ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
મોહનલાલ ધામી, Mohanlal Dhami
Posted by
સુરેશ on
ડિસેમ્બર 17, 2013
–
–
–
–
– વેબ સાઈટ
–
–
–
–
–
———————————————
સમ્પર્ક
- શ્રી વિમલકુમાર મોહનલાલ ધામી, વીરમણી, ૨, રામધામ સોસાયટી,હૈદરાબાદ બેંકની બાજુની શેરી,કાલાવડ રોડ, રાજકોટ – ૩૬૦૦૦૫
ઉપનામ
જન્મ
અવસાન
કુટુમ્બ
- માતા– ?; પિતા-ચુનીલાલ
- પત્ની-કાન્તા; પુત્ર –વિમલ
અભ્યાસ
- ચોટીલામાં છ ધોરણ સુધીનો અભ્યાસ( હંટરમેન ટ્રેનિંગ કોલેજ)
- ૧૯૨૮ –પાટણની ઉજમશી પીતાંબરદાસ આયુર્વેદિક કોલેજમાંથી ‘ આયુર્વેદ ભૂષણ’
વ્યવસાય
- ૧૯૨૯– ચોટીલામાં દવાખાનું
- ૧૯૩૭ થી– રાજકોટમાં દવાખાનું



તેમના વિશે વિશેષ
- બંગાળી, હિન્દી, વ્રજ, સંસ્કૃત, પ્રાકૃત, ઉર્દૂ, મરાઠી વગેરે અનેક ભાષાઓનું જ્ઞાન તેમણે પાટણમાં રહીને મેળવ્યું હતું.
- માત્ર ૧૮ વર્ષની વયે તેમણે ‘ આત્મ વિનોદ ‘ નામનો કાવ્ય ગ્રંથ લખ્યો છે
- તેમણે લખેલ રાણકદેવી, જસમા ઓડણ, હોથલ પદમણી, ભક્ત પૂંડરીક, વગેરે નાટકો રંગભૂમિ પર ભજવાયાં હતાં.
- લોકસંગીત રજુ કરવા તેમની કેટલીક રેકોર્ડ પણ બહાર પાડી હતી.
- તેમણે પત્રકારત્વ ક્ષેત્રે ‘કોકિલ’ નામનું સામાયિક પ્રકાશિત કર્યુ હતું. તેઓ આરોગ્ય વિષયક, તંત્રીલેખ, વગેરે પણ લખતાં.
- તેમનાં અગ્રલેખ કટાક્ષયુક્ત અને તેજ રહેતાં.
- આઝાદીની ચળવળ દરમ્યાન તેમને ગાંધીજીનો રંગ પણ લાગ્યો હતો અને તેઓ ખાદી પહેરતાં થયાં. તેમનો પહેરવેશ જીવનભર ખાદીનો ભગવો ઝભ્ભો અને ધોતિયું રહ્યાં હતાં. સત્યાગ્રહ કરવાં માટે તેમણે વિસાપુરની જેલમાં ત્રણ દિવસની જેલ પણ ભોગવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની સૂચનાથી તેમણે એક હરતું ફરતું પ્રદર્શન પણ કાઢ્યું હતું અને મહારાષ્ટ્રના ગામડાંઓમાં ફર્યા હતાં.
- રવીન્દ્રનાથ ટાગોર અને સૌરેન્દ્રમોહન મુખોપાધ્યાયથી ઘણા પ્રભાવિત હતા.
હોબી
રચનાઓ
- નવલકથા ( ૧૫૦ ) -રૂપકોશા, બંધન તૂટ્યાં, રૂપગર્વિતા, પૌરવી, ભેદની ભીતરમાં વિ.
- કાવ્ય – રાસકટોરી( ત્રણ ભાગ – વિનોદ, વેદના, વંદના)
- સ્મરણ માધુરી – એમના ચૂંટેલા લખાણોનો સંગ્રહ
- અનુવાદ( બંગાળીમાંથી) – નિરૂપમા, પારુ, મુક્તપંખી વિ.
સાભાર
- ગુજરાતી સાહિત્યકોશ
- તેમના પુત્ર વિમલે બનાવેલ વેબ સાઈટ પરથી
Like this:
Like Loading...
Related
Pingback: ડોક્ટર/ દાનવીર/ ધારાશાસ્ત્રી | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય