ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મળવા જેવા માણસ – વલીભાઈ મુસા


Vali_Musa11
વ      લીભાઈનો જન્મ ૧૯૪૧ માં આવેલા બનાસકાંઠા જીલ્લાના કાણોદર ગામમાં થયો હતો. કાણોદર એ સમયમાં ટેક્ષટાઈલ ઉદ્યોગમાં આગળ પડતું હતું. વલીભાઈના પિતા પણ ટેક્ષટાઈલના ધંધામાં હતા. વલીભાઈના માતા-પિતા અભણ હતા, પણ એમણે પોતાના બધા બાળકોને સારૂં શિક્ષણ અપાવ્યું. આજે એમના પરિવારના બધા સભ્યો અલગ અલગ વિષયોમાં પારંગત છે, જેમાં એંજીનીઅરીંગ અને મેડિકલ નો પણ સમાવેશ થઈ જાય છે.

        વલીભાઇ શાળામાં હતા ત્યારે તેમના અભ્યાસક્રમના એક પાઠમાં William Tell ની વાર્તા હતી, તેથી વલીભાઈના મિત્રોએ તેમનું હુલામણું નામ વિલિયમ પાડી દીધું. આજે પણ એમના કેટલાક મિત્રો એમને વિલિયમ નામથી જ બોલાવે છે.  વલીભાઈ ૧૯૫૯ માં મેટ્રીક પાસ કરનાર કુટુંબના પહેલા સભ્ય હતા. ૧૯૬૬ માં એમણે બી.એ.(ઓનર્સ) ગુજરાતી, અંગ્રેજી અને સોશ્યોલોજી વિષયો સાથે કર્યું. નાની વયથી એમને સાહિત્યમાં રસ પડતો.

        વલીભાઈ માત્ર ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. ત્યારથી જ વલીભાઈ ઉપર બહોળા કુટુંબનું નેતૃત્વ કરવાની જવાબદારી આવી પડી, જે છેલ્લી અર્ધી સદીથી તેઓ સંભાળી રહ્યા છે. આજે એમના માર્ગદર્શન હેઠળ કુટુંબના સભ્યો, ભણતર, ખંત અને ઈમાનદારીથી ઓટોમોબાઈલ, હોટેલ્સ, મેડિકલ ફેસીલીટીસ વગેરે અનેક ધંધાઓમાં પ્રગતિ કરી રહ્યા છે.

       ગુજરાતી સાહિત્ય રસિકોમાં વલીભાઈનું નામ જાણીતું છે. ૧૯૬૬ માં તેમની પહેલી વાર્તા “જલસમાધી” એક ગુજરાતિ સામયીકમાં પ્રસિધ્ધ થઈ, ત્યાર બાદ વલીભાઈએ કદી પાછું વળીને જોયું નથી.   ૨૦૦૭ માં કેનેડા સ્થિત એમના પુત્ર સમાન ભત્રીજાએ એમને બ્લોગ્સની સમજણ આપી, અને એમણે પોતાના બ્લોગ “William’s Tales” ની શરૂઆત કરી. આ બ્લોગમાં શરૂઆતમાં તેઓ માત્ર અંગ્રેજીમાં જ લખતા, પણ પાંચ વર્ષના ગાળા બાદ એમાં ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષાઓમાં લખવાની શરૂઆત કરી. આજસુધીમાં વલીભાઈએ અનેક લેખ, વાર્તાઓ અને હાયકુ લખ્યા છે અને બ્લોગ્સ દ્વારા ગુજરાતીઓને આપ્યા છે.
ખૂબ નાની વયથી જ વલીભાઈ ગાંધીવાદી ધારાથી પ્રભાવિત થયા હતા. “જીવો અને જીવવા દો” મંત્ર નાનપણથી જ એમણે આત્મસાત કરી લીધો છે. જયપ્રકાશ નારાયણ, વિનોબા ભાવે અને રવિશંકર મહારાજ ની સામાજીક ન્યાયની પ્રવૃતિઓથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયેલા. તેઓ કહે છે, “ક્યાં પણ લડાઈ ઝગડા થાય, માણસ માણસને મારી નાખે તો મને ખૂબ જ માનસિક પીડા થાય છે. આજે દુનિયામાં પર્યાવરણની રક્ષા અને માણસાઈ ભર્યા કાર્યો કરવાવાળાની સંખ્યા ઝડપથી ઘટવા લાગી છે. સામાજીક ન્યાય અને શાંતિની વાતો કરનારાનું કોઈ સાંભળતું નથી. કોઈપણ એક ધર્મ બીજા ધર્મ કરતાં વધારે સારો કે ખરાબ નથી, બધા ધર્મ એકબીજા સાથે સદભાવથી રહેવાનું શીખવે છે, કોઈનો તિરસ્કાર કરવા કે કોઈને નુકશાન પહોંચાડવાની વાત કોઈપણ ધર્મમાં કહેલી નથી. સૌથી મોટો ધર્મ તો માનવ ધર્મ છે.”

       વલીભાઈ કહે છે, “ વલીનો અર્થ આમ તો સંત થાય છે, પણ હું કોઈ સંત નથી. હું આ દુનિયાના અનેક લોકોની જેમ દુન્યવી જરૂરતોથી ઘેરાયલો સામાન્ય માણસ છુ. આ તો ઈશ્વરની કૃપા છે કે આટલા વર્ષો સુધી મારૂં સંયુક્ત કુટુંબ ટકી રહ્યું છે, કુટુંબીઓ વચ્ચે સદભાવના અને પ્રેમ ટકી રહ્યાં છે. આજે આ કુટુંબ ભાવનાને લીધે અમે આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી છે અને આવતી પેઢીને પ્રેરણા આપી છે.”

      આજે વલીભાઈ નિવૃત જીવન ગાળે છે. કુટુંબમાં એમનાથી નાની વયના સભ્યોએ કારોબાર સંભાળી લીધો છે. વલીભાઇની આજે મુખ્ય બે પ્રવૃતિઓ છે, સાહિત્ય સર્જન અને મહેમાન ગતિ. મને એક દુહો યાદ આવે છે,

“એકવાર કાઠિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન,
થા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા.”

          બસ વલીભાઈ પણ પોતાના મિત્રોને કંઈક આવું જ કહે છે. વલીભાઈની મહેમાનગીરી માણવાની તક મેં હજી ઝડપી નથી, પણ એમની મહેમાનગીરી માણી આવેલા લોકોની પાસેથી એની વાતો સાંભળી છે. મારા એક બ્રાહ્મણ મિત્ર એમની મહેમાનગીરી માણી આવ્યા છે અને એમણે મને કહ્યું, એ તો બાહ્મણનો પણ બ્રાહ્મણ છે.”

       વલીભાઈ વિશે લખવું એ એમના મિત્રોને સૂરજને અરિસો દેખાડવા જેવું લાગસે.
-પી કે. દાવડા

———-

તેમના વિશે બીજા લેખો      –    ૧  –    ;    –   ૨   –   ;   –   ૩   – 

6 responses to “મળવા જેવા માણસ – વલીભાઈ મુસા

  1. pragnaju જુલાઇ 16, 2014 પર 5:42 એ એમ (am)

    ………………………મળ્યા નથી પણ યુગોથી મળ્યા હોય તેવું લાગે છે !

  2. dhavalrajgeera જુલાઇ 16, 2014 પર 4:36 પી એમ(pm)

    Dear Valibhai,
    Hospitality and Love you have stays in out heart.

  3. nabhakashdeep જુલાઇ 18, 2014 પર 9:39 પી એમ(pm)

    જેમની આત્મિયતાના વ્યવહારની પૂજીનો ખજાનો જે માણે એમને એ સદા એ મળતા જ લાગે..એક અહોભાગ્ય લાગે.

    રમેશ પટેલ(આકાશદીપ)

  4. ગોદડિયો ચોરો… જુલાઇ 19, 2014 પર 8:49 પી એમ(pm)

    આદરણીય વડિલ દાવડા સાહેબની કલમના પ્રતાપે જીવનભર ક્યારેય ન

    મળી શકાય એવા મહામુલાં રત્નો કેરી જીવન ઝરમર માણવા મળી.

    આદરણીય વડિલ શ્રી સુરેશકાકાઆપે સર્વે લેખોને એકત્ર કરી “ગુજરાતી પ્રતિભા પરિચય”માં

    મહેકાવ્યા તે બદલ આપનો ખુબ જ આભાર

  5. Pingback: મળવા જેવા માણસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. anil1082003 એપ્રિલ 22, 2020 પર 10:46 પી એમ(pm)

    SHRIMAN VALLIBHAI MUSA SAHEB ADAVAT HE, SAHEB NA GHANA LEKHO AKHANDANAND ANE BIJA MAGAZIN MA VACHYA TENA UPER THI MUSA SAHEB NE KOI DHRAM-GHYANTI BHED NATHI. MANUSHYA PREM TEJ TEMNO DHARAM MANAV PREM.TEJ DHARAM PACHI KOI PAN JATI NO HOY. GANDHI VICHAR NA VALLIBHAI MUSAJI NE DHANAY.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: