ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

આનંદીબેન પટેલ, Anandiben Patel


ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી.

ગુજરાત રાજ્ય સરકાની વેબસાઈટ પર તેમનો વિગતવાર પરિચય

તેમની વેબસાઈટ

વિકિપિડિયા પર

તેમની યુ-ટ્યુબ ચેનલ

——————————————————————-

જન્મ

  •  ૨૧ નવેમ્બર, ૧૯૪૧, ખરોડ, તા.વિજાપુર, જિ.મહેસાણા (ઉ.ગુ.)

અભ્યાસ

  •  એમ.એસ.સી.(૧૯૬૭), બી.એડ્.(૧૯૬૮), એમ.એડ્.(૧૯૭૬) – (સુવર્ણ ચંદ્રક)

સંપર્ક

  • ત્રીજો માળ, સ્વર્ણિમ સંકુલ-૧, નવું સચિવાલય, ગાંધીનગર-૩૮૨૦૧૦.

કુટુંબ

  • માતા – ?,  પિતા – જેઠાભાઈ
  • પતિ – મફતલાલ ; પુત્રી – અનાર, પુત્ર – સંજય 

વ્યવસાય

  • ૧૯૬૮ થી ૧૯૯૮ – મોહિનાબા કન્યા વિદ્યાલયમાં ગણિત અને વિજ્ઞાન વિષયોના શિક્ષક અને આચાર્ય તરીકેનું યોગદાન.
  • ૧૯૯૪ થી ૧૯૯૮ – રાજ્યસભામાં સક્રિય સભ્ય.
  • ૧૯૯૮થી –  ગુજરાત વિધાનસભાના સભ્ય
  • ૨૨મી મે, ૨૦૧૪ થી –  ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી. 

 

તેમના વિષે વિશેષ

  • ખેડૂત માતા-પિતા સાથે ભાઈઓ બહેનોનાં વિશાળ પરિવારમાં રહી વિષમતા સાથે શાળાકીય અભ્યાસ અને સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ એમ.એસ.સી. અને એમ.એડ્. અનુસ્નાતકનો અભ્યાસ નોકરી તેમજ બાળકોનાં ઉછેરની બેવડી જવાબદારી સાથે કરી સુવર્ણ ચંદ્રક મેળવ્યો.
  • વિવિધ કાર્યક્રમો દ્વારા મહિલા સશક્તિકરણ અને બાળકલ્યાણને લગતાં કાર્યો કર્યા.
  • હાલની ગુજરાત વિધાનસભાના એકમાત્ર મહિલા ધારાસભ્ય અને મહત્તમ કાર્યકાળ ધરાવતા મહિલા ધારાસભ્ય.
  • ૧૯૯૨માં ભારતીય જનતા પાર્ટીની ‘એકતા યાત્રા’ માં ગુજરાતમાંથી એક માત્ર મહિલા તરીકે કાશ્મીરના શ્રીનગરના લાલચોક ખાતે આંતકવાદીઓની ધમકી મળી હોવા છતાં વિષમ પરિસ્થિતિમાં ત્રિરંગો લહેરાવ્યો.
  • શિક્ષણ મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ઘણાં ક્રાંતિકારી સુધારા કર્યા.
  • ૫૦૦થી વધુ વસ્તી ધરાવતા તમામ ગામો કે પરાઓને રસ્તાઓથી જોડવાનું કાર્ય હાથ ધર્યું.
  • કુશળ વહીવટકર્તા તરીકે ગુજરાત માટે અમૂલ્ય પ્રદાન.

તેમનાં પર જાણીતી ન્યૂઝ ચેનલ દ્વારા બનાવેલ ડોક્યુમેન્ટ્રી

 સન્માન

  • ગુજરાત સરકારનો સાહસ અને શૌર્ય પુરસ્કાર.
  • ચારૂમતી બહેન યોદ્ધા પુરસ્કાર (જ્યોતિસંઘ, અમદાવાદ).
  • અંબુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય પુરસ્કાર (રાજપીપળા).

7 responses to “આનંદીબેન પટેલ, Anandiben Patel

  1. harshadkumar જૂન 28, 2014 પર 7:45 પી એમ(pm)

    Woman ruled world.
    Men only countries.

  2. Vinod R. Patel જૂન 29, 2014 પર 8:52 એ એમ (am)

    ગુજરાતના ૧૫મા મહિલા મુખ્ય પ્રધાન અનુભવી રાજકારણી શ્રીમતી આનંદીબેનનો વિડીયો સહીત સુંદર વિશદ

    પરિચય કરાવવા બદલ અભિનંદન .

    આનંદીબેન સ્ત્રીશશ્ક્તીકરણની એક મીશાલ છે અને મહિલાઓ માટે પ્રેરણારૂપ કારકિર્દી ધરાવે છે .

    ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન આનંદી બેનણી અગાઉ દેશમાં અન્ય ૧૫ મહિલાઓ મુખ્ય પ્રધાન રહી

    ચુકી છે .

  3. pragnaju જૂન 29, 2014 પર 10:36 એ એમ (am)

    નીવડેલા ની એક વધુ કસોટી !
    સરદાર વલ્લભભાઈ પટેલે જેલમાં ગાંધીજીની એટલી બધી સેવા-શુશ્રૂષા કરી હતી તેથી ગાંધીજી સરદારને મા કહેતા. અર્થાત્ સરદારમાં ગાંધીજીને માતૃત્વના ગુણો દેખાયા.જે સમાજ કે રાષ્ટ્રમાં નારીનો મહિમા છે તે ઘર-સમાજ-રાષ્ટ્રમાં સુખ-સમાધાન રહે છે. કોઈ એક ચિંતકે સાચી જ વાત કહી છે. કોઈપણ સમાજમાં મહિલાનું સ્થાન શું છે તે જો તમે મને કહો તો તે સમાજ કેવો છે તે હું નક્કી કહીશ. ઘર, સમાજ, રાષ્ટ્રને સુખ-સમૃદ્ધિથી ભરી દેવા મહિલાને તેની પ્રતિષ્ઠા આપવી એ પ્રાથમિક જરૂરિયાત છે.

  4. Ramesh Patel જૂન 29, 2014 પર 2:18 પી એમ(pm)

    આપણા આ પ્રથમ મહિલા મુખ્યમંત્રીશ્રી આનંદી બહેને ઐતિહાસિક તવારીખ રચ્યાનો આનંદ ને આપની આ તેમની પ્રતિભાની ઝાંખી દેતી પોષ્ટ ..સૌનો આનંદ બેવડાવી ગયો.

    તેમનું યોગદાન ને સ્વપ્રતિભાએ જ આ પદને યોગ્ય બનાવ્યા છે. તેમનું હીર હજુય દીપશે…અંતરથી શુભેચ્છાઓ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    rjpsmv ઈ મેલના રીસણે ઈનકમીંગ બંધ થતાં..આ નવું ઈ મેલ એડ્રેસનો હવે ઉપયોગ કરવા વિનંતી. ..srpvadi@gmail.com

  5. પરાર્થે સમર્પણ જૂન 29, 2014 પર 11:45 પી એમ(pm)

    આદરણીય વડિલ શ્રી સુરેશકાકા

    ગરવી ગુજરાતના પંદરમા મહિલા મુખ્ય મંત્રી અનુભવી રાજકારણી શ્રીમતી આનંદીબેનનો વિડીયો સહીત સુંદર

    પરિચય કરાવવા બદલ અભિનંદન .

  6. mansukh જૂન 30, 2014 પર 2:23 એ એમ (am)

    આદરણીય વડિલ શ્રી સુરેશકાકા
    સમાજ કે રાષ્ટ્રમાં નારીનો મહિમા છે
    ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબેનનો
    પરિચય કરાવવા બદલ અભિનંદન .
    From
    mansukh savaliya
    surat

  7. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: