ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જયંતિ પટેલ, JAYANTI PATEL


Jayanti_Patelરેડિયો કલાકાર, નાટ્ય કલાકાર, નાટ્ય દિગ્દર્શક

બાળમિત્ર શ્રી. કનક રાવળનાં સંસ્મરણો
( ‘ગુર્જરી ડાયજેસ્ટ’માંથી )

– ‘ગુજરાત મિત્ર’માં તેમનો ઈન્ટરવ્યુ


 

જન્મ 

 • ૨૪, મે-૧૯૨૪; અમદાવાદ

અવસાન 

 • ૨૬, મે – ૨૦૧૯
rangalo

પરિવાર જનો સાથે

કુટુમ્બ

 • માતા– જશીબેન ; પિતા – કાલીદાસ
 • પત્ની – શારદાબેન ( પ્રાથમિક શાળામાં  શિક્ષિકા અને નાટ્ય કળાકાર)
 • પુત્રીઓ– નિવેદિતા, વર્ષા; પુત્ર – નીલેશ

શિક્ષણ

 • ૧૯૪૮ – બી.એ.(ગુજરાત કોલેજ,  અમદાવાદ)
 • ૧૯૮૧– પી.એચ.ડી. ( નાટ્ય) – ભારતીય વિધ્યાભવન

ઉપનામ 

 • રંગલો

ગુજરાતી સાહિત્ય પરિષદમાં તેમનું વ્યાખ્યાન

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

 • ૧૯૪૨– સ્વાતંત્ર્ય ચળવળમાં ગોળીબારમાં પગે ઘવાયા; અને બે વર્ષ પથારીવશ રહ્યા.
 • ૧૯૬૭ – પુલિત્ઝર ઈનામ વિજેતા નાટકનું ગુજરાતી રૂપાંતર કરવા માટે  જેીફ.કે. સ્કોલરશીપ હેઠળ ન્યુયોર્ક આવ્યા.
 • ૧૯૭૬ – ‘ ઓલ્ટર્નેટિવ થિયેટર’ સ્કોલરશીપ મળી.
 • ૧૯૮૨ – બ્રહ્માનંદ સરસ્વતી સ્વામીના મનરો – ન્યુયોર્ક ખાતેના આનંદ આશ્રમમાં જોડાયા.
 • શરૂઆતમાં એલિસબ્રિજ આરોગ્ય સમિતિમાં રંગમંડળની સ્થાપના,
 • નાટકના રૂપમાં ભવાઈને અદ્યતન સ્વરૂપ આપવા પ્રયોગો કર્યા.
 • ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે પણ હાથ અજમાવી જોયો છે.
 • મિનરલ્સનો વેપાર
 • ‘અખંડ આનંદ’માં ‘રંગલાની રામલીલા’ શિર્ષક નીચે તેમના નાટક અંગેના લેખો છપાયા છે. “મારા અસત્યના પ્રયોગો “ તેમનું ખૂબ પ્રચલિત નાટક હતું.
 • તેમણે રંગીલો રાજા,આ મુંબઈનો માળો,સરવાળે બાદબાકી,નેતા અભિનેતા,સપનાના સાથી,મસ્તરામ,સુણ બે ગાફેલ બંદા જેવા નાટકો લખ્યા અને ભજવ્યા.
 • હું ગાંધી અને ચાર્લી ચેપ્લીન જેવું વિવેચન પુસ્તક લખ્યું.
 • તે ચાર્લી ચેપ્લીનનાં ઘેર પણ રહી આવ્યા હતા.
 • તેઓ ખૂબ ઊંચા ગજાના કાર્ટુનિસ્ટ હતા.
 • ભવાઈ અને કાર્ટુનની કથા તેમના પરિચય – પુસ્તક હતા.
 • અમેરિકામાં પચ્ચીસ વર્ષ રહીને અહીં પણ તેમણે નાટ્યપ્રવૃત્તિ કરી હતી.
 • જીવનના પાછલા વર્ષો તેમણે ભારતમાં રહી પસાર કર્યા.

અન્ય શોખ 

 • વ્યંગચિત્રો બનાવવાનો

rangalorangalo1

રચનાઓ 

 • ભજવેલાં/ દિગ્દર્શન કરેલાં નાટકો – રંગીલો રાજા, આ મુંબાઈનો માળો, સરવાળે બાદબાકી, નેતા અભિનેતા, સપનાના સાથી, મારા અસત્યના પ્રયોગો, મસ્તરામ
 • પરિચય પુસ્તિકાઓ – ભવાઈ, કાર્ટૂનની કળા
 • નાટકો – સરવાળે બાદબાકી, રંગલાની રામલીલા, નેતા અભિનેતા, મારા અસત્યના પ્રયોગો,સુણ બે ગાફિલ બન્દા
 • ધાર્મિક – સાત પ્રાર્થનાઓ
 • વિવેચન– ગાંધી, ચેપ્લિન અને હું

સન્માન

 • ગુજરાતી સાહિત્ય એકેડેમી તરફથી શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર

સાભાર

 • ગુજરાતી સાહિત્યકોશ
 • ગુજરાત મિત્ર
 • શ્રી.ઉત્તમ ગજ્જર, શ્રીમતિ વર્ષા પટેલ, કનક રાવળ

9 responses to “જયંતિ પટેલ, JAYANTI PATEL

 1. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: અભિનેતાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Vinod R. Patel ડિસેમ્બર 30, 2016 પર 1:48 પી એમ(pm)

  અમદાવાદ,નારણપુરામાં એમના એક સંબંધીને ત્યાં ડો. જયંતી પટેલ ને મળવાનો લાભ મને મળ્યો છે. સદા હસતા અને હસાવતા રંગ્લાજી ખરેખર રંગીલા મિજાજની વ્યક્તિ તરીકે મેં જોયા હતા.

 4. Warsha hadki માર્ચ 11, 2017 પર 9:51 એ એમ (am)

  Short and sweet – thank you very much Dad loves it too- please send us your phone number and we will call you

 5. Pingback: મશહુર હાસ્યકાર શ્રી જયંતી પટેલ -રંગલાજી ને ૯૩મા જન્મ દિવસની અનેક શુભેચ્છાઓ | હાસ્ય દરબાર

 6. Pingback: 1312 – ડો.જયંતી પટેલ ” રંગલો ” હવે આપણી વચ્ચે નથી !… હાર્દિક શ્રધાંજલિ | વિનોદ વિહાર

 7. Dhiraj M. S. જૂન 7, 2021 પર 8:03 એ એમ (am)

  We are all very much Miss a live stage and Personality, I Think it’s Respected Jayanti Patel Sir who invented Character of “Ranglo” and that character was the life of olden Time Ever Green Bhavai

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: