ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj Ashram


Ashram’s mission – :

“To serve the deficient and needy sections of the society,  without regards to cast, creed, religion or financial status of the recipient, employing the best available appropriate technologies and in complete harmony with the nature.”

વેબ સાઈટ

સ્લાઈડ શો 

આશ્રમની વાત

સમ્પર્ક

—————————————

સ્થળ

  • ગોરજ, જિ. વડોદરા

સ્થાપના

  • ૧૯૭૮

goraj_6સ્થાપક

  • અનુબેન ઠક્કર( અવસાન – ૨૦૦૧)

goraj_1હાલના વ્યવસ્થાપક

  • વિક્રમ પટેલ

હાલની પ્રવૃત્તિ

  • ૯૫ પથારીઓ અને આધુનિક તબીબી સવલતો ધરાવતી હોસ્પિટલ ‘અક્ષર પુરૂષોત્તમ આરોગ્ય મંદિર’
  • કૈલાસ કેન્સર હોસ્પિટલ
  • ૧૨૦ બાળકોના રહેઠાણ સાથેની પ્રાથમિક શાળા ‘શારદા મંદિર’
  • ૩૯૦ બાળકોને શિક્ષણ આપતી ‘વિવેકાનંદ હાઈસ્કૂલ’
  • આજુબાજુના ગામોમાં મજુરી કરતી સ્ત્રીઓનાં  બાળકોને સાચવવા ૧૬ ઘોડિયાં ઘરો
  • નજીકના ગામ વાંકવા ખાતે ૧૨૦ એકરનું  આધુનિક ખેતર
  • વાનપ્રસ્થાશ્રમ
  • અતિથિગૃહ

This slideshow requires JavaScript.

આશ્રમ વિશે વિશેષ

  • ૧૯૭૮ – સ્નાતક ન હોવાના કારણે રામકૃષ્ણ મીશનમાં સાધ્વી તરીકે ન સ્વીકારાતાં, ‘સેવા શી રીતે કરવી?’ – તે અનુબેને એક સંતને પુછ્યું. અને તે સંતની સૂચના અનુસાર ખરાબો જમીન પર એક ઝુંપડું બાંધી ગામના બાળકોને રમવા બોલાવ્યા. આ નાનકડી શરૂઆત આજે ૩૦૦ એકરના પ્લોટમાં તે એક મોટા સેવા સ્થાનના વડલામાં રૂપાંતર પામી છે.
  • વડોદરાની સયાજીરાવ હોસ્પિટલના ડો. કાપડિયાને અનુબેને બાળકોની તબીબી ચકાસણી અને સારવાર માટે મુલાકાત લેવા આમત્ર્યા. તેમણે દર રવિવારે આ સેવા આપવા કબુલ્યું. તેમની સાથે આવતા વિદ્યાર્થી શ્રી. વિક્રમ પટેલ અનુબેનની નિસ્વાર્થ સેવાથી પ્રભાવિત થઈ; સ્નાતક બનીને તરત ત્યાં જ એક બીજું ઝુંપડું બનાવી ગામ લોકોની સેવામાં વિજળી કે નળમાં આવતા પાણી વિનાનું કાયમી દવાખાનું શરૂ કર્યું.
  • અનુબેન અને વિક્રમ ભાઈની સેવા જોઈ દાનનો પ્રવાહ વહેવા માંડ્યો; અને સેવાની ભાવનામાં વિક્રમ ભાઈની આધુનિક તાલીમ અને વહિવટી કુશળતાના પ્રતાપે, સેવાના વિવિધ પ્રકારો એક પછી એક ઉપસવા લાગ્યા.
  • આજીવન અપરિણીત વિક્રમભાઈએ આશ્રમને જ ઘર બનાવી દીધું છે.
Advertisements

6 responses to “મુનિ સેવાશ્રમ, ગોરજ; Goraj Ashram

  1. pragnaju ઓક્ટોબર 6, 2013 પર 7:15 એ એમ (am)

    દાન આપવા અંગે અમારો અભિપ્રાય માંગે તો અમે આ સંસ્થાનું નામ પહેલું આપીએ.
    પરિચય આટલો મોડો કેમ આપ્યો તે નવાઇ લાગે…

  2. hirals ઓક્ટોબર 8, 2013 પર 12:33 પી એમ(pm)

    compassion is independent of richness/poorness/cast/creed/religion/education etc.
    આવા સેવા યજ્ઞો ગુજરાતની ધરતીનું સાચું ઘરેણું છે.

  3. ** JAYESHKUMAR.R.SHUKLA. ઓક્ટોબર 9, 2013 પર 1:57 એ એમ (am)

    આદરણીય આત્મીયજન,
    *** વંદન**પૂજ્ય અનુબેન અને વિક્રમભાઈએ ધૂણીધખાવી જે કાર્ય કર્યું છે તે આજે આપણે અનુભવીએ છીએ.
    સમાજની આ સાચી સેવા છે॰ સાચા સંત આ॰ગામના છેવાડે આટલીબધીઅદ્યતન સુવિધાવલી વળી સાવસસ્તી અને સેવામાં કોઈ કચાસ નહીં॰ લાખ-લાખ અભિનંદન॰જે મનમાં સમજેછેઘણો ભાવ પણ છે છતાં વ્યક્ત કરી નથી શકતા એવા ઘણા વતી પણ હું સૌ વતી તમારી સમગ્ર ટિમને, ડૉક્ટરો-નરસો, સેવકો, કલાર્કો, વગેરે સૌને ફરી-ફરી અભિનંદન આપું છું॰ અને મુનિમહારાજ, અનુબેન તથા સૌને વંદન પાઠવું છું॰
    *********** ************************************* ** જયેશકુમાર રમેશચંદ્ર શુક્લ॰’નિમિત”॰વડોદરા-23॰
    08.10.2013.*****બુધવાર॰***

  4. Pingback: મેરા ભારત મહાન | સૂરસાધના

  5. Pingback: સંસ્થા પરિચય | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Mihir Pathak નવેમ્બર 29, 2014 પર 1:11 એ એમ (am)

    નજીકના ગામ વાંકવા ખાતે ૧૨૦ એકરનું આધુનિક ખેતર – ગામ નું નામ વાંકુઆ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: