૧૨ વર્ષની ઉંમરે ગામ અને માતા-પિતાને છોડી ધંધુકા (૧૯૫૭) અને વડોદરા (૧૯૫૮) અભ્યાસ
૧૩ વર્ષની ઉંમરે ગીતો લખવાનો શોખ જન્મ્યો અને શરૂઆત જ ‘મોત‘ પર લખેલા કાવ્ય, “મોત છોને આવતું, ક્દમ ક્દમ બઢાવતું” થી થઈ.
કારકિર્દીની શરૂઆતમાં કેટલાંક જાણીતા આર્કિટેકટ્સને ત્યાં કામ કરવાનો મોકો મળ્યો. ત્યારબાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આર્કિટેક્ટ અને મ.સ. યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી.
૧૯૭૨-૭૩ -ફરીથી ગીતો લખવાની શરૂઆત. લગભગ ૬૦૦ જેટલાં ગીતો લખ્યા.
પૂ. પાંડુરંગ આઠવલે પ્રેરિત ‘સ્વાધ્યાય’ પ્રવૃત્તિમાં જોડાયા બાદ ભારતના ૨૦૦ જેટલા ગામડાંઓ અને શહેરોમાં પ્રવચનો દ્વારા ઘર્મ અને સંસ્કૃતિના પ્રસરણનું યોગદાન
જાણીતાં ગાયકો સુરેશ વાડકર, મનહર ઉધાસ અને અનુરાધા પૌડવાલે તેમનાં ગીતોને સ્વર આપ્યો છે.
National Assocition of Student of Architecture (NASA)ના વાર્ષિક મિલનોમાં વિદ્યાર્થીઓ સાથે ભારતની વિવિધ વિશ્વવિદ્યાલયોમાં જઈને મ.સ. યુનિવર્સિટી માટે પારિતોષકો જીત્યા છે.
સ્વાસ્થ્ય કારણોસર ૨૦૦૩ માં સ્વાધ્યાય પ્રવૃત્તિ છોડ્યા બાદ હાલમાં મુખ્યત્વે વડોદરામાં લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, સિનીયર સિટિઝન્સ ગ્રુપ, સાંઈ પરિવાર, અવધૂત પરિવાર, દિવ્ય જીવન સંઘ તથા અન્ય સંગઠનો દ્વારા પ્રવચનો ગોઠવાય છે.
કાશી ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા દ્વારા એક સંગીત સંગ્રહ
રચનાઓ
ધાર્મિક – ષોડશ સંસ્કાર, શ્રી કૃષ્ણ માધુર્ય, શિવ દર્શન, सत्यं परं धीमहि।, પ્રભુ લીધો મેં પંથ તારો, વંદના તુજને હજો
પ્રેરણાત્મક – દ્રષ્ટાંત ગીતા ભાગ ૧ , ૨, ગીતા નિર્ઝરી
Pingback: આવકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – દ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: મારાં નયનમાં | સૂરસાધના