ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

એક નવી શરૂઆત – ‘મળવા જેવા માણસ’


ગુજરાતી પ્રતિભા પરિચય પર પરિચય ઉપરાંત વિવિધ સામગ્રીઓ પણ અવાર નવાર પીરસવામાંં આવે છે. દા.ત. પુસ્તક પરિચય, અભ્યાસ લેખો, પરિચય વિડિયો વિ.

આજથી એક નવી શરૂઆત

‘મળવા જેવા માણસ’

         નેટમિત્ર શ્રી. પી.કે. દાવડાએ શરૂ કરેલ આ પ્રવૃત્તિ છે. ખ્યાત અને જ્ઞાત નામ પ્રતિભાઓ તો આ બ્લોગ પર ઘણી બધી વસેલી છે; અને વસતી રહેશે. ગુજરાતી માતાઓએ  અગણિત પ્રતિભાઓને જન્મ આપ્યા છે; એમને ઉછેર્યા છે. પણ આપણા બધાની વચ્ચે એવા ગુજરાતીઓ પણ છે કે, જે આપણા જેવા સામાન્ય માણસોમાટે  ભલે બહુ ખ્યાત કે જ્ઞાત ન હોય; પણ તેમનાં જીવન અનેકોને ઉદાહરણરૂપ છે. સાવ સામાન્ય સંજોગોમાંથી આપબળે અને હૈયા ઉકલતથી આવા અનામી સજ્જનો અને સન્નારીઓએ એમની આજુબાજુ સુવાસ ફેલાવી છે; જીવનમાં કાંઈક ને કાંઈક નાનું મોટું પ્રદાન કર્યું છે.

આવાં જીવનોની તવારીખને
શબ્દ દેહ આપીને
ભાઈશ્રી પીકે દાવડાએ
વૈશ્વિક ગુજરાતી સમાજની

બહુ મોટી સેવા કરી છે.

P. K. Davda

       આજથી આંતરા દિવસે તેમણે ઘણી જહેમતથી તૈયાર કરેલા પરિચય લેખો ‘મળવા જેવા માણસ’ શ્રેણીમાં પ્રકાશિત કરવામાં આવશે.

       પહેલો આવો પરિચય છે –  શ્રી. વિનોદ ગણાત્રા

5 responses to “એક નવી શરૂઆત – ‘મળવા જેવા માણસ’

  1. પ્રા. દિનેશ પાઠક જુલાઇ 8, 2014 પર 11:59 એ એમ (am)

    દાવડા સાહેબના ઈ-મેલમાં આ લેખમાળા વાંચું છું પણ હવે અહીં વાંચવા મળશે તેનો ખૂબ આનંદ છે. અલગ અલગ ઈ-મેલ ખોલવની ઝંઝટમાંથી મુક્તિ!

  2. Vinod R. Patel જુલાઇ 8, 2014 પર 1:49 પી એમ(pm)

    શ્રી દાવડાજીની ‘મળવા જેવા માણસ’” ની લેખમાળાની સરસ નિવૃતિની પ્રવૃત્તિ માટે એમને અભિનંદન.
    ઘટે છે .

    એમના આવા છુટા છવાયા લેખો ઈ-મેલમાં ખોવાઈ જાય એ પહેલા આ યોગ્ય જગાએ એને ક્રમવાર મુકવાના નવીન

    વિચાર માટે શ્રી સુરેશભાઈને ધન્યવાદ .

  3. Ramesh Patel જુલાઇ 8, 2014 પર 3:11 પી એમ(pm)

    શ્રી સુરેશભાઈ જાનીની આ પહેલ તવારિખ બની રહેશે.શ્રી પી.કે.દાવડાજીની આ શ્રેણી સાચે જ ‘રસધાર’ જેવી છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

  4. ગોદડિયો ચોરો… જુલાઇ 19, 2014 પર 8:53 પી એમ(pm)

    આદરણીય વડિલ દાવડા સાહેબની કલમના પ્રતાપે જીવનભર ક્યારેય ન

    મળી શકાય એવા મહામુલાં રત્નો કેરી જીવન ઝરમર માણવા મળી.

    આદરણીય વડિલ શ્રી સુરેશકાકાઆપે સર્વે લેખોને એકત્ર કરી “ગુજરાતી પ્રતિભા પરિચય”માં

    મહેકાવ્યા તે બદલ આપનો ખુબ જ આભાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: