“બુધસભામાં અધિકારથી ઘુસેલા માણસ” – રાધેશ્યામ શર્મા
– જેસલમેર
મરુસ્થલે મોતીમઢ્યું આ નગર,
એને ટોડલે મોર અને ભીંતે ફરે હાથી,
ઝરૂખે ઝરૂખે પથ્થરનું હીરભરત.
બારીએ બારીએ બુઠ્ઠી તરવારોના તોરણ.
સાંજના અજવાળે ભીંતો નારંગી ચૂંદડીની જેમ ફરફરે,
બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો.
– પત્નીને સ્ટેશન પર વિદાય આપતી વેળા…
દરેક વિદાય વખતે
વળાવનાર વ્યક્તિનો કોઈ અંશ
ગાડી સાથે અચૂક ચાલી નીકળે છે.)
પાછો ફર્યો
ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર
મને વીંટળાઈ વળ્યું.
– વિકિપિડિયા પર
– તેમની કવિતાઓ ‘લય સ્તરો’ પર
– પરિચય – ૧ – ; – ૨ –
– ‘ઈન્ડિયા ટુડે’ પર
# પરિચય : – 1 – : – 2 –
________________________________________________________
સમ્પર્ક – નિહારિકા, યુનિવર્સિટી હેલ્થ સેંટર પાછળ, પ્રતાપગંજ, વડોદરા – 390001.
જન્મ
16 ફેબ્રુઆરી, 1937; વઢવાણ ; સુરેન્દ્રનગર
કુટુમ્બ
માતા – લાડુબહેન, પિતા – તાજ મોહમ્મદ
પત્ની –નીલિમા ( લગ્ન –1970) ; સંતાન – એક પુત્ર, એક પુત્રી
અભ્યાસ
1959 – બી.એ (ફાઇન આર્ટ્સ) – વડોદરાની મ. સ. યુનિવર્સિટી
1961 – એમ. એ. (ફાઇન આર્ટ્સ) – “” “” “”
1966 – એ. આર. સી. એ. – રોયલ સ્કૂલ ઓફ આર્ટ્સ , લંડન
વ્યવસાય
1960 થી – મ.સ.યુનિ. માં ફાઈન આર્ટસમાં અધ્યાપન
ચિત્રકળા વિભાગના અધ્યક્ષ
જીવન ઝરમર
અબ્યાસકાળમાં યુરોપમાં ભ્રમણ
ચિત્રકલાના અભ્યાસ સાથે સાહિત્ય સર્જન
દેશ-વિદેશમાં ચિત્રપ્રદર્શનો યોજાયાં છે.
કાવ્ય – મુક્ત ગદ્યમાં વિશેષ રુચિ.
પ્રથમ કૃતિ ‘બાળક’ મેગેઝિનમાં પ્રકાશિત. તે પછી ‘રમકડું’, ‘ચાંદની’, ‘કુમાર’ આદિ સામયિકોમાં કૃતિઓ છપાઈ.
૧૯૬૦-૬૩; ૧૯૬૭-૧૯૮૧- એમ.એસ. યુનિ.; વડોદરામાં ચિત્રકળાના પ્રોફેસર
૧૯૮૭,૨૦૦૩ – શિકાગોની કળા સંસ્થામાં વિઝિટિંગ કલાકાર
૧૯૬૦ – મુંબાઈમાં પહેલું અંગત ચિત્ર પ્રદર્શન
ઉમ્બરટાઈડ, ઈટલીની સિવિતેલા રેનેરી સેન્ટર, પેન્સિલ્વાનિયા યુનિ. અને મોન્ટેલ્વો યુનિ. કેલિફોર્નિયામાં વિઝિટિંગ આર્ટિસ્ટ
મોડર્ન આર્ટ નેશનલ ગેલરી, દિલ્હી; વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ, લન્ડન અને પીબડી એસેક્સ મ્યુઝિયમ, સેલમ( યુ.એસ.) માં તેમની કલાકૃતિઓ પ્રદર્શિત છે.
અનેક કલા પ્રદર્શનોમાં તેમની કૃતિઓ પ્રદર્શિત થઈ છે.
અરબ સુફિવાદનો અભ્યાસ અને કળામાં એનો ઉપયોગ
‘મપ્પા મુન્ડી’ – નકશા દોરવાની મધ્યકાલીન યુરોપિયન પદ્ધતિનો ઉપયોગ કલાની નવી ક્ષિતિજો આકારવા માટે કરવાની આધુનિક રીતોમાં મહત્વનું પ્રદાન. (અહીં એનો ખ્યાલ મેળવો.)
ચિત્રકળા ઉપરાંત લેખક અને કવિ પણ છે.
વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં તેમના ચિત્રોને સ્થાન મળ્યું છે.
ક્ષિતિજ, વિશ્વમાનવ, સાયુજ્ય સામયિકોમાં કલા વિભાગોનું સંચાલન
એક મપ્પા મુન્ડી શૈલીનું ચિત્ર
તેમનાં થોડાંક ચિત્રો
Behind\Beyond the Frames ( PART 1 )
VIDEO
Part- 2 ; Part – 3 ; Part – 4 ; Part – 5
મુખ્ય રચનાઓ
લાક્ષણિકતા
કાવ્યગ્રંથમાં પોતાની ચિત્રકલાનું સુભગ સંયોજન
સન્માન
૧૯૬૨ – લલિત કલા અકાદમી, નવી દિલ્હી
૧૯૮૩ – પદ્મશ્રી એવોર્ડ
૨૦૦૨ – કાલીદાસ સન્માન, મધ્ય પ્રદેશ
સાભાર
સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2
ડો. કનક રાવળ
વિકિપિડિયા
Like this: Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – ગ « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ગ , ઘ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય