ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

શ્રીમદ્ રાજચંદ્ર, Shrimad Rajchandra


Rajchandra_3

બાહ્ય ક્રિયામાં રાચતા, અંતરભેદ ન કાંઈ,
જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંઈ.

એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.

કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ
ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.

( આત્મ સિદ્ધિ શાસ્ત્ર – અહીં આખું વાંચો . )

તેમના જીવન વિશે વિસ્તૃત માહિતી

–   શ્રીમદ રામચન્દ્ર મીશન, ધરમપુર ની વેબ સાઈટ

–   વિકિપિડિયા પર

——————————————————–

મૂળ નામ

 1. લક્ષ્મીનંદન

જન્મ  

 • ૧૦, નવેમ્બર-  ૧૮૬૭ ( દેવ દિવાળી); વવાણિયા- જિ. મોરબી

અવસાન

 • ૧૯૦૧, રાજકોટ

કુટૃમ્બ

 • માતા– દેવબા; પિતા – રવજીભાઈ; ભાઈ – મનસુખ
 • પત્ની – ઝબકબેન; પુત્રો – છગનલાલ, રતિલાલ; પુત્રીઓ – જવલબેન, કાશીબેન

શિક્ષણ

 • પ્રાથમિક – સાત ધોરણ

Rajchandra_4

[  ગુજરાતીમાં તેમના જીવન વિશે  ]

તેમના વિશે વિશેષ

 • ચાર વર્ષની ઉમરે નામ બદલીને રાજચન્દ્ર રાખવામાં આવ્યું હતું.
 • પિતા વૈષ્ણવ હતા; અને માતા જૈન. આ બન્ને સંસ્કાર તેમને બાળપણથી જ મળ્યા હતા. બાળપણથી જ પ્રતિક્રમણ ( ક્ષમાયાચના) ની ઊંડી અસરનો અનુભવ થયો હતો.
 • સાત વર્ષની ઉમરે એક પરિચૈત વ્યક્તિ શ્રી. અમીચંદભાઈના અવસાન સમયે સ્મશાનમાં દેહને બળતો જોઈ; તેમને ગયા જન્મ વિશે જ્ઞાન થયું હતું અને  સહજ વિરક્તિભાવ પ્રગટ્યો હતો.
 • ભણવામાં અત્યંત તેજસ્વી હતા. શાળાનો સાત વર્ષનો અભ્યાસ માત્ર બે જ વર્ષમાં પુરો કર્યો હતો.
 • આઠ વર્ષની ઉમરે પહેલી કવિતા લખી હતી; અને સામાજિક બનાવો અંગે ઘણી કવિતાઓ લખી હતી- જે સ્થાનિક અખબારમાં પ્રગટ પણ થઈ હતી.
 • સ્ત્રી શિક્ષણની સુધારણા, બાળલગ્ન, પૈસાદારો દ્વારા થતો મૂડીનો દુર્વ્યય જેવા ગંભીર વિષયો પર લેખ લખ્યા.
 • પ્રાથમિક શિક્ષણ ( સાત ધોરણ) પુરું કરીને પિતાના ધંધામાં પરોવાયા હતા.
 • જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો હતો; અને ૧૮ વર્ષની ઉમરે તો સચોટ ભવિષ્ય કથન કરી શકતા હતા.
 • 14 વર્ષની ઉંમરે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા શીખી લીધી હતી અને પિતાની દુકાનમાં કામ કરતાં જૈન આગમ અને અન્ય ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
 • 17 વર્ષની ઉંમરે તેમણે કોઈને આઠ જુદા જુદા કામ એક સાથે કરવાનો પ્રયોગ કરતા જોયા; જેને અષ્ટાવધાન કહે છે. એની પદ્ધતિ તેઓ શીખ્યા; અને  પછીના દિવસે તેઓએ બાર જાતના કામ એક સાથે કર્યા. તરત જ તેમની ધ્યાનની શક્તિ વધારતા ગયા અને ૧૦૦ અવધાન (ક્રિયાઓ) સફળતાપૂર્વક કરી બતાવ્યાં જે શતાવધાનના નામે ઓળખાય છે.
 • અસામાન્ય શક્તિ દર્શાવવા માટે યુરોપનું આમંત્રણ આવ્યું પણ તેમને તેનો અસ્વીકાર કર્યો
 • ૨૦ વર્ષની ઉમરે મુંબાઈમાં હીરાના ધંધામાં જોડાયા. ધંધાકીય સૂઝ અને ડહાપણને કારણે ઘણા ટૂંકા સમયમાં તેમનો ધંધો દેશ-પરદેશ સુધી વિકસ્યો.
 • ઈ.સ.1896 માં તેઓ ઉત્તરસંડાના જંગલોમાં, ઈડર અને કાવીઠામાં ઘણાં મહિનાઓ સુધી એકાંતમાં રહેતા. અને એક ટંક ભોજન જમતા, ખૂબ જ થોડી ઊંઘ લેતા. તેઓ તેમનો સમય ઊંડા ધ્યાનમાં પસાર કરતા. 28 વર્ષની ઉંમરે તેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું.
 • 23 વર્ષની ઉંમરે શ્રીમદ્ રાજચંદ્રને સમ્યગ્દર્શન એટલે કે સાચી શ્રદ્ધા અથવા સહજ જ્ઞાનનો અનુભવ થયો.તેમના કોઈ આધ્યાત્મિક ગુરૂ ન હતા. સમગ્ર જાગૃતિ અંદરથી જ પ્રગટી હતી.
 • ૧૮૯૯ – ધંધામાંથી ૩૧ વર્ષની ઉમરે સંપૂર્ણ  નિવૃત્તિ
 • ગાંધીજી તેમના ઉપદેશોથી ઘણા પ્રભાવિત થયા હતા. અહિંસા માટેની આસ્થા   એનાથી પ્રગટી હતી. તેઓ શ્રીમદને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા હતા.
 • ઈચ્છા હોવા છતાં, સાંસારિક જવાબદારીઓને લીધી તેઓ દીક્ષા ગ્રહણ કરી શકેલા નહીં.
 • તેમની મહાનતાની તેમના જીવનકાળ દરમિયાન ખાસ નોંધ ન લેવાઈ. જૈન સમાજમાં શ્રીમદ્ બહુ પ્રિય ન હતા, કારણ કે તેમણે જૈન સમાજની સમજ અને હેતુરહિત ખોટી પ્રણાલીઓ વિશે ઉલ્લેખ કર્યો હતો. એમના મૃત્યુ બાદ એમની મહાનતાની પિછાણ લોકોને થઈ. 
 • તેમના અનુયાયીઓએ ધરમપુર ખાતે, તેમના ઉપદેશોના  પ્રસાર માટે સંસ્થા સ્થાપી છે.
 • સાબરમતી નજીક કોબા, અગાસ અને બીજા સ્થળોએ પણ તેમના ઉપદેશના પ્રસાર માટે આશ્રમો/ સંસ્થાઓ ચાલી રહ્યાં છે.

રચનાઓ

 • મોક્ષમાળા, ભાવના-બોધ, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ-અવસર
 • ઘણા જૈન દર્શનોનો અનુવાદ અને ટિપ્પણીઓ
 • જે શ્રીમદ્ રાજચંદ્રનું ‘વચનામૃત’ ( સમ્પૂર્ણ સાહિત્ય અને પત્રો)

સાભાર 

3 responses to “શ્રીમદ્ રાજચંદ્ર, Shrimad Rajchandra

 1. dhavalrajgeera નવેમ્બર 25, 2013 પર 7:43 એ એમ (am)

  એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ,
  પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.

  તેમની મહાનતાની તેમના જીવનકાળ દરમિયાન ખાસ નોંધ ન લેવાઈ. જૈન સમાજમાં શ્રીમદ્ બહુ પ્રિય ન હતા, કારણ કે તેમણે જૈન સમાજની સમજ અને હેતુરહિત ખોટી પ્રણાલીઓ વિશે ઉલ્લેખ કર્યો હતો. એમના મૃત્યુ બાદ એમની મહાનતાની પિછાણ લોકોને થઈ.

 2. Mr.Pravinbhai P Shah જાન્યુઆરી 13, 2014 પર 10:21 પી એમ(pm)

  Another jewel in the times of Gandhiji. Very happy to see one more personality. I am vaishnav but my relatives are Jain as our gnati is a mix. Though have attended religious functions of Jain I could see for the first time elucidation of pratikamn , Avdhan etc.Thank you very much -pps

 3. Vishal Doshi એપ્રિલ 26, 2018 પર 1:52 પી એમ(pm)

  સામ્યકદર્શન અને આત્મજ્ઞાન એક જ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: