પ્રસિધ્ધિથી દૂર રહેવા માગતા આ મળવા જેવા આ માણસ, શ્રી શરદ શાહ, વિષે હું કંઈપણ લખું એના કરતાં મારા આગ્રહને વશ થઈ એમણે મને ઈ-મેઈલ દ્વારા જે જણાવ્યું, એ જ અહીં re-produce કરૂં છું.

પ્રિય દાવડાજી,
પ્રેમ,
સ્વપરિચયના પ્રયત્નમાં છું.બાકી જે શરીરને બધા શરદના નામે ઓળખે છે તેનો જન્મ૪થી સપ્ટેમ્બર ૧૯૫૨ના રોજ બ્રાહ્મણ પરિવારમાં થયો. પરિવારતો બ્રાહ્મણ હતો પણ દાદાનાસમયથી જ સંસ્કારોમાં ક્રાંતિ આવી ગઈ હતી. દાદાએ વૈષ્ણવ ધર્મી બાળવિધવા સાથે લગ્નકરેલાં અને જ્ઞાત બહાર મુકાયેલાં. નાત-જાતના ભેદભાવોથી પરિવાર પર હતો. દાદાએ ભરયુવાનીમાં ઉપાસની મહારાજનુ શિષ્યત્વ સ્વિકારી સંસાર ત્યાગ કરેલ ત્યારે મારા પિતાનીઊંમર ફક્ત ચાર વર્ષની હતી. દાદીએ કઠીનાઈઓ વેઠી મારા પિતાનો ઊછેર કર્યો.મેટ્રીક્યુલેટ અને સંગિત વિશારદ(વોકલ) નો અભ્યાસ પિતાએ કરેલો.
અમે ચાર ભાઈબહેનો(ત્રણ બહેન અને હું). હું સૌથી નાનો. મારી સાડા ત્રણ વર્ષનીઉંમરે મારી માતાએ શરીર છોડી દીધું. બાળપણની પરવરિશ દાદીએ કરી. આઠ વર્ષ પછી પિતાએ બીજાલગ્ન કરતાં, બીજી માતાના હાથે શેષ પરવરિશ થઈ. જીવનના ઘણાં પાઠ બાળપણમાં જ શીખી લીધા, જે મોટાભાગનાલોકોને મોડા શીખવા મળે છે. પરિણામ સ્વરુપ ઘડતર એવું થયું કે ગમેતેવી વિપરીતપરિસ્થિતી પણ વિચલિત ન કરી શકે; જે આજે સન્યાસ આશ્રમ જીવન સ્વિકાર્યા પછી ખુબઉપયોગી સાબિત થઈ રહી છે.
ભણતરમાં, કોમર્સ ગ્રજ્યુએશન અમદાવાદમાં રહી ગુજરાત યુનિવર્સિટિથી કર્યું અનેપોસ્ટગ્રેજ્યુએશન (માર્કેટિંગ અને મેનેજમેન્ટ) ભવન્સ કોલેજ મુંબઈથી કર્યું.ટ્યુશનોથી શરુ કરેલ વ્યવસાયિક કારકિર્દી, ૩૧માર્ચ ૨૦૧૩માંરીટાયર થયો ત્યારે સિનિયરપ્રોજેક્ટ કન્સલટન્ટ તરીકે ગુજરાત ઈન્ડસ્ટ્રિયલ અને ટેકનિકલ કન્સલ્ટન્સીઓર્ગેનાઈઝેશન લિમિટેડ (જીટકો લિમિટેડ) માં થયો.
૧૯૭૧માં આચાર્ય રજનીશના પરિચયમાં આવ્યો અને ૩જી નવેમ્બર ૧૯૭૮ ના રોજ તેમનાહાથે સન્યાસ લીધો. ૧૦ડિસેમ્બર ૧૯૭૮ના રોજ લગ્ન કર્યા અને કાળક્રમે બે પુત્રોનોપિતાથયો. મોટાં પુત્ર પાર્ષદ નો જન્મ ૧૯૭૯માં થયો અને નાનો પુત્ર (પૂર્ણ)નોજન્મ ૧૯૮૨માં થયેલો. મોટાં પુત્રએ એમબીએ(માર્કેટીંગ) કર્યું. હાલ આસિસ્ટન્ટ વાઈસપ્રેસિડન્ટ તરીકે અમદાવાદની કંપનીમાં છે. નાના પુત્ર સી.એ. કર્યા પછી હાલ ફ્લીપકાર્ટ નામની કંપની, બેંગ્લોરમાં, મેનેજર ફાઈનાન્સ છે. મોટા પુત્રને ત્યાંપુત્ર(રાહીલ) અને નાના પુત્રને ત્યાં પુત્રી (વૈશ્વી) છે,આમ હું હવે દાદા બની ગયોછું.
રીટાયર્મેન્ટ પછીનું શેષ જીવન અમારા ગુરુ જેમનું નામ સ્વામી બ્રહ્મવેદાંતજી છેઅને જેમનો આશ્રમ માધોપુર(ઘેડ)માં છે ત્યાં રહી ગુજારવાનો નિર્ણય કરેલ છે. ૧૯૮૬મંસ્વામી બ્રહ્મવેદાંતના પરિચયમાં આવ્યો અને ત્યારથી તેમના આશ્રમમાં જતો આવતો.
હું વિચારું છું કે મને શું યાદરહી જાય છે અને હું શું ભુલી જાઊં છું? મનનીવૃતિઓ કેમ કાર્ય કરે છે ? હવે ભિતર જોઊંછું તો સમજાય છે કે કોઈએ મેણું માર્યું, ટીકા કરી અપમાન કર્યું તો એ બધું મગજ માંકોતરાઈ જાય છે, પરંતુ કોઈએ પ્રેમ કર્યો, સ્વાગત કર્યું, ભોજન બનાવી પીર્સ્યું તે યાદનથી રહેતું. આવા નેગેટીવ મનની વૃત્તિઓમાંથી કેમ છુટવું?
મેં જોયું છે કે ઘણીવાર વ્યક્તિ, એક યા બીજી સાધના કરતાં હોય ત્યારે એવી ભ્રમણામાં પડી જાય છે કે હું અદકેરો સાધક છું અને અન્ય બધા તુચ્છ જીવો છે. તેમનો ક્યારે છુટકારોથશે? તેની ચિંતા પણ કરતો હોય છે.
હું વિચારું છું કે હું દુખી ક્યારેથાઉં છું? શાને કારણે થાઉં છું?આનંદિત શાને કારણે થાઉં છું? હવે થાય છે કે મારાસુખ દુખનુ કારણ બહાર હોય તો હું તો પરવશ છું, ગુલામ છું. તો મારે મારા સ્વયંના સ્વામીબનવા શું કરવું? બહાર દુખ હોય અને છત્તાં ભિતર આનંદમાં કેમ રહેવું? બસ આજ કળા ગુરુ ચરણે બેસી શીખી રહ્યો છું.
ધાર્મિક અને આધ્યામિક પ્રવાસની વ્યાખ્યાઓ દૃષ્ટિ સાથે ફરી જાય છે. એક સમયે મંદિરે દર્શન કરવા જતો તો તે ધાર્મિકતા હતી. હવે મંદિરે દર્શન કરવા જાઉં ત્યારની મનોદશા, ભાવદશા અને વિચારદશા કેવી છે તે ઓળખવી તે ધાર્મિકતા છે.એક સમયે આધ્યાત્મિકતા ઓશોના પુસ્તકો વાંચવા, ધ્યાનની વિધીઓ કરવી તે હતું. આજે સમજાય છે કે આ ક્ષણમાં જીવતાં આવડૅ તે જ આધ્યાત્મિકતા છે. જે શિખી રહ્યો છું.
મારો અનુભવ છે કે અહીં દરેક વ્યક્તિ પછી તે હિન્દુ હોય કે મુસલમાન, ખ્રિસ્તી હોય કે પારસી, જૈન હોય કે બૌધ્ધ, કે અન્ય કોઈ પણ માર્ગે હોય. અરે! ગુંડો હોયકેદારુડીયો, કે ચોર હોય કેલુંટારો કે અન્ય કોઈ. બધા જ મનુષ્ય અહીં સુખ અને આનંદની શોધમાં જ છે તમે તેને પરમાત્મા કહી શકો. કારણકેપરમાત્મા આનંદસ્વરુપછે (સત-ચિત્ત આનંદ).
કોઈને આનંદ ધનમાં દેખાય તો કોઈને સત્તામાં , તો કોઈને સુંદર સ્ત્રીમાં કે દારુના નશામાં..પરંતુ ભ્રામક સુખ-આનંદ અલ્પજીવી હોય છે; અને વહેલાં મોડાં એ દરેક વ્યક્તિને સમજાઈ જાય છે. સુખ- આનંદનુ લેબલ મારેલ બોટલોમાં પણ દુખ અને પીડાઓ ભરેલી હોય છે,અને જેમ જેમ એ નકલી દારુ પીવાતો જાય તેમ તેમ પીડાઓ વધતી જાય. પછી જેવી જેની સહનશક્તિ અને બુધ્ધિમતા, એ મુજબ સમય નક્કી થાય. પરંતુ એક વાત નક્કી છે કે દરેક જીવ શિવમાંથી આવ્યો છે; અને પાછો શિવમાં ભળી જશે. આ પરમાત્મા અને પ્રકૃતિની એક રમત માત્ર છે. રમત રમતની રીતે રમો તો જીવનમાં પણ આનંદ આવે છે અનેરમતમાં તણાઈ જઈએ તો પીડા.
હવે દેખાય છે કે અહીં મિત્ર અને શત્રુ જેવું કાંઈ નથી. આજે જે મિત્ર છે; તે કાલે શત્રુ બની શકે છે અને આજે જે શત્રુ છે તે કાલે મિત્ર બની શકે છે. એટલે બહારમિત્ર શોધવા કરતાં ભિતર મિત્રતાનો ભાવ શોધવો વધુ જરુરી છે.
શેષ જીવન હવે ગુરુનિશ્રામાં અને ગુરુના માર્ગદર્શન હેઠળ જીવવું એવી ઈચ્છા છે. હરી ઈચ્છા શું છે તે ખબર નથી.”
પ્રભુશ્રીના આશિષ.
શરદ.
Like this:
Like Loading...
Related
આજે પોતે આપેલો પરીચય જાણી આનંદ થયો
નીરવ રવે પર આધ્યાત્મિક પોસ્ટ પર તેમનો પ્રતિભાવના ચિંતન મનનથી વધુ પ્રકાશ લાધે જેવો કે આ પ્રસાદ
Sharad Shah
મારા જીવનને સંવારવામાં જે સતગુરુઓએ પરિશ્રમ કર્યો છે તેમાં આનંદમૂર્તિ ગુરુમાનો પણ અનન્ય ફાળો છે. આ આર્ટિકલ આનંદમૂર્તિ ગુરુમાના પ્રવચનનો ગુજરાતી અનુવાદ છે. આપણા જેવાં મનોરોગથી પીડાતા લોકો માટે માર્ગદર્શન પુરું પાડી શકે છે.
આપણે જીવનના અમુલ્ય વર્ષો વેડફી નાંખીએ છીએ અને જીવનના સંધ્યા કાળે પહોંચીએ છીએ ત્યારે શરીર અને મન નબળું પડતાં પ્રથમ ચિન્હરુપે અનિંદ્રાના ભોગ બનીએ છીએ. વધતી ઉમ્મરે થતો આ સામાન્ય રોગ છે અને અનેક લોકો આ રોગના ભોગ બની ટ્રેક્વેલાઈઝરના રવાડે ચઢી જાય છે. પરિણામે બીજી અનેક બિમારીને અજાણ્યે જ નિમંત્રણ આપી બેસે છે.
ગુરુમાના વચનો સમજી શકાય અને સમજીને અમલમાં મુકી શકાય તો અનેક પીડામાંથી મુક્તિ સંભવ છે.જે મિત્રો પીડાઓમાંથી મુક્તિ ઈચ્છતા હોય તે ગુરુમાનો સંપર્ક સાધી શકે છે. ગુરુમાનો આશ્રમ ગન્નોર, હરિયાણામાં આવેલો છે જે દિલ્હીથી લગભગ ૬૦કિલોમીટર દુર છે. અમેરિકા સ્થિત મિત્રો ગુરુમા અવારનવાર અમેરિકા આવતા હોય છે ત્યારે તેમનો સંપર્ક સાધી શકે છે.
જીવન યાત્રી શ્રી શરદભાઈની ની પ્રેરક આંતર યાત્રા વિષે વાંચીને આનંદ થયો .
સહજ સરળતા ,નિખાલસતા ….’સ્વ’ ને સમજવાની નિરંતર કોશીશ ! જે કંઈ મેળવ્યું છે તેના વજન-બોજ વગરનું હસમુખ તેજસ્વી વ્યક્તિત્વ ! ઇંટરનેટ-નેટિઝન મિત્ર સુરેશ જાનીએ કરાવેલા એમના અને વલીભાઇ મુસાના સમ્પર્કને લીધે બે વખત એમનો સહવાસ કૈંક કલાકો માટે માણી શકાયો છે …આનંદ ! બહુશ્રુત અને અનુભવી છે, વ્યક્તિને માપવાની અને પામવાની હથોટી આવડત -એક સ્પેશ્યલ “નેક” કેળવી શક્યા છે .
આ વાતો-મુદ્દા ગમ્યા :- “સ્વપરિચયના પ્રયત્નમાં છું.”
[૧] “ગમેતેવી વિપરીતપરિસ્થિતી પણ વિચલિત ન કરી શકે; જે આજે સન્યાસ આશ્રમ જીવન સ્વિકાર્યા પછી ખુબઉપયોગી સાબિત થઈ રહી છે.”
[૨]”મારે મારા સ્વયંના સ્વામી બનવા શું કરવું? ”
[૩] “મનનીવૃતિઓ કેમ કાર્ય કરે છે ? ”
[૪] “આજે સમજાય છે કે આ ક્ષણમાં જીવતાં આવડૅ તે જ આધ્યાત્મિકતા છે. જે શીખી રહ્યો છું.બસ આજ કળા ગુરુ ચરણે બેસી શીખી રહ્યો છું.”
[૫] “રમત રમતની રીતે રમો તો જીવનમાં પણ આનંદ આવે છે અનેરમતમાં તણાઈ જઈએ તો પીડા.” ….. ” હરી ઈચ્છા શું છે તે ખબર નથી.” -આ રમત રમાડે રામ !
[૬] “ભીતર મિત્રતાનો ભાવ શોધવો વધુ જરુરી છે.”
[૭] “સ્વપરિચયના પ્રયત્નમાં છું.”
તેમની વિનમ્રતા અને પરિપક્વતાના પરિચાયક છે આ વાક્યો …
” મારા જીવનને સંવારવામાં જે સતગુરુઓએ પરિશ્રમ કર્યો છે તેમાં આનંદમૂર્તિ ગુરુમાનો પણ અનન્ય ફાળો છે. ”
– વિદુશી સુશ્રી ‘પ્રગ્નાજુ’ના મત- ‘તેમનો પ્રતિભાવના ચિંતન મનનથી વધુ પ્રકાશ લાધે જેવો કે આ પ્રસાદ’-(Sharad Shah)” સાથે સહમતિ … જતાવવાનું મન …..
-લા’કાંત / ૧૪.૭.૧૪
આદરણીય વડિલ દાવડા સાહેબની કલમના પ્રતાપે જીવનભર ક્યારેય ન
મળી શકાય એવા મહામુલાં રત્નો કેરી જીવન ઝરમર માણવા મળી.
આદરણીય વડિલ શ્રી સુરેશકાકાઆપે સર્વે લેખોને એકત્ર કરી “ગુજરાતી પ્રતિભા પરિચય”માં
મહેકાવ્યા તે બદલ આપનો ખુબ જ આભાર
Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ( 775 ) કેટલો વખત … કાવ્ય … મકરંદ દવે … ભાવ દર્શન … શ્રી શરદ શાહ | વિનોદ વિહાર
Pingback: ( 823 ) જીવતાં ન આવડ્યું લગારે લગારે … રચના ….શ્રી શરદ શાહ … રસાસ્વાદ …..વિનોદ પટેલ | વિનોદ વિહાર
छेलुं वाक्य सही! प्रभुने इच्छा तो ख़रीज !
Pingback: 1302 – “હજર અલ અસ્વાદ”, કાબાનો પત્થર , એક રહસ્ય….. શરદ શાહ | વિનોદ વિહાર
Many Happy returns of this auspicious day to SHA_SHA,
with remembering your following lessons:
આજે સમજાય છે કે આ ક્ષણમાં જીવતાં આવડૅ તે જ આધ્યાત્મિકતા છે. જે શિખી રહ્યો છું.
બધા જ મનુષ્ય અહીં સુખ અને આનંદની શોધમાં જ છે તમે તેને પરમાત્મા કહી શકો. કારણકેપરમાત્મા આનંદસ્વરુપછે (સત-ચિત્ત આનંદ).
દરેક જીવ શિવમાંથી આવ્યો છે; અને પાછો શિવમાં ભળી જશે. આ પરમાત્મા અને પ્રકૃતિની એક રમત માત્ર છે. રમત રમતની રીતે રમો તો જીવનમાં પણ આનંદ આવે છે અનેરમતમાં તણાઈ જઈએ તો પીડા.
બહારમિત્ર શોધવા કરતાં ભિતર મિત્રતાનો ભાવ શોધવો વધુ જરુરી છે.
SUKH-DUKH MAN MA NA ANYE RE VAISHNAVJAN TENE KAHIYE JE PID PARAI JA NE RE,