ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પુસ્તક પૂજન


ગુજરાતમાં પુસ્તક પૂજન થયું!

નોંધ કરી લો … આ ‘ચોપડા પૂજન’ની વાત નથી!

    એક સમાચાર મુજબ આજે એટલે કે ‘અષાઢના પ્રથમ દિવસે’ માણાવદરની આર્ટ્સ એન્‍ડ કોમર્સ કૉલેજમાં જાહેરમાં આ પુસ્તકના પૂજન અને અર્ચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આ પુસ્તક

md8

અને આ એના સર્જક

md2

     આ સમાચાર વાંચી આનંદ તો થયો જ. પણ એનાથી વધારે સારા સમાચાર એ છે કે, ભારતના સાંસ્કૃતિક વારસાની અમર પ્રતિકૃતિ – મહાકવિ કાલીદાસ રચિત ‘મેઘદૂત’ ના ગુજરાતી સમશ્લોકી અનુવાદનું સંગીતીકરણ થયું – ત્રણ વર્ષ પહેલાં.

     એની વાત તો શ્રી. બીરેન કોઠારીના બ્લોગ ‘પેલેટ’ ના લેખ  ‘મેરે પાસ મેઘદૂત હૈ’ માં વિગતે વાંચવા મળશે.(અહીં)

# શ્રી બીરેન કોઠારી

     અહીં તો એ અદભૂત પ્રયત્નનો સ્લાઈડ શો જોઈ સંતોષ  માનીએ.

This slideshow requires JavaScript.

આવા સ્તૂત્ય પ્રયત્નના મૂખ્ય સૂત્રધાર આ રહ્યા…..

# શ્રી. રજનીકુમાર પંડ્યા

અને તેમનાં પત્ની

#  શ્રીમતિ તરૂલતાબેન

15 responses to “પુસ્તક પૂજન

 1. pragnaju જુલાઇ 9, 2013 પર 8:08 એ એમ (am)

  ખૂબ સુંદર
  બીજા બે પુસ્તકોના પૂજનની રાહ જોઇએ
  ‘अस्ति कश्चित वाग्विशेषः ?’ પ્રશ્નના જવાબમાં કાલિદાસ ત્રણ અમર સાહિત્યકૃતિઓ રચે છે,
  કુમારસંભવની अस्ति उतरस्याम दिशि देवतात्मा हिमालयोनाम नगाधिराजः, पूर्वापरोतोय निधिम अगाह्य: स्थितः पृथ्वीव्यायाम इवमानंदडः ।
  મેઘદૂત कश्चित्कान्ताविरहगुरुणा स्वाधिकारप्रमत्तः, शापेनास्तंगमितमहिमा वर्षभोग्येण भर्तुः।,
  રઘુવંશનો वागर्था संपृक्तो वागर्थ प्रतिपत्तये, जगतः पितरौ वंदे पार्वती परमेश्वरशै । તેમાં આજે અષાઢસ્ય પ્રથમ દિવસે આકાશમાં એક રમતિયાળ મેઘને જોતાં જ કુબેરના શાપથી પ્રિયતમાથી વિખૂટો પડેલો એક યક્ષ વ્યાકુળ બની જાય છે અને દક્ષિણેથી ઉત્તરે અલકાનગરી તરફ ગતિ કરતા મેઘને પોતાનો પત્રદૂત-સંદેશવાહક-બનાવી વિરહિણી પ્રિયાને સંદેશો મોકલવા તત્પર થાય છે – એ દૂત એ જ મેઘદૂત. કવિ ઉમાશંકર કહે છે કે ‘મેઘદૂત’ એ વિરહના તાર પર છેડેલી પ્રેમની મહારાગિણી છે, જેમાં એક વિરહી યુગલની વીતકકથા સંસ્કૃતિકથા બની રહે છે.

 2. Pingback: ચોપડા પૂજન | હાસ્ય દરબાર

 3. jjkishor જુલાઇ 9, 2013 પર 10:20 એ એમ (am)

  આપણે ત્યાં ગ્રંથોને મળતું માન અનન્ય છે. વ્યાકરણનો ગ્રંથ હાથીની અંબાડી પર હોય અને રાજા ચાલતો ચાલતો એની યાત્રામાં જોડાય; રમેશ પારેખના પુસ્તકનેય હાથીની અંબાડી પર બેસાડીને અમરેલીમાં ફેરવાય તો મેઘદૂતના આ પુસ્તકોને માન મળે તે પણ પરંપરાનો જ ભાગ માનવો જોઈએ…..હજીય ગ્રંથોને આપણે ચાહીએ છીએ તે વાત ગૌરવ–સંતોષની છે……

  બાકી તો પાસબુક અને ચૅકબુક નામની બે બુકો આપણી આરાધ્યબુકો બનતી જાય છે.

 4. Anila Patel જુલાઇ 9, 2013 પર 10:30 એ એમ (am)

  સંસ્કૃત પુસતકોનુ આવુ બહુમાન થવુજ ઘટે આમેય સાક્ષરો તો અમર છે પણ લોકોના કાને અને નજરે વારંવાર ચઢતા રહે ,આવા પ્રયત્નો દ્વારા તો નજાણતા લોકો કે સંસ્કૃત ભાષા પ્રત્યે ઉદાસિન થઇ ગયેલા લોકો વાચવા કે એના વિષે જાણવા પ્રેરાય. અને તેથી આવા ભવ્ય વરસાનુ આયુષ્ય ઉત્તરોત્તર વધતુ રહે

 5. Kishor Bhatt જુલાઇ 9, 2013 પર 10:53 એ એમ (am)

  I am very much interested to get all these books, particularly in GUJARATI. I request your help in the matter.
  I am in AHMEDABAD and my mobile No. is 9327628737
  E.MAIL ADDRESS- kishor_hbhatt@yahoo.co.in

 6. harnishjani5 જુલાઇ 9, 2013 પર 10:57 એ એમ (am)

  મને કહેતા ગૌરવ થાય છે કે આ પુસ્તક મને રજનીકુમાર પંડ્યાએ ભેટ આપ્યું છે. અને હા, મેં ચકાસણી પૂરવક વાંચ્યું છે.

 7. Chetan Mehta જુલાઇ 9, 2013 પર 11:12 એ એમ (am)

  sir meghdut ni aa cd melvvi hoy to……..

 8. Ramesh Patel જુલાઇ 9, 2013 પર 6:44 પી એમ(pm)

  આનંદનો અવસર…આપના સૌજન્યથી માણ્યો.આવું સુંદર કાર્ય ને આયોજન માટે સૌને ખોબલે ખોબલે અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 9. હિમ્મતલાલ જુલાઇ 9, 2013 પર 11:21 પી એમ(pm)

  ભુલાઈ ગએલી વાતોને ઉજાગર કરનારા સૌ ને મારા હાર્દિક અભિનંદન
  મેઘદૂત જેવાં સંસ્કૃત કાવ્યોએ સાબિત કર્યું છે કે સંસ્ક્ર્ત ભાષા કેટલી શક્તિ શાળી છે

 10. rajnikumar Pnadya જુલાઇ 10, 2013 પર 2:42 એ એમ (am)

  Lots of thanks Sureshbhai-One can avail the set of Book and CD from me. Pl contact me on rajnikumarp@gmail.com.
  Rajnikumar

 11. dhirajlalvaidya જુલાઇ 10, 2013 પર 3:04 એ એમ (am)

  ઇષ્ટ દેવ સમકક્ષ સાહિત્યના આવા ગ્રંથોનું પૂજન એ આપણી ગર્વભરી સંસ્કૃતિ છે.
  ને આ ઇષ્ટ ચોપડા પૂજનને બિરદાવનારા ઉપરોક્ત મહાનુભાવો ટીપ્પણી પણ કેટલી રોચક છે. વાહ.
  બેનશ્રી પ્રજ્ઞાબેનની સ-પરિશ્રમ સાહિત્ય રૂચિ મારા મનમાં વસી ગઇ.સંસ્કૃત સાહિત્ય પ્રત્યેનો તેમનો
  પ્રેમ અને અભ્યાસ અને રજૂ કરેલો તેનો નિચોડ મારા જેવા માટે મનભાવન રહ્યો.

 12. La' Kant જુલાઇ 11, 2013 પર 7:49 એ એમ (am)

  Thanx Su.Ja. ……for ‘Pustak Samachar.’ U ‘ve ADDED VALUE TO ” THE Good Deed ” By my OLDEST (85+) “Penfriend [ from 1981] “SHREE NAVNITBHAI RATANJI SHAH” [ CMD, ” Ashapura Exports Pvt Ltd.” ] , Rajanikumar Pandya,Biren Kothari and other artists connected therewith, to make it happen in a CLASSIC MANNER.The CREATION IS OF “A SUPERB CLASS” by itself…
  A pile of CLAPS FOR A L L .
  -La’Kant / 11-7-13

 13. Pingback: પુસ્તક પૂજન; ભાગ -૨ | ગુજરાતી પ્રતિભા પરિચય

 14. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: