ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

‘મળવા જેવા માણસ’ – ડૉ. કિશોરભાઈ મોહનભાઇ પટેલ


Kishor_patel

     કિશોરભાઈનો જન્મ ૧૯૫૯મા એક સાધારણ કુટુંબમાં થયો હતો. પિતા મોહનભાઈ માત્ર એક જ ચોપડી ભણેલા હતા આજીવિકા માટે વણાટ ખાતામાં વણકર તરીકે કામ કરતા હતા. માતા ગંગાબેન માત્ર છ ચોપડી ભણેલા હતા પરંતુ તેમને તેમના બાળકોને ભણાવવાની ખુબ જ  ઈચ્છા હતી. કુટુંબમા મોહનભાઈના મા-બાપ, પત્ની, બે પુત્ર અને બે પુત્રીઓ આમ આઠ જણનું પરિવાર હતું, અને કમાનાર મોહનભાઈ એકલા હતા. ૧૦ ફૂટ X ૧૦ ફૂટ ની ઓરડીમાં આ આખું પરિવાર સમાઈ જતું. સંતાનો ભણી શકે એટલા માટે મોહનભાઈ લોકો પાસેથી જૂના પુસ્તકો લઈ આવતા. ગંગા બહેન પડોસમાં રહેતા એક પારસી બાઈને ત્યાં રસોઈ કરતા, બદલામાં એમને થોડું ખાવાનું મળતું અને એમના બાળકોને પારસીના ઘરમાં બેસી વાંચવાની સગવડ મળતી. ચારે ભાઈ બહેન પણ નાના મોટા કામની શોધમાં રહેતા અને થોડા ઘણાં પૈસા લાવી ઘરમાં મદદરૂપ થતા.

       ૧૯૭૧ની સાલમાં ધોરણ ૮ માં પાસ થઈ,આર્થિક કારણોસર કિશોરભાઈને અધવચ્ચેથી શાળા છોડી દેવી પડી. કુટુંબને મદદરૂપ થવા એમણે ૧૯૭૧ થી નોકરી કરવાનું શરૂ કર્યું, સાથે સાથે ઘરે પુસ્તકો વાંચી ભણવાનું ચાલુ રાખ્યું અને ૧૯૭૮માં ખાનગી વિદ્યાર્થી તરીકે એસ.એસ.સી.ની પરીક્ષાઆપી. ૧૯૭૮ માં એસ.એસ.સી. માં પાસ થયા પછી નોકરીની સાથે સાથે ભણવાનું ચાલુ રાખ્યું. આજે એમની પાસે M.Com.,M.A., M.Ed. (Gold Medal) અને Ph.D ની ડીગ્રીઓ છે.

       ૧૯૮૭ માં એમણે શિક્ષકની નોકરી સ્વીકારી. ૨૦૦૬મા એમને ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક આપવામાં આવ્યું.

      ૧૯૮૯ માં કિશોરભાઈના લગ્ન થયા, એમના પત્ની સુમિત્રા પણ શિક્ષીકા જ છે. કિશોરભાઈના એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર કુણાલ M.E. ના છેલ્લા સેમિસ્ટરમાં છે અને પુત્રી M.B.B.S. ના બીજા વર્ષમાં છે.

       આજે પણ કિશોરભાઈ એક શિક્ષક જ છે. વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થાય એવા અનેક સોફટ્વેર એમણે તૈયાર કર્યા છે. એમના લેખનના શોખના પરિણામે એમના ચાર પુસ્તકો પ્રકાશિત થયા છે, શબ્દનો પડછાયો ( કાવ્યસંગ્રહ ), શબ્દના શિખરો (કાવ્યસંગ્રહ), મારા શિક્ષણાનુંભવોની યાત્રા (શિક્ષણની સમસ્યા ઉકેલ પર લેખો ), શિક્ષણ સરોવર  ( કાવ્યસંગ્રહ ). એમના કેટલાક કાવ્યો બદલ ગુજરાતના આગળ પડતા નેતાઓ અને પ્રધાનોએ એમને અભિનંદન પત્રો લખ્યા છે.

   અનેક સામાજીક કાર્યોમાં કિશોરભાઈએ સક્રીય ભાગ લીધો છે, એમાના થોડાક કાર્યો આ પ્રમાણે છે, બેટી બચાવો અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન, નિર્મલ ગુજરાત અભિયાન,  માતૃવંદના અભિયાન, નારી તું નારાયણી અભિયાન, બાળ નિરોગી બારખડી અભિયાન,  શિક્ષક દેવો ભવ અભિયાન વિગેરે.

      ૧૧ મા અને ૧૨ મા ધોરણના વિદ્યાર્થીઓ માટે એમણે અનેક સોફટ્વેર તૈયાર કર્યા છે. ૨૦૦૯ થી શરૂ કરેલા એમના બ્લોગ “શિક્ષણ સરોવર” નો અનેક વિદ્યાર્થીઓ  લાભ લે છે.

       માત્ર વિદ્યાર્થીઓને જ નહિં, શિક્ષકોને પણ એમણે અનેક ક્ષેત્રોમાં તાલીમ આપી છે, જેવા કે ચૂંટણીમાં અધિકારી તરીકે કામ કરવાની તાલીમ, વસ્તી ગણત્રી કરવાની તાલીમ, આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની તાલીમ વગેરે વગેરે.

          શ્રી કિશોરભાઈને અત્યાર સુધીમાં મળેલા  સન્માનોની યાદી પણ જોવા જેવી છે. જ્યારે M.Ed. મા ઉત્તિર્ણ થઈ સુવાર્ણ ચંદ્રક મેળવ્યો ત્યારે ગુજરાતના ગવર્નર શ્રી સુંદરસિંહ ભંડારી અને મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમનું સન્માન થયું. ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષક મળ્યું ત્યારે તે સમયના ગવર્નર શ્રી નવલકિશોર શર્માના હાથે, અને શિક્ષામંત્રી શ્રીમતિ આનંદીબહેન પટેલના હાથે તેમનું સન્માન થયું. સુરત શહેરના વિકાસ માટે તેમના લેખને પ્રથમ સ્થાન આપી મેયર શ્રી ભીખાભાઈ બોઘરાના હાથે અહે કમિશ્નર શ્રી ગુરૂપ્રસાદ મહાપાત્રના હાથે તેમનું સન્માન થયું. પર્યાવરણ બચાવો વિષય પર લખેલા તેમના કાવ્ય માટે મેયર શ્રીમતિ સુષ્માબેન અગ્રવાલના હાથે સન્માન થયું.

       આમ સામાન્ય પરિસ્થિતિમાંથી ઉપર ઉઠી, સમાજમાં પોતાનું સ્થાન અંકિત કરવાવાળાઓમાં કિશોરભાઈનું માનભર્યું સ્થાન છે.

      કિશોરભાઈ કહે છે, “ ભગવાને અમારી પ્રમાણિકતાનો બદલો અપેક્ષા કરતાં વધારે આપ્યો છે. આજે અમે ખૂબ સુખી છીએ. આપ જેવા મિત્રોનો પ્રેમાળ સહયોગ મળ્યો છે.”

        કિશોરભાઈનો યુવાનોને સંદેશ છે, “ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ પ્રમાણીકતા ન છોડશો, ભગવાન તમારી મદદે જરૂર આવશે.”

-પી. કે. દાવડા

13 responses to “‘મળવા જેવા માણસ’ – ડૉ. કિશોરભાઈ મોહનભાઇ પટેલ

  1. Jagdish જુલાઇ 12, 2014 પર 7:26 એ એમ (am)

    When the heart is pure and mind is clear then God is near and here.

  2. pragnaju જુલાઇ 12, 2014 પર 8:32 એ એમ (am)

    કિશોરભાઈનો યુવાનોને સંદેશ છે, “ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ પ્રમાણીકતા ન છોડશો, ભગવાન તમારી મદદે જરૂર આવશે.” ખરી વાત ન કેવળ યુવાનને માટે….પણ બાળક અને અમારા જેવી ડૉશીઓ માટે પણ!

  3. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ જુલાઇ 14, 2014 પર 7:17 એ એમ (am)

    આદરણીય મિત્રો.

    શ્રી. દાવડા સાહેબ દ્વારા પ્રજ્જવલિત યજ્ઞ માં

    આપે મને ” ગુજરાતી પ્રતિભા પરિચય ” માં સ્થાન આપી જે માન-સન્માન

    આપ્યુ તે બદલ આપનો ખુબ જ આભારી છું.

    હું ખુબ જ નાનો માણસ છું. બસ આપના આશીર્વચનો જ ખુટે છે,

    જે આજે ખોબલે ખોબલે મળી ગયા.

    ફરી એક્વાર આપ સૌનો આભાર

  4. aataawaani જુલાઇ 14, 2014 પર 7:56 એ એમ (am)

    શ્રી કિશોર ભાઈના સાહસ અને ખન્તને હું બિરદાવું છું .કિશોરભાઈની ઓળખાણ કરાવવા બદલ હું શ્રી સુરેશ અને શ્રી પી . કે .દાવડાનો હું આભાર માનું છું .

  5. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ જુલાઇ 14, 2014 પર 11:24 એ એમ (am)

    શ્રી. આતાજી

    શ્રી. દાવડા સાહેબ અને આપનો ખુબ ખુબ આભારી છું.

  6. nabhakashdeep જુલાઇ 18, 2014 પર 9:51 પી એમ(pm)

    અગાઉ તેમને પ્રતિભાવ આપવામાં હું મોડો જ પડ્યો ને રંજ અનુભવતો હતો..પણ શ્રી સુરેશભાઈ અહીં આ પરિચય આપી, અમારી વેદના ઓછી કરી દીધી.વિદ્યાર્થી જગતનું શ્રેય એજ તેમનો વિચાર વૈભવ…એ નિષ્ઠા ને રાજ્ય કક્ષાએ ઝબકતું વ્યક્તિત્ત્વ.. એ સાચે જ મળવા જેવા માણસનો દરજ્જો તેમને અપાવી જ દે. અંગત રીતે પોતિકા લાગતા ડૉશ્રી કિશોરભાઈને ખૂબ ખૂબ અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  7. ગોદડિયો ચોરો… જુલાઇ 19, 2014 પર 8:52 પી એમ(pm)

    આદરણીય વડિલ દાવડા સાહેબની કલમના પ્રતાપે જીવનભર ક્યારેય ન

    મળી શકાય એવા મહામુલાં રત્નો કેરી જીવન ઝરમર માણવા મળી.

    આદરણીય વડિલ શ્રી સુરેશકાકાઆપે સર્વે લેખોને એકત્ર કરી “ગુજરાતી પ્રતિભા પરિચય”માં

    મહેકાવ્યા તે બદલ આપનો ખુબ જ આભાર

  8. Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. Pingback: ડૉ. કિશોરભાઈ એમ.પટેલ, Dr. Kishorbhai M. Patel | ગુજરાતી પ્રતિભા પરિચય

  10. Pingback: ( 777 ) શિક્ષક દિવસે એક આદર્શ શિક્ષક ડો. કિશોરભાઈ એમ.પટેલ નો પરિચય અને એમની સિધ્ધો માટે અભિનંદન | વિનોદ

  11. Pingback: શિક્ષક દિન..ડૉશ્રી કિશોરભાઈ પટેલ…સંકલન-રમેશ પટેલ(આકાશદીપ) | આકાશદીપ

  12. chaman સપ્ટેમ્બર 7, 2015 પર 9:44 એ એમ (am)

    ડૉ. કિશોરભાઈ ને મારી શુભેચ્છા સાથે સાથે આજે રજાના દિવસે (લેબર ડે)ઘણું જાણવા મળ્યું,વાંચવા મળ્યું!-ચમન

  13. Pingback: ખારા નમકને કહે મીઠું – ડો. કિશોર ભાઈ પટેલ | હાસ્ય દરબાર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: