ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નારાયણ દેસાઈ, Narayan Desai


ND1– ગાંધીજી નો ‘બાબલો’ 

– ગાંધીજીની મૂળ શોધ સત્યની હતી. સત્ય એટલે સાચું બોલવું એટલી સાદી સમજમાંથી એ શોધ વધુ ને વધુ વિસ્તરતી અને વધુ ને વધુ ઊંડી ઊતરતી ગઈ. એનો બીજો તબક્કો આવ્યો સત્ય એટલે મન, વચન અને કર્મથી સત્ય; જેવું વિચારીએ તેવું બોલીએ અને જેવું બોલીએ તેવું જ કરીએ, ત્યાં સુધી તેઓ પહોંચ્યા. 

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર

વિકિપિડિયા પર

– શ્રી. રામ ગઢવીના બ્લોગ પર માહિતી

રીડ ગુજરાતી પર

તેમના વિચારો ‘ સર્વોદય પ્રેસ’ના બુલેટિન પર

———————————————————————-

ND10

ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સર્જિત વિડિયો

ગાંધી કથા – ન્યુ જર્સી

ગાંધી કથા – સાદરા

——————

જન્મ

  • ૨૪, ડિસેમ્બર- ૧૯૨૪; વલસાડ

અવસાન

  • ૧૫, માર્ચ -૨૦૧૫, વેડછી

કુટુમ્બ

  • માતા-દુર્ગાબેન;  પિતા – મહાદેવભાઈ ( ગાંધીજીના સેક્રેટરી )

શિક્ષણ

  • ગાંધી આશ્રમમાં- આશ્રમના અંતેવાસીઓ પાસે

વ્યવસાય

  • આખું જીવન ‘ગાંધી વિચાર’ને સમર્પણ

This slideshow requires JavaScript.

તેમના વિશે વિશેષ

  • એક મહિનાની ઉમરથી ગાંધી આશ્રમમાં, ગાંધીજીની નજર હેઠળ ઉછર્યા હતા,અને ૨૩ વર્ષ આશ્રમમાં જ રહ્યા હતા. Peace Brigades International  સ્થાપવામાં સક્રીય ભાગ લીધો હતો.
  • દેશને સ્વતંત્રતા મળ્યા પછી,વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણે શરૂ કરેલી ‘શાંતિ સેના’માં જોડાયા હતા.
  • જયપ્રકાશ નારાયણે સ્થાપેલ જનતા પક્ષમાં પણ ઘણું પ્રદાન કર્યું હતું.
  • સમ્પૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય, વેડછીના સંચાલક
  • ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ
  • ૨૦૦૮ – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • વિશ્વભરમાં ગાંધીકથાઓ કરી છે – ૬૦ ઉપર

રચનાઓ

(હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં  ૫૦ જેટલાં પુસ્તકો)

  • ચરિત્ર – પાવન પ્રસંગો, જયપ્રકાશ નારાયણ, મારું જીવન એ જ મારી વાણી, ભાગ ૧થી ૪ ( ગાંધી ચરિત્ર)
  • સર્જનાત્મક– ‘ગાંધી ક્યાંક હશે ભારતમાં’- ગીત સંવાદ મઢી કટાક્ષિકા
  • માહિતી/ સંકલન – સામ્યયોગી વિનોબા, ભુદાન આરોહણ, મા ધરતીને ખોળે, શાંતિસેના, સંત સેવતાં સુકૃત વાધે, સર્વોદય શું છે?, ગાંધીવિચારો જૂનવાણી થઈ ગયા છે?,અહિંસક પ્રતિકારની કહાણી, વેડછીનો વડલો
  • નાટક – કસ્તૂરબા
  • ઈતિહાસ/ રાજકારણ– સોનાર બાંગલા, લેનિન અને ભારત
  • અનુવાદો – માટીનો માનવી, રવિછબી
  • તેમનાં પ્રવચનો અને લેખોનો સંગ્રહ – ‘ઘણું જીવો ગુજરાતી’

સન્માન

  • ૧૯૯૨– ભારતની સાહિત્ય એકેડેમીનો એવોર્ડ
  • ૧૯૯૮ – યુનેસ્કોનો અહિંસા અને માટેનો એવોર્ડ
  • ૧૯૯૯ –રચનાત્મક પ્રવૃત્તિઓ માટેનો જમનાલાલ બજાજ એવોર્ડ
  • ૨૦૦૪ –  ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી એવોર્ડ
  • ૨૦૧૩ – ગુજરાતી વિશ્વકોશનો ‘સવ્યસાચી સારસ્વત પુરસ્કાર

સાભાર

  • ગુજરાતી સાહિત્યકોશ
  • વિકિપિડિયા
  • શ્રી. ઉત્તમ ગજ્જર

—————-

વિશેષ વાંચન…

પરિચયો

6 responses to “નારાયણ દેસાઈ, Narayan Desai

  1. pragnaju જુલાઇ 25, 2013 પર 6:13 પી એમ(pm)

    આ.નારાયણભાઈ જેવા ઋષિની પ્રતિભા થી બ્લોગ ધન્ય થયો
    ‘સર્વોદય’ અંગે ન કેવળ સમજાવ્યું પણ તે જીવી બતાવનાર સંત ને સત સત વંદન
    તેઓ ની ગાંધીજીની કથા અંગે તો કહેતા ગદ ગદ થવાય. એક મજાની વાત–‘મોરારીબાપુ પણ મારી કથામાં મને ખબર ન પડે એમ શ્રોતા તરીકે આવીને એક-બે વખત સાંભળીને ગયા હતા.’
    તેમની ચિતમાં જડાઇ ગયેલી વાત,’‘ચરખો, ઝાડુ અને સામુદાયિક પ્રાર્થના એ ગાંધીજીના ત્રણ પ્રતિકો છે.’
    ‘સત્ય અહીંસા ચોરી ન કરવી વણજોતું ન સંઘરવું બ્રહ્મચર્ય અને જાતે મહેનત કોઈ અડે ન અભડાવુ…આ ૧૧ વ્રતોની પ્રાર્થના અને તેમનું વ્યક્તવ્ય ‘ગાંધીજીના અગિયાર વ્રત પણ સામાજિક મૂલ્ય હતા, નહિ કે વ્યક્તિગત ગુણ.’ અને શાતીસેનામાં ‘આકાશગંગા સૂર્ય ચંદ્ર તારા સંધ્યા ઉષા કોઈના નથી’ની

    નૉસ્ટાલજીક યાદો

  2. Pingback: અનુક્રમણિકા – ન | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: દેશભક્ત | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: પ્રખર ગાંધીવાદી નારાયણ દેસાઈનું વેડછી ખાતે દુખદ નિધન … શ્રધાંજલિ | વિનોદ વિહાર

  5. Pingback: નારાયણ દેસાઈ – સંનિષ્ઠ કેળવણી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: