ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

એચ. એલ. ત્રિવેદી, Dr. H. L. Trivedi


HLTrivediવિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપાલન્ટ માટે જાણીતાં તબીબ.

– તેમનાં શૈક્ષણિક, વ્યવસાયિક જીવન અને પ્રકાશનોનો વિગતવાર હેવાલ

–  વિશ્વ કિડની દિવસે 50,000 નાગરિકોની નિઃશુલ્ક તપાસનું આયોજન.

–  ડૉ. એચ.એલ. ત્રિવેદીના માર્ગદર્શનમાં ૪૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટનો ર્રેકોર્ડ.

–   નેફ્રેટિસ નામક કિડનીને લગતાં રોગના ઉપચાર માટે સ્ટેમ સેલ પદ્ધતિ દ્વારા નિરાકરણ.

–  ડાયાબિટીસના દર્દીમાં સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન મેકિંગ અને રેગ્યુલેટરી સેલનું પ્રત્યારોપણ કરી દર્દીને ઇન્સ્યુલિન મુક્ત કરવાની શોધ.

#  કિડની મશીનનું ઉધાટન – એક ‘સરસ’ લેખ

# તેમના જીવન પર આધારિત નવલકથા વિશે લેખ ‘વેબ ગુર્જરી’ પર

# તેમના વિશેની એક સત્યઘટના – ડો શરદ ઠાકરની કલમે 

———————————————————————-

નામ

 • ડૉ. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી

જન્મ

 • ૩૧ ઑગસ્ટ, ૧૯૩૨, ચરાડવા, તા. હળવદ, જી. સુરેન્દ્રનગર, ગુજરાત.

અવસાન

 • ૨, ઓક્ટોબર – ૨૦૧૯; અમદાવાદ

સંપર્ક

 • ઇન્સ્ટિ‌ટયૂટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના (આઇ.કે.ડી.આર.સી), ઈન્સ્ટીટ્યુટ ઑફ ટ્રાન્સ્પ્લાન્ટેશન સાઈન્સિઝ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસરવા, અમદાવાદ – ૩૮૦૦૧૬.

 કુટુંબ

 • માતા – શારદા, પિતા – લક્ષ્મીશંકર ત્રિવેદી
 • પત્ની – શારદા (સુનિતા) એચ ત્રિવેદી; સંતાનો – ?

 અભ્યાસ

 • પ્રિ-મેડિકલ, ધરમેન્દ્ર સિંહજી કોલેજ, રાજકોટ. (૧૯૫૩)
 • એમ.બી.બી.એસ, બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદ. (૧૯૬૩)
 • ઈ.સી.એફ.એમ.જી, (૧૯૬૩)
 • ૧૯૬૩ થી ૧૯૬૯ સુધી વિદેશોમાં વિવિધ તબીબી તાલીમ.

 વ્યવસાય

 • ૧૯૬૦ – ૧૯૬૨, અધ્યાપક, બી. જે. મેડીકલ કોલેજ, અમદાવાદ.
 • ૧૯૭૦ – ૧૯૭૭, અધ્યાપક અને સંચાલક, મેકમાસ્ટર યુનિવર્સટી, કેનેડા.
 • ૧૯૭૭ – ૧૯૮૧, અધ્યાપક, બી. જે. મેડીકલ કોલેજ, અમદાવાદ.
 • ૧૯૮૧ થી અધ્યાપક અને સંચાલક, ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ (IKDRC), અમદાવાદ.

 

ડૉ. એચ.એલ. ત્રિવેદીના કાર્યને દર્શાવતી એક ડોક્યુમેન્ટરી.

 

ડૉ. એચ.એલ. ત્રિવેદી સાથે સંવાદ.

 તેમના વિષે વિશેષ

 • કુશાગ્ર બુદ્ધિમતતા અને એકાગ્રતા સાથે દેશ-વિદેશમાં ભણતર લીધું તથા વ્યવસાયિક અનુભવ મેળવ્યો.
 • કુશળ પ્રબંધક, સંશોધક અને શિક્ષક. વિદેશ છોડીને વતન પરત આવી દેશ અને સમાજ માટે જીવન સમર્પણ.
 • તેમની આત્મકથા “Tryst with Destiny” નો અનુવાદ ડૉ. શરદ ઠાકરે  ગુજરાતીમાં ‘પુરુષાર્થ પોતાનો: પ્રસાદ પ્રભુનો’ પુસ્તક લખીને કર્યો.

સન્માન

સાભાર

10 responses to “એચ. એલ. ત્રિવેદી, Dr. H. L. Trivedi

 1. pragnaju જુલાઇ 25, 2014 પર 8:18 એ એમ (am)

  આવા સંતપ્રકૃતિનાને પણા ગાંડા ગણી કેટલીક શોધોને માટે સહન કરવું પડ્યું હતુ!
  એચઆઇવીગ્રસ્ત દર્દી માટે તેમણે ખાસપ્રયત્ન કરી સાત નવાં મશીન ખરીદ્યાં . ખુબજ ઓછા દરમાં ડાયાલિસિસ ઉપલબ્‍ધ કરાવવાની યોજના પર ધ્‍યાન આપવામાં આવી રહ્યુ છે.તેમની કીડની વિષે માહિતી વેબસાઈટને ૭૦ લખ હીટ મળી
  એમની આ વાત … દરેકે જાણવા જેવી
  સામાન્ય માણસને કીડનીની તકલીફથી બચવા માટે આપ કઈ ભલામણો કરશો?
  થાક, નબળાઈ, બેચેની, અશક્તિ, દિવસે વધુ પડતી ઊંઘ આવવી, પેશાબમાં બળતરા થવી જેવી કોઈપણ તકલીફ થતાં તાત્કાલિક ડાક્ટરનો સંપર્ક કરવો. સમયસર ચેકઅપ કરાવવાથી સમયસર સારવાર મળી શકે છે. ચોખ્ખું પાણી અને વ્યવસ્થિત ખોરાકની ટેવ પણ મદદરૂપ થઈ શકે છે. આપણે ત્યાં દરિયાકિનારા વિસ્તાર (coastal belt)માં રહેતા લોકોને પથરીની સમસ્યા થવાની સંભાવના વધુ રહે છે.
  ડાયાબિટીસ, લોહીનું દબાણ, હાયપર ટેન્શનને પણ નિયંત્રણમાં રાખવાં જરૂરી છે. આ ઉપરાંત પ્રાણાયામ, યોગાસન પણ રાહત આપવામાં અથવા તકલીફો થતી અટકાવવામાં મદદરૂપ થઈ શકે.

 2. hirals જુલાઇ 25, 2014 પર 11:06 એ એમ (am)

  સંતોના સંત, ડૉ. ત્રિવેદીનું જિવનચરિત્ર અચૂક વાંચવા જેવું છે.
  એક ડૉ. માટે પ્રાઇવેટ હોસ્પિટલ બાંધવી અને એમાંથી નફો રળવો કદાચ સહેલો હોઇ શકે પણ ગરીબ દર્દીઓનો વિચાર કરીને અને નવી શોધખોળો માટે સરકારી ધોરણે ચાલતી હોસ્પિટલ બાંધવી/બંધાવવી અને એનું આવું સરસ સંચાલન કરવું કોઇ સુપરહિરોની વાર્તા જેવું જ લાગે છે.

  આવા સંતપ્રકૃતિનાને પણા ગાંડા ગણી કેટલીક શોધોને માટે સહન કરવું પડ્યું હતુ!
  હજુ પણ જાનનું જોખમ લેવું પડે છે જ્યારે પણ એમનું ઓછા ખર્ચ માટેનું રિચર્ચ સફળ થાય છે અને કેટલાક મોટા બિઝનેસમાં વધુ નફો રળી આપતી મોંઘીદાટ દવાઓનો ધંધો બંધ થાય છે.

  એમની કેટલીક શોધો માટે નોબેલ પ્રાઇઝ મળવું જોઇએ. પણ એ બહુ સરળ હોત જો તેઓએ આ બધી શોધો વિદેશની ધરતી પર ફાઇલ કરી હોત !. ભારત આમ પણ ગરીબ દેશ છે.

 3. Vinod R. Patel ઓગસ્ટ 17, 2014 પર 4:31 પી એમ(pm)

  ખુબ જ અનેરું અને સેવાને અર્પિત વ્યક્તિત્વ એટલે ડો .ત્રિવેદી.

  એમની ખ્યાતીની વાતો ઘણા મિત્રોના મુખે સાંભળી છે .

 4. Pingback: ( 661 ) ત્રિવેદી સાહેબ, જલદી આવો! બાપા પધાર્યા છે…!….. ડૉ. શરદ ઠાકર | વિનોદ વિહાર

 5. mdgandhi21 મે 2, 2016 પર 11:24 પી એમ(pm)

  ખુબ જ અનેરું અને સેવાને અર્પિત વ્યક્તિત્વ એટલે ડો .ત્રિવેદી.

 6. સુરેશ જાની સપ્ટેમ્બર 8, 2017 પર 9:37 પી એમ(pm)

  સાભાર – જય વસાવડા, ફેસબુક
  ————————
  સાૈરાષ્ટ્રના ચરાવડા નામના ગામે જન્મેલા હરગોવિંદભાઈના પિતા લક્ષ્મીશંકર ત્રિવેદી શિક્ષક હતા. તેમનાં માતાનું નામ શારદાબહેન. હરગોવિંદભાઈ ભણવામાં ખૂબ તેજસ્વી. બધા વિષયોમાં મોટાભાગે 100માંથી 100 ગુણ આવે. અમદાવાદની બી.જે. મેડિકલમાં ભણ્યા. વિદેશ ભણવા જવાનું હતું તો તેમણે પ્રવેશ માટે જે જે યુનિવર્સિટીઓમાં પ્રવેશફોર્મ ભર્યાં હતાં તે દરેકને એચ એલ ત્રિવેદીએ એક પત્ર લખ્યો હતો કે જો તમે મને પ્રવેશ આપો તો તમારે મને એરફેર પણ આપવું પડશે, કારણ કે મારી પાસે અમેરિકા આવવાના પૈસા નથી. તેમની તેજસ્વી કારકિર્દી જોઈને એક યુનિવર્સિટીએ તેમને પ્રવેશ આપ્યો અને ટિકિટ પણ મોકલાવી. એચ એલ ત્રિવેદીએ અમેરિકામાં Cleveland Clinic, અભ્યાસ કર્યો. તેમણે નેફ્રોલોજીમાં અભ્યાસ કર્યો. એ પછી તેમણે કેનેડાના ઓરિઅન્ટોમાં આઠ વર્ષ પ્રેક્ટિસ કરી. નેફ્રેલોજિસ્ટ તરીકે તેમનું નામ સમગ્ર વિશ્વમાં જાણીતું થયું હતું. તેમની પ્રેક્ટિસ એટલી ધીખતી ચાલતી હતી કે કેનેડાના સૌથી વધુ ટેક્ષ ભરનારી વ્યક્તિઓમાં ડો. એચ એલ ત્રિવેદીનું નામ આવતું હતું. તેમની આવક જાણીને રોલ્સ રોયસ કંપનીના માણસો તેમના ઘરે ગયા અને કહ્યું કે તમે આટલું સરસ કમાઓ છો તો અમારી ગાડી ખરીદો. જો કે ત્રિવેદી સાહેબે ના પાડી.
  માનવતા અને વતન પ્રેમથી દોરવાઈને ત્રિવેદી સાહેબે પ્રતિષ્ઠા, પૈસો, વિશાળ ઘર, ધીખતી પ્રેક્ટિસ છોડી અને આવ્યા અમદાવાદ. તેઓ પોતાના વતનના ગરીબ અને જરૃરિયાતમંદ દરદીઓ માટે પોતાની સજ્જતા વાપરવા માગતા હતા.
  તેઓ અમદાવાદ આવ્યા. ગુજરાત સરકારમાં સંપર્ક કર્યો. કોઈ નવું અને મહાન કામ કરવું હોય તો મોટો ભોગ આપવો પડે છે. શરુઆતમાં તેમને ખાસ પ્રતિસાદ ન મળ્યો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોઈ એક ખૂણામાં ઓછો વપરાતો રુમ અને વિભાગ તેમને ઓફિસ તરીકે આપવામાં આવ્યો. વિચાર તો કરો, વિશ્વખ્યાત નેફ્રોલોજિસ્ટ કે જે કેનેડા જેવા શહેરમાં મહેલ જેવું ઘર ધરાવતાે હતો, વર્ષે અબજો રુપિયા કમાતો હતો. તેને એક ખૂણો પકડાવી દેવામાં આવ્યો. જો કે ત્રિવેદી સાહેબ સમાજ સેવાનું વ્રત લઈને આવ્યા હતા. રવિન્દ્રનાથ ટાગોરના એક કાવ્યમાં પક્ષીની વાત આવે છે. એ પક્ષી કહે છે કે હું તો ગાઈશ જ. ત્રિવેદી સાહેબનો સંકલ્પ મજબૂત હતો.
  ગુજરાત સરકારે કહ્યું કે અમે આપને જગ્યા આપીએ, હોસ્પિટલ તમે ઊભી કરો. ત્રિવેદી સાહેબે એ કરી બતાવ્યું. સમગ્ર ભારતમાં ન હોય તેવી 400 બેડની કિડની હોસ્પિટલ આજે અમદાવાદમાં છે. 125 ડોક્ટરો સાથે 600નો સ્ટાફ છે. આખા ભારતમાં નહીં, સમગ્ર વિશ્વમાં ન થતી હોય તેવી કિડનીની સારવાર અહીં થાય છે. દર વર્ષે કિડનીના 400 ટ્રાન્સપ્લાન્ટ થાય છે. કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ત્રિવેદી સાહેબના આ ઈન્સ્ટિટ્યૂટનો સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર છે. 25-30 વર્ષમાં ડો. ત્રિવેદીના નેતૃત્વમાં 5000થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ (પ્રત્યારોપણ) થયાં છે જે પોતે એક વિશ્વ વિક્રમ છે. હવે તો અહીં લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ થાય છે. બહાર લીવર ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ 45-50 લાખ રુપિયા થાય તે અહીં 12 લાખમાં થઈ જાય છે. જરુર પડે તો તેમાંય રાહત અપાય છે.
  એચ એલ ત્રિવેદી સાહેબે પોતાના જીવનની પ્રત્યેક ક્ષણ દરદીઓના જીવનને સમર્પિત કરી છે. હજારો દરદીઓને તેમણે નવજીવન આપ્યું છે. જેમનું ગજવું ખાલી હોય અને હૃદય શ્રધ્ધાથી ભરેલું હોય તેવા ગરીબો અહીં આવે છે અને સાજા થઈને જાય છે. કેનેડા છોડીને અમદાવાદમાં આવ્યા ત્યારે ત્રિવેદી સાહેબ 56 વર્ષના હતા. આજે 86 પૂરાં કરી રહ્યા છે. ત્રણ દાયકાની એક એક મિનિટ તેમણે દરદી નારાયણને સમર્પિત કરી છે.
  ***
  કિડનીના રોગમાં ડાયાલિસીસ અને ટ્રાન્સપ્લાન્ટ એ બે મહત્વની બાબતો છે. કોઈ બીજી વ્યક્તિની કિડની એક વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાય એ પછી નવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. કિડનીને સાચવવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડવી પડે છે. સાદી ભાષામાં કહીએ તો કિડનીને સાચવવા શરીરને ઢીલું અને નબળું પાડવું પડે. ડો. એચ એલ ત્રિવેદીએ આ સંદર્ભમાં જે ક્રાંતિકારી શોધ કરી છે તે તેમને મેડિસીન વિષયના નોબેલ પારિતોષિકના દાવેદાર બનાવે છે. તેમણે સ્ટેમ સેલ થિયરીની શોધ કરી છે. આ શોધ પ્રમાણે દાતાની કિડનીને લેબોરેટરીમાં મૂકવામાં આવે છે અને દરદીના શરીરને અનુરુપ તૈયાર કરીને પછી તેનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. આ શોધને કારણે લાખો લોકોના જીવન બચ્યાં છે અને દવાઓનો અબજો રુપિયાનો બચાવ થઈ રહ્યો છે. (એવું કહેવાય છે કે અબજો ડોલરનું ટર્નઓવર ધરાવતી દવાઓની કંપનીઓને કારણે તેમને આ પારિતોષિક અપાતું નથી. બીજાં પણ કારણો હશે, પરંતુ આ પણ એક મહત્વનું કારણ ગણાય છે.)
  નોબેલ મળે કે ના મળે તેનાથી ત્રિવેદી સાહેબની કામગીરીનું મૂલ્ય ઓછું થતું નથી. ત્રિવેદી સાહેબે માનવ પ્રત્યારોપણને લગતી એક યુનિવર્સિટી પણ ગુજરાત સરકાર પાસે શરુ કરાવી છે. આ એક વૈશ્વિક મહત્વની ઘટના છે. માનવ પ્રત્યારોપણને લગતી મેડિકલ સારવારના તજજ્ઞો તૈયાર થાય તે અત્યંત જરુરી છે. 2 વર્ષથી આ યુનિવર્સિટી કામ કરી રહી છે. નેફ્રો વિષયમાં નર્સીંગ સ્ટાફ મળતો નથી. અહીં એ કોર્સ પણ ચાલે છે. અત્યારે અમદાવાદના સિવિલ હોસ્પિટલના પરિસરમાં જ્યાં કિડની ઈન્સ્ટિટ્યૂટ આવેલી છે ત્યાં હવે યુનિવર્સિટી ચાલશે. ગુજરાત સરકારે કિડની હોસ્પિટલ માટે સિવિલ હોસ્પિટલની બાજુમાં જ 11 માળની ઈમારત તૈયાર કરી છે. કિડની ઈન્સ્ટિટ્યૂટ થોડા સમય પછી ત્યાં શિફ્ટ થશે.
  ***
  ડો. એચ એલ ત્રિવેદી એટલે કરુણા. સંવેદના. માનવતા. પ્રેમ. તેમણે જે સેવા કાર્ય કર્યું છે તે અપૂર્વ અને ઐતિહાસિક છે. તેમના ધર્મપત્ની સુનિતાબહેન ખભેખભો મિલાવીને સતત તેમની સાથે રહ્યાં છે. એચ એલ ત્રિવેદીનાં માતાનું નામ શારદાબહેન હતું. સુનિતાબહેને પોતાના નામનું દાન કર્યુ અને શારદાને બદલે સુનિતા નામ રાખ્યું. ત્રિવેદી દંપતિને કોઈ સંતાન નથી અેમ તો કેમ કહેવાય ? દરદીરુપી કેટલાં બધાં સંતાનોને તેમણે સાચવ્યાં, ઉછેર્યાં, મોટા કર્યાં, નવું જીવન આપ્યું.
  ***
  જાણીતા કવિ અને સર્જક માધવ રામાનુજ નિવૃત્ત થઈને ત્રિવેદી સાહેબ સાથે જોડાયા. જે સંવેદના કૃતિઓમાં હતી તે સંવેદના અમલમાં લઈ આવ્યા. તેમના વિશે એક અલાયદો લેખ કરવો પડે. માધવ રામાનુજ પણ કિડની ઈન્સ્ટિટ્યૂટનું એક મહત્વનું અંગ કહી શકાય. તેમણે ડો. ત્રિવેદીના જીવન ઉપર રાગ-વૈરાગ્ય નામનું નાટક લખ્યું. આ નાટક કિડનીઓના દરદીઓ દ્વારા પણ ભજવાયું છે.
  ***
  ડો. ત્રિવેદીનો જન્મદિવસ કિડની દરદી કલ્યાણ દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાતના ખ્યાતનામ કળાકારો જેવા કે શહાબુદ્દીન રાઠોડ, દયમંતિ બરડાઈ, ભીખુદાન ગઢવી, અભયસિંહ રાઠોડ, વિષ્ણુ પનારા, પ્રફુલ્લ દવે જેવા કળાકારો નિયમિત આ દિવસે ડાયરો યોજે છે. દરદીઓના કલ્યાણ માટે થતા આ ડાયરા માટે એક પણ કલાકાર એક પણ પૈસો લેતો નથી. ઓટો રીક્ષાના 20-25 રુપિયા પણ આ કળાકારો લેતા નથી. કળાકારોની આ સૌજન્યશીલતા અને સંવેદનાને પણ વંદન કરવા જોઈએ. મોરારી બાપુએ પણ કિડની હોસ્પિટલ માટે અમદાવાદમાં એક કથા કરી હતી. સારું કામ થતું હોય એટલે સૌને થાય કે અમે પણ યથાશક્તિ જોડે રહીએ. કશુંક કરીએ.
  ***
  પોતાની 56 વર્ષની ઉંમરે કેનેડા છોડીને ભારત આવ્યા ત્યારે ત્રિવેદી સાહેબની છાતી 56ની હતી કે નહીં તેની ખબર નથી, પરંતુ હૃદય કરુણા અને માનવતાથી જરુર છલકાતું હશે. તેમની આંખમાં જે સ્વપ્ન હતું, હૃદયમાં જે સંકલ્પ હતો તે તેમણે સિદ્ધ કરી બતાવ્યો છે. ત્રિવેદી સાહેબે ગુજરાત કે ભારતનું ગૌરવ નથી, સમગ્ર માનવતાનું ગૌરવ છે. આપણને આખો ઈશ્વર જોવા મળતો નથી, પરંતુ તેના અંશો ત્રિવેદી સાહેબ જેવા ઋષિ પુરુષોમાં જોવા મળે છે.
  જન્મદિવસે ડો. ત્રિવેદીને ખૂબ ખૂબ વંદન. ઈશ્વર તેમને નિરામય દીર્ઘાયુ આપે.

 7. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

 8. mhthaker માર્ચ 30, 2018 પર 10:48 એ એમ (am)

  shat shat pranam dr trivedi saheb ne. Many Happy returns of the day- God Bless.

 9. haresh મે 9, 2018 પર 12:56 એ એમ (am)

  તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે

 10. anil1082003 ઓક્ટોબર 7, 2019 પર 11:44 એ એમ (am)

  SAMAJ MUST REMEBER DR.TRIVEDI SAHEB. LIKE SHRI BAPAJI MAHARAJ, MONEY IS NOT EVRYTHING. SANT-SADHU, RICH PERSON,POLITICIAN MUST REMEMBER THIS. SAMAJ SEVA IS IST CHOICE. PREY PEACE FOR HIS (DR.H.L. TRIVEDI.) SOUL.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: