ગુજરાત ને પ્રાપ્ત
  થયા ..શોભાના બા પ્રત્યે નો તેમનો ગાઢ નૈતિકતા પૂર્ણ પ્રેમ સંબંધ આખરે
  તા: ૭ – ૯ -૧૮૯૮ ના રોજ પારાવારિક પારાવાર વિરોધ વચ્ચે લગ્ન માં
  પરિણમ્યો …આધ્યાત્મિક ચેતના ને લીધે ,,તેમના વૈરાગ્ય અને ત્યાગવૃત્તિ
  વધતા ચાલ્યા ..દરબારી ઠાઠમય: જીવન શુષ્ક લાગવા લાગ્યું ..કેટલાક
  પોકળ સંબંધોના અનુભવ ને લીધે જ રાજગાદી નો ત્યાગ કરવાનો અને
  પંચગીની ખાતે શોભનાબા સાથે રહીને શાંતિ પૂર્ણ સાચા આત્મીય આનદ
  સાથે પરોપકારી કરવાનો નિર્ણય તેમણે કરેલો …હૃદય નો ખાલીપો …
  અનુભવતા આ ઉત્કટ પ્રેમી અને સહૃદયી રાજવી નું અકાળે આકસ્મિક
  નિધન જાણે કે રહસ્યો ની ચાદર માં લપેટાઈ ગયું ! તેમના જીવન અને
  કવન ને વાંચનારા ,,સંભાળનારા..ચાહકો ના હૃદય માં કલાપી એ અમીટ;
  અમર છાપ છોડી છે…

  **હું અનંત યુગ નો તરનાર યોગી જનાર જે હજુ અનંત યુગો તરી ને !!કલાપી.**

 3. Rajesh Patel જુલાઇ 5, 2013 પર 2:59 એ એમ (am)

  http://www.facebook.com/kalapi.the.poet.of.love pls likes and share

  2013/7/5 Rajesh Patel

  > **કલાપી**યાદી ભરી ત્યાં આપની ..
  >
  > નામ : સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
  >
  > કવિ નામ : કલાપી
  >
  > જન્મસ્થળ : લાઠી ,,સૌરાષ્ટ્ર
  >
  > જન્મ : ૨૬ -૧ -૧૮૭૪
  >
  > દેહાવસાન : ૯ – ૬ – ૧૯૦૦
  >
  > જીવનકાળ : ફક્ત ૨૬, વર્ષ ૫, મહિના અને ૧૧ દિવસ .
  >
  > પ્રસીદ્ધ કાવ્ય ગ્રંથ : કલાપી નો કેકારવ
  > ૧, મહાકાવ્ય , ૧૧, ખંડકાવ્ય ,, ૫૯, ગઝલો . ૧૮૮,,છંદોબદ્ધ કવિતા
  > ઉર્મીગીતો .એ પ્રમાંને એટલે ,,૧૫૦૦૦ કાવ્ય પંક્તિ ઓં નો સંગ્રહ ..
  > માનવીય સંવેદના , પ્રણય ,,અને તત્વ જ્ઞાન ભર્યા આ કાવ્ય સંગ્રહ ની
  > ૧૯૦૩, થી આજ સુધી ,,૨૧ આવૃત્તિ પ્રગટ થયી છે ..ગુજરાતી સાહિત્ય ના
  > ઈતિહાસ માં આ અદ્વિતીય ઘટના છે ..
  > ગધ્ય રચનાઓં : કાશ્મીર નો પ્રવાસ.. તત્વજ્ઞાન વિષયક નિબંધ અને
  > પત્નિઓ,, મિત્રો ..ગુરુજનો ..ને લખેલા ૮૦૦, થી વધુ પત્રો .ઉત્તમ પત્ર
  > સાહિત્ય જાણે કે લાગણીઓં નો ધોધ..
  >
  > સરજન કાલ : ઉપર મુજબ નું વિપૂલ સર્જન માત્ર તેમણે,,૧૬,થી ૨૬..વરસ ની
  > ઉંમર માં કર્યું ..
  >
  > વાંચન : ગુજરાતી ,, અંગ્રેજી ,, ફારસી ,,સંસ્કૃત અને હિન્દીના વિવિધ વિષયક
  > લગભગ , ૫૦૦.. થી વધુ પુસ્તકો નું વાંચન ..
  >
  > શિક્ષણ : રાજકુમાર કોલેજ ,,રાજકોટ
  >
  > લાઠીમાં રાજ્યાભિષેક: ૨૧ – ૧ – ૧૮૯૫ ના રોજ ૨૧, વર્ષ ની ઉમરે ..
  >
  > લગ્ન :ડીસેમ્બેર ૧૮૮૯, માં પંદર વર્ષ ની ઉમરે પોતાના થી ૮, વર્ષ મોટા
  > કચ્છ રોહા ના રાજકુમારી ,,રમાબા ..અને ૨, વર્ષ મોટા સૌરાષ્ટ્ર- કોટડા ના
  > રાજકુમારી , આનાદીબા ..બને સાથે એક જ દિવસે ખાંડા લગ્ન ..
  >
  > પ્રણય : રાણી સાહેબા રમાબા ની એ સમય ની દાસી મોંઘીબા સાથે
  > ૨૦, વરસ ની ઉમરે પ્રણય થયો ..આ મોંઘીબા નું નામ પછી કલાપી જી
  > એ શોભાના રાખ્યું ..તેઓ તેમના થી ૭, વરસ નાના હતા ..સ્વરૂપવાન
  > બુદ્ધિશાળી અને મંજુલ સ્વર ધરાવતા હતા..પત્ની પ્રત્યે ની ફરજ અને
  > પ્રણય સંવેદના નો દ્વંદ –ચાહું છું તો ચાહીશ બેય ને હું —
  > આ પ્રણય સંબંધ ને કારણે જીવન માં વેદના ભર્યો સંઘર્ષો ની ઘટમાળ
  > સરજાયી ..પરિણામે એ સંવેદના ઓં કવિતા માં પ્રવેશી અને પ્રણય ઝંખના
  > પ્રકૃતિ ,,પ્રેમ અને આધ્યત્મિકતા ના ચિંતન સમા કાવ્યો ગુજરાત ને પ્રાપ્ત
  > થયા ..શોભાના બા પ્રત્યે નો તેમનો ગાઢ નૈતિકતા પૂર્ણ પ્રેમ સંબંધ આખરે
  > તા: ૭ – ૯ -૧૮૯૮ ના રોજ પારાવારિક પારાવાર વિરોધ વચ્ચે લગ્ન માં
  > પરિણમ્યો …આધ્યાત્મિક ચેતના ને લીધે ,,તેમના વૈરાગ્ય અને ત્યાગવૃત્તિ
  > વધતા ચાલ્યા ..દરબારી ઠાઠમય: જીવન શુષ્ક લાગવા લાગ્યું ..કેટલાક
  > પોકળ સંબંધોના અનુભવ ને લીધે જ રાજગાદી નો ત્યાગ કરવાનો અને
  > પંચગીની ખાતે શોભનાબા સાથે રહીને શાંતિ પૂર્ણ સાચા આત્મીય આનદ
  > સાથે પરોપકારી કરવાનો નિર્ણય તેમણે કરેલો …હૃદય નો ખાલીપો …
  > અનુભવતા આ ઉત્કટ પ્રેમી અને સહૃદયી રાજવી નું અકાળે આકસ્મિક
  > નિધન જાણે કે રહસ્યો ની ચાદર માં લપેટાઈ ગયું ! તેમના જીવન અને
  > કવન ને વાંચનારા ,,સંભાળનારા..ચાહકો ના હૃદય માં કલાપી એ અમીટ;
  > અમર છાપ છોડી છે…
  >
  > **હું અનંત યુગ નો તરનાર યોગી જનાર જે હજુ અનંત યુગો તરી ને !!કલાપી.**
  >
  >

 4. Pingback: અનુક્રમણિકા – પ , ફ | ગુજરાતી પ્રતિભા પરિચય

 5. Yogesh Mehta સપ્ટેમ્બર 9, 2013 પર 5:32 એ એમ (am)

  Michchhami Dukkadam on the occasion of Savantsari Maha Parve. Mehta Family

  Yogesh Mehta Group Managing Director T: +44 20 8955 1418 F: +44 20 8955 1093 M: +44 7831 100693 W: http://www.teamrelocations.com

  Team Relocations, Drury Way, London NW10 0JN, UNITED KINGDOM

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: