ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મનહર મોદી, Manhar Modi


manhar_modi_6– અડધો ઊંઘે અડધો જાગે;
એ માણસ મારામાં લાગે.

તેજને તાગવા, જાગ ને જાદવા
આભને માપવા, જાગ ને જાદવા

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા

– એ જ છે મારા પરિચયની કથા
ગા લગા ગાગાલગા ગાગાલગા

–  વિકિપિડિયા પર

ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબ સાઈટ પર

ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ પર 

–  તેમની રચનાઓ  લયસ્તરો પર 

————————

જન્મ

  • ૧૫, એપ્રિલ-૧૯૩૭; અમદાવાદ

અવસાન

  • ૨૩, માર્ચ -૨૦૦૩; અમદાવાદ

કુટુમ્બ

  • માતા– ગજીબેન; પિતા– શાંતિલાલ
  • પત્ની– હસુમતીબેન , સુહાસિનીબેન ; સંતાનો – જયેશ, કમલેશ

શિક્ષણ

  • ૧૯૬૪– બી.એ. ( અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર)
  • ૧૯૬૪ – બી.એ.( ગુજરાતી, સંસ્કૃત)
  • ૧૯૬૬ – એમ.એ. .( ગુજરાતી, સંસ્કૃત) – ગુજ. યુનિ.

વ્યવસાય

  • ૧૯૫૬-૫૮ – ટેક્સ્ટાઈલ ડિઝાઈન સેલ્સમેન
  • ૧૯૫૮-૧૯૬૬ – વેસ્ટર્ન રેલ્વેમાં ટિકિટ કારકૂન
  • ૧૯૬૬ થી અંત સુધી – વિવિધ કોલેજોમાં ગુજરાતીના વ્યાખ્યાતા

તેમના વિશે વિશેષ

  • શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત અમદાવાદની ભવન્સ કોલેજમાંથી.
  • પછી ડાકોરની કોલેજમાં અને છેલ્લે અમદાવાદની ભક્ત –વલ્લભ ધોળા કોલેજમાં વ્યાખ્યાતા
  • ‘નિરિક્ષક’ અને ‘ઉદ્ગાર’ના તંત્રી
  • ‘રે’મઠમાં બળવાખોર કવિઓ સાથે પહેલેથી સક્રીય હતા.
  • પ્રયોગશીલ કલ્પનો એ એમની વિશેષતા હતી.
  • ૧૯૬૩- પહેલો કાવ્ય સંગ્રહ ‘આકૃતિ’
  • ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે પણ સેવાઓ આપી છે.
  • અનેક સામાયિકોમાં તેમની રચનાઓ પ્રકાશિત થઈ છે.
  • ‘રન્નાદે પ્રકાશન’ના સ્થાપક

રચનાઓ

  • કવિતા– આકૃતિ, ૐ તત્‍ સત્‍ , બધી જ ગઝલોને સમાવતો સંચય ’૧૧ દરિયા’
  • સંપાદન – કવિમિત્રો સાથે ગઝલ ઉસને છેડી,ગાઈ તે ગઝલ
  • વિવેચન – સુરેશ જોશી : મૂલ્યાંકન, ગદ્યનું કલાસ્વરૂપ, અધીત’- ૧૦-૧૧-૧૨,, વિવેચનના વિવિધ અભિગમો’, ‘ગુજરાતીના અધ્યાપકોનો માહિતીકોશ

સન્માન

  • ધનજી -કાનજી સુવર્ણ ચન્દ્રક

3 responses to “મનહર મોદી, Manhar Modi

  1. સુરેશ જાની ડિસેમ્બર 5, 2013 પર 11:39 એ એમ (am)

    ૨૦૦૩ માં અમદાવાદના ટાઉન હોલમાં તેમને સાંભળવાનો લ્હાવો શેં ભુલાય?
    સૂરજને લીલો મનહર મોદી જ કલ્પી શકે!

  2. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: મીઠું મીઠું બોલ મનહરા!….સંકલન- રમેશ પટેલ(આકાશદીપ) | આકાશદીપ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: