ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

અમદાવાદની પોળો


સાભાર

  • ડો. રાજેન્દ્ર ત્રિવેદી

મૂળ સ્રોત

  • દિવ્ય ભાસ્કર ; ૧૭, જુલાઈ-૨૦૧૩

અ’વાદની ઓળખ પોળોનું અતથી ઈતિઃ

એક ક્લિકમાં સંપૂર્ણ માહિતી!

This slideshow requires JavaScript.

અમદાવાદ એટલે ગુજરાતનુંહાર્દ. ને અમદાવાદનું હાર્દએટલે તેની પોળો.અમદાવાદના અસ્તિત્વનીઓળખ એટલે પોળો.આંબલીની પોળ હોય કેઅર્જૂનલાલની પોળ, રતનપોળ હોય કે રાજા મહેતાનીપોળ, અમદાવાદની દરેકપોળમાં અમદાવાદનું હૃદયધબકે છે.

આ શહેર અંગે સારૂ-નરસુગમે તે કહેવાતું હોય પણ ખરાઅમદવાદને ઓળખવું હોયતો ચોક્કસ પોળમાં રહેવું પડે.

પોળની સંસ્કૃતિ, તેની આકૃતિને ત્યાં વસતા લોકોનાહૃદયમાં તમને મળનારી સ્વિકૃતિ એ અમદાવાદની સાચી ઓળખ બની રહેશે.

અમદાવાદના ઘરેણા સમીઆ પોળો એ માત્ર કોઈ એકશહેર પુરતી, રાજ્ય પુરતી કેરાષ્ટ્ર પુરતી મહત્વ નથી ધરાવતી. યુનોએ અમદાવાદ શહેરની પોળોને ‘લિવિંગ હેરિટેઝ’ તરીકે નવાજી તેનું મહાત્મ્ય ગાન કર્યું છે.

પોળોનું ઉદ્દભવસ્થાન ઉત્તર ગુજરાત હોવાનું માનવામાં આવે છે.

 પાટણમાં પોળને ‘પાડા’ કહેવામાં આવે છે. અમદાવાદ વસ્યું તે પહેલાંપાટણ વસેલું હતું. બાદશાહ અહમદશાહે અમદાવાદની સ્થાપના કરી તે સમયે શરૂઆતમાં જે પોળમાં રહેવાનું મુહૂર્ત કર્યું, તે પોળ ‘મુહૂર્તપોળ’ તરીકે ઓળખાવા લાગી. હાલમાં માણેકચોક વિસ્તારમાં હાલમાં મુહૂર્તપોળ આવેલી છે. જોકે, મુસ્લિમ તવારીખમાં તેનું કોઈસમર્થન જોવા મળતું નથી. આવી જ રીતે આસમાની-સુલતાની કાળની પોળોની કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

સાબરમતી નદી કિનારે ૧૫મી સદીમાં અહમદશાહ નામના બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું. એક સમયે આ શહેર ભારતનું સર્વશ્રેષ્ઠમનાતું હતું. અમદાવાદની સેંકડો પોળો જૂના ઈતિહાસની સાક્ષી આપતી આજે પણ મોજૂદ છે. કેટલીક પોળો તો પાંચસો વર્ષ જૂની છે!

આ પોળો બાંધવા પાછળ તેના એક વખતની સુલતાની કલ્પનાશક્તિ અને તેનું ભેજું રહેલું છે.

આ પોળની રચના જ એવી રીતે કરવામાં આવી છે કે ૧૭૦૦થી ૧૮૧૮ની સાલ સુધી અમદાવાદ પર આવેલી રાજકીય, આર્થિક કેકુદરતી આંધીઓ શહેરને તારાજ કરી શકી નથી. ત્યારબાદ પણ ૧૮૧૯માં ધરતીકંપ થયો, ૧૮૬૮, ૧૮૭૫, ૧૯૨૭ અને ૧૯૭૧ માં પૂરઆવ્યા, ૧૮૭૭માં ભયાનક આગ લાગી, ૧૮૯૯ની સાલમાં ભયાનક દુકાળ પડ્યો, ૧૮૯૬થી ૧૯૦૭ના સમયગાળા દરમિયાન પ્લેગનોચેપી રોગ ફેલાયો. ૧૯૧૮માં ફ્‌લુની બીમારી ફેલાઈ છતાં આ બધી કુદરતી આફતો અમદાવાદ શહેરને તારાજ ન કરી શકી. બદલામાંબ્રિટિશ શાસનકાળ દરમિયાન આ શહેરે કેટલીક શહેન શાહી રસમો પણ અપનાવી લીધી.

અમદાવાદની પોળોની એવી તે શી વિશિષ્ટતા હશે કે આ ખીચોખીચ વસ્તી ધરાવતી અને એકબીજાની અડોઅડ ઊભાં રહેલા કાચા-પાંકા મકાનોવાળી પોળ આજે પણ અડીખમ છે. તેમજ વર્ષો જૂની પ્રણાલિકાને સાચવી રાખી છે.

પખાલી, પિંજારા, ચુનારા, સાળવી, પટવા, મોઢ, ભાટ, મહેતા, નાગર, માળી કે ધોબી વગેરે જાતિ-ઉપજાતિ પોતપોતાની જગ્યાએસ્થાપિત થઈ અને તે જ નામે પોળ ઓળખાઈ. જેમ કે પખાલીની પોળ કે પટવા પોળ વગેરે. પોળોનાં નામકરણમાં કેટલીક વ્યક્તિઓનોફાળો નાનો-સૂનો નથી.

જેઠાભાઈ, લાખા પટેલ, આકાશ શેઠ, હાજા પટેલ, કાનજી દિવાન, રાજા મહેતા, ધના સુથાર, હિંગોળક જોષી,ઘાશીરામ, જાદા ભગત, નવતાડ પઠાણ, ઘુસા પારેખ વગેરે નામો પોળના કે સમાજના વડા કે પોળ વસાવનારાનાં નામ ઉપરથી પોળો જાણીતી થઈ હશે.

શહેરની પોળના ઘરનું સ્થાપત્ય કે બાંધણી ઉત્તર ગુજરાતનાં ઘરો જેવી છે. પોળનું ઘર ‘ખડકીબંધ’ ઘર હોય છે. ઘરની બહારની બાજુએઓટલો જોવા મળે. મુખ્ય દરવાજા પછી ઢાળિયું આવે, જ્યાં ખાટલા જેવી વસ્તુઓ મૂકવા માટે કામમાં આવે. પછી હવા-ઉજાસ માટેખુલ્લી જગ્યા ‘ચોક’ આવે.

વરસાદનું પાણી અહીંયા પડે. પછી પરસાળ આવે જેને લોકો ‘માંડી’ કહે છે.માંડી પછી વચ્ચેનો ઓરડો આવે,જેમાં પાણિયારું હોય. માંડીની બાજુમાં બેઠા બેઠાં રાંધી શકાય તેવો ચૂલો હોય અને ધૂમાડો બહાર નીકળી જાય તેવું ધુમાડિયું જોવા મળે.છેલ્લે અંદરનો ઓરડો આવે. છેલ્લી દિવાલે ભીતમાં હવા-ઉજાસ માટે બે નાનાં જાળિયાં હોય.

સુખી ઘરોમાં અને નાગરનાં ઘરોમાં હિંચકોજોવા મળે. ઘરનાં બારણાં અને તેની બારસાખ ઉપર કોતરણી જોવા મળે. બારસાખને ટોડલો અને બાજુમાં ગોખ હોય. નાના ગોખ દીવામૂકવા માટે વપરાતા. વચલા ઓરડામાં મોટા ગોખ વસ્તુઓ મૂકવા માટે વપરાતા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: